Monday, February 6, 2023
Homeજીવનશૈલીસુખી લગ્નજીવન/કેવો હોવો જોઈએ? પતિ-પત્નીનો સંબંધ, દરેક પતિ-પત્ની જરૂર થી વાંચો

સુખી લગ્નજીવન/કેવો હોવો જોઈએ? પતિ-પત્નીનો સંબંધ, દરેક પતિ-પત્ની જરૂર થી વાંચો

સુખી લગ્નજીવન- લગ્ન એટલે બે વ્યક્તિનું મિલન. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ધ વચન. લગ્ન એટલે જીવનભરના અતૂટ બંધન ને પવિત્ર અગ્નિની સાક્ષી એ લેવામાં આવેલા સાત ફેરા એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

લગ્નજીવન શું છે ?

સુખી લગ્નજીવન- લગ્ન એટલે બે વ્યક્તિનું મિલન. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ધ વચન. લગ્ન એટલે જીવનભરના અતૂટ બંધન ને પવિત્ર અગ્નિની સાક્ષી એ લેવામાં આવેલા સાત ફેરા એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેમાં જીવનભર વિશ્વાસ, પ્રેમ, સમજણ, ની સાથે આગળ વધવાનું વચન આપવામાં આવે છે. પતિ-પત્નીના સંબંધોમાં ઘણી બધી ખાટી મીઠી વાતો હોય છે .

પતિ-પત્ની અગ્નિના સાત ફેરા ફરે છે તો મન એક અનોખા બંધનમાં બંધાઈ જાય છે. આ સાત ફેરા એટલે……
પતિ-પત્ની અગ્નિના સાત ફેરા ફરે છે તો મન એક અનોખા બંધનમાં બંધાઈ જાય છે. આ સાત ફેરા એટલે……

પતિ-પત્ની અગ્નિના સાત ફેરા ફરે છે તો મન એક અનોખા બંધનમાં બંધાઈ જાય છે. આ સાત ફેરા એટલે……

પ્રથમ ફેરે  – એકબીજાને વફાદાર રહેવાનું વચન

બીજા ફેરે- એકબીજા પર વિશ્વાસ કરવાનું વચન

ત્રીજો ફેરો- સુખ અને દુઃખમાં એકબીજાને સાથ આપવાનું વચન

ચોથા ફેરે- ઘરની જવાબદારીમાં બરાબરીનો  સાથ આપવાનું વચન

પાંચમા ફેરે- બાળકોના વિકાસમાં બંનેની બરાબર ની જવાબદારી

છઠ્ઠા ફેરે- એકબીજાનો સાથ આપવાનું વચન

સાતમા ફેરે- એકબીજાના મિત્રો બનીને રહેવાનું વચન

પતિ પત્ની નો સબંધ ભગવાન દ્વારા બનાવેલ કીમતી સંબંધ છે. પતિ-પત્નીના જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે જે સમય સાથે તેમનો સંબંધ મજબૂત બનાવે છે. એવું કહેવામાં આવે છે  પતિ પત્ની વગર અધૂરો છે અને પત્ની પતિ વિના અધૂરી છે બંને મળીને પોતાને પરિપૂર્ણ કરે છે. શિવ અને પાર્વતીએ અર્ધનારેશ્વર રૂપ લઈને સૌને આ સમજાયું છે. લગ્નજીવન એટલે પતિ અને પત્ની વચ્ચેનો  એવો વિશ્વસનીય સંબંધ  જે વિશ્વાસ અને શુદ્ધતા પર આધારિત છે. પતિ પત્ની નો સબંધ જેટલું નાજુક હોય છે તેટલું મજબૂત હોય છે. લગ્ન જીવનનો હેતુ બે  સાથીઓના  વચન ની સાથે જીવનભર આગળ વધવાનું. 

સુખી લગ્નજીવન કેવી રીતે બનાવશો?

આજકલ મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે તેમનું લગ્નજીવન અસ્તવ્યસ્ત છે. આપણે સુખી લગ્નજીવન ના મુખ્ય સ્ત્રોતો ભૂલી રહ્યા છીએ, આદર, વિશ્વાસ અને પ્રેમ. લગ્નને એક સુખદ અનુભવ છે. જેના માટે દરેક મનુષ્ય આનંદ મેળવવા માટે ઉત્સુક હોય છે. પતિ પત્ની ના સંબંધોમાં સુખ અને આનંદની શરૂઆત લગ્ન પછી જ થાય છે. 

સુખી લગ્નજીવન બનાવવા માટે એકબીજાની સાથે સમય પસાર  કરો એકબીજાની વાતો સાંભળો અને તેને સમજવાનો પ્રયત્ન કરો. અને તેમની દરેક બાબતોનો ધ્યાન રાખો જે તમારા જીવનસાથીને  ખુશ કરે છે. એકબીજા પર વિશ્વાસ ઓછો થવા ન દો  ક્યારે  પણ એકબીજા પર શંકા કરશો નહીં. પતિ-પત્ની વચ્ચે એક વાર શંકા આવે છે ત્યારે તૂટેલો વિશ્વાસ મેળવવા આખી જીંદગી જતી રહે છે.

શંકા માં કોઈ સમાધાન થતું નથી પતિ-પત્ની વચ્ચે ક્યારે ક્રોધને વચ્ચે આવવાના દો. હંમેશા એકબીજાને સમજો એક બીજાની વાતોને  માંન આપો .કોઈ ભી વ્યક્તિ સંપૂર્ણ હોતું નથી. ત્યારે  એકબીજામાં ભૂલો  ના શોધ્યા  કરો, પણ ભૂલો સુધારવાની એકબીજાને તક આપો. 

જો કોઈ ભૂલ થઈ જાય તો ચોક્કસપણે માફી  માંગવામાં  શરમ ના કરો. કારણ કે માફી માગવી એ ખરાબ વસ્તુ નથી. અને એકબીજાને માફ  કરવું એ  b મુશ્કેલ નથી. હંમેશા તમારા જીવનસાથીની પ્રશંસા કરો તેનાથી તેમનો આત્મવિશ્વાસ   વધશે.

સમય સમય પર તે  અહેસાસ અપાવો જરૂરી છે કે તે તમારી જિંદગીમાં ખૂબ જ ખાસ છે. નાની નાની ખુશીઓ ને સેલિબ્રેટ કરો, તો તમારો સંબંધ વધારે સારો અને મજબૂત બનશે. 

કોઈ પ્રકારનો સંબંધ હોય તેમાં એવું ક્યારેય નથી બનતું કે નાના મોટા ઝઘડા  ના થાય દરેક પતિ પત્ની વચ્ચે  ઝઘડાથતા હોય છે. . દરેક સંબંધમાં ઉતાર-ચઢાવ  નો સમય જરૂર આવે છે. તેવી જ રીતે પતિ-પત્નીના સંબંધો ને પણ આવા સમયમાંથી પસાર થવું પડે છે. પરંતુ પતિ પત્ની નો સબંધ વિશ્વાસ પ્રેમ અને સન્માનની સાથે રાખવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પોતાના જીવનસાથીને સમય-સમય પર અહેસાસ અપાવતા રહોકે તે તમારી જિંદગીમાં ખૂબ જ ખાસ છે.

પતિ-પત્નીએ એક સિક્કાની બે બાજુ હોય છે તેથી બને એ તેમના અહંકારને છોડીને બંનેએ પ્રેમથી રહેવું જોઈએ. જો વિશ્વાસ અને પ્રેમ હશે તો પતિ-પત્ની નો સંબંધ કાયમ માટે જળવાઈ રહેશે. 

સુખી લગ્નજીવન બનાવવા પત્નીએ શું કરવું જોઈએ ?

હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે દરેક ઘરમાં દેવોનો વાસ હોય છે કે લક્ષ્મી માતા અવશ્ય વાસ કરે છે. લગ્નની સાથે જ  સ્ત્રી તેની જવાબદારી પણ વધી જાય છે. લગ્ન જીવન સુખી બનાવવા માટે પત્નીએ પોતાની ઈચ્છા ની સાથે સાથે પતિની વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લગ્ન થયા પછી વ્યક્તિગત આઝાદી પર થોડોક અંકુશ જરૂર આવી જાય છે. ઘણીવાર સ્ત્રીઓ વિચારે છે કે ઘરના કામકાજમાં તે ગૂંચવાયેલી રહી  જાય છે. લગ્ન પછી તે ઘરમાં જ બંધ થઈ જશે, એવું નથી હોતું આધુનિક યુગમાં એક પતિને સપોર્ટ કરવા માટે પત્નીની ખૂબ જ જરૂર હોય છે. 

સુખી લગ્નજીવન ની ખુશી માટે પત્નીએ હંમેશા લાગણીની કદર કરવી જોઈએ  સ્વાર્થ ને  ત્યાગ કરીને કુટુંબના હિતમાં નિર્ણય લઈને કુટુંબ જીવનને ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. લગ્નજીવનની ફરજો પ્રત્યે પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત કરીને સુખ મેળવી શકાય છે. પત્નીએ પોતાના પતિ પર ક્યારેય શંકા ન કરવી જોઈએ પત્નીએ પોતાના પતિની પસંદ-નાપસંદ ની કાળજી લેવી જોઈએ .

પતિ-પત્ની વચ્ચે ભલે ગમે તેટલો પ્રેમ હોય પણ ઘરમાં નાની-મોટી બોલાચાલી થાય છે. ઘણીવાર તમારે પતિને ભૂલોને માફ કરવી જોઈએ .લગ્નજીવન સારું રહે છે   સ્ત્રી એ હંમેશા પતિને માન-સન્માન આપવું જોઈએ. લગ્ન પછી સંબંધ સારો બનાવવા માટે એકબીજા સાથે વાતચીત ખૂબ જ જરૂરી છે. આપણા જીવનમાં ઘણા લોકો આવે છે. દરેક માણસની ખાસિયત અલગ અલગ હોય છે. માટે ક્યારે પણ એ અપેક્ષા ન રાખો કે  જે પહેલો વ્યક્તિ હતો  કે આજે છે  એવો જ મારો પતિ પર હોય .હંમેશા પોતાના પતિને સમજો તેની પર વિશ્વાસ રાખો. સમજદાર પત્ની  બનો . તો ક્યારે સંબંધમાં તિરાડ નહિ પડે.

સુખી લગ્નજીવન માં પતિ-પત્નીએ હંમેશા મિત્ર બનીને કેવી રીતે રહેવું જોઈએ?

સુખી લગ્નજીવન માં પતિ-પત્નીએ હંમેશા મિત્ર બનીને રહેવું જોઈએ
સુખી લગ્નજીવન માં પતિ-પત્નીએ હંમેશા મિત્ર બનીને રહેવું જોઈએ

એક સાચી મિત્રતા માં ક્યારે મતભેદ   પડતો નથી. તેવી જ રીતે પતિ-પત્નીના વહેવાર માં પણ ક્યારેય મતભેદ ન હોવો જોઈએ. પતિ-પત્નીએ એક સારા એવા મિત્ર બનીને રહેવું જોઈએ. જેવી રીતે તમે તમારા મિત્ર ની કાળજી ના નાખો તો તમારી મિત્રતા લાંબી ટકી શકતી નથી તેમ લગ્નજીવનમાં પણ પતિ-પત્નીએ એકબીજા નું ધ્યાન ન રાખે તો લગ્નજીવન લાંબુ ટકતું નથી. બન્ને એક બીજા ના કામમાં મદદરૂપ થવું જોઈએ.

દરેકની વિચારસરણી એકસરખી હોતી નથી પરંતુ બંને એકબીજા ને દુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.પતિ-પત્નીએ એકબીજા થી કોઈ વાત છુપાવી જોઈએ નહીં .એક સારા મિત્ર બનીને રહેવું જોઈએ. તું લગ્નજીવન ખૂબ જ સુંદર બની જાય છે જેમ આપણે મિત્રોની સાથે દરરોજ દલીલ નથી કરતા આપણે મિત્ર અને જાહેરમાં ક્યારેય તેની ભૂલો બતાવતા નથી એવી જ રીતે જીવનસાથી સાથે મિત્ર બનીને રહેવું જોઈએ.

આપણને એવું લાગે કે પતિ-પત્ની પ્રેમી હોઈ શકે, પણ મિત્ર કેવી રીતે હોઈ શકે? ઘણા લોકોનું એવું માનવું છે કે જે વાત એક મિત્ર સમજી શકે તે પતિના સમજી શકે. પરંતુ આ વાત ખોટી છે. જો તમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરો છો અને એકબીજા પર વિશ્વાસ કરો છો તો તમે એકબીજાના ખૂબ સારા એવા મિત્રો છો .

તમારે સફળ લગ્નજીવન જીવવું હોય તો જરૂરી છે કે તમે તમારા જીવનસાથીને મિત્ર બનાવો આપણે જેની સાથે જીંદગી વિતાવવાની હોય એ આપણો મિત્ર બની જાય તો જીવન ખૂબ જ સુંદર અને સરળ બની જાય છે. જિંદગીની બધી મુશ્કેલીઓ હળવી લાગે છે ક્યારે  કોઈ મુશ્કેલી આવે તો કાંઈ વાંધો આવતો નથી, કેમ કે મારું જીવન સાથી મારી સાથે જ છે.

જીવનસાથી એક એવો મિત્ર છે જેની સાથે તમે બધી વાતો શેર કરી શકો છો. આજે ઘણાં કપલ્સ એવા જોવા મળે છે કે જે પહેલા મિત્રો હતા પણ હવે તે પતિ પત્ની છે. જો તમારો જીવનસાથી તમારી દરેક જરૂરિયાત ને અનુભવી શકે છે. તમે કશું કહું તે પહેલા જ તમારી વાત સમજી જાય, ચહેરો જોઈને કહી દેશે કે તમે ખુશ છો કે દુઃખી છો તો આનાથી વધુ સારો મિત્ર તમને મળી શકે  ? 

કેવી રીતે વધશે પતિ પત્ની નો પ્રેમ

આજની દોડધામ જિંદગીમાં પતિ-પત્ની એકબીજાને ટાઇમ  આપવો ખૂબ જ જરૂરી છે. પતિ-પત્નીએ એકબીજાની લાગણીઓને સમજવું જોઈએ અને તેને માન આપવું જોઈએ. સંબંધોમાં  સન્માન  ની સાથે એક બીજાને સમય  આપવો પણ ખૂબ જ જરૂરી છે.સુખી લગ્નજીવન માટે પતિ-પત્ની સંપૂર્ણ બલિદાન અને સમર્પણ આપવું જોઈએ આપણા ઘરને કેવી રીતે ખુશ અને સફળ  બનાવું  તે આપણા હાથમાં છે. 

સંબંધોમાં જ્યારે તણાવ વધી જાય છે તો સંબંધોને ફરી એકવાર નવીનતા આપવા માટે બંને વ્યક્તિએ બાર ફરવા જવું જોઈએ . આ રીતે બંને એકબીજાને સમય આપી શકો છો અને એકબીજા સાથે જે પણ ફરિયાદ થશે તેને દૂર કરવાનો અવસર પણ મળી જશે એટલા માટે જ્યારે પણ ઘરમાં તકરાર વધી જાય તો ફરવા જવા માટેનો પ્લાન જરૂર બનાવી  લો.

જીંદગી જીવી જાણો

એકબીજા  ને પોતાની વાત કહો અને બધી વસ્તુઓ ની યાદી બનાવો જે તમને તમારા જીવનસાથી તરફ આકર્ષણ છે આ બધું કરવાથી તમને ફરી પ્રેમમાં પડવા જેવી લાગણીનો અનુભવ કરાવશે. લગ્ન જીવનમાં ખુશી મેળવવા માટે પતિ-પત્ની બંને એકબીજાની લાગણી ની કદર કરો પરસ્પર પ્રેમ ને સમજો લગ્નજીવન ની ફરજ ઉપર તે પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત કરીને સુખ મેળવી શકાય છે.

પતિ-પત્નીએ રોજ  કાંઈ નવું કરવું જોઈએ જેમકે એક સાથે મળીને રસોઈ કરવી ,નવી વસ્તુઓ શીખવી એકબીજાની મદદ કરવી સાથે ચાલવા જવું સાથે બેસીને વાતો કરવી,સાથે જમવા બેસવું આ બધું કરવાથી તમારો પ્રેમ ખૂબ જ  વધશે.

ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓને ભૂલીને વર્તમાનમાં જિંદગી જીવતા શીખો ગઈકાલ અને આવતીકાલની ચિંતા છોડીને આજ માં જિંદગી મોજ થી જીવો તો આપમેળે સુખ મળી જશે અને જીવન ખુશખુશાલ બની જશે. લગ્નજીવનને સુખી અને સારું બનાવવા માટે તમારી જાતને તમારા સાથી સાથે કોઈ ખુલ્લી કિતાબની જેમ પ્રસ્તુત કરો.

પતિ પત્નીએ પોતાની તકલીફો એક બીજાને શેર કરો ઘણી વાર એકબીજાને સમય ન આપવાને કારણે પણ સંબંધો બગડી શકે છે ત્યારે એકબીજાની ભૂલો ના કાઢો પરંતુ સારા કામો માં એક બીજાની પ્રશંસા કરો તેનાથી તમારો પ્રેમ ખૂબ જ  વધશે.

 પતિ-પત્ની વચ્ચે ક્યારેય  ગમે તેટલી બોલાચાલી થાય એ ઝઘડો થાય તો એકબીજાની સાથે વાતચીત કરવાનું ચાલુ રાખો ઘણીવાર વાત બંધ થઈ જાય છે તો બંને વચ્ચેનું અંતર પણ વધી જાય છે. એટલા માટે એ અંતરને વધારવાને બદલે ઓછું કરો સાથે બેસીને વાતચીત કરો તો દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

Image source: Google

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

આવી જ લગ્નજીવન વિષે જાણકારી તેમજ રસોઈ ની રેસિપી, સમાચાર, અવનવી વાતો ,તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.

જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments