સંસ્કાર એટલે ભગવાન દ્વારા રચાયેલી આ દુનિયામાં બહુ બધી કુદરતી વસ્તુઓ જોવા મળે છે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. વૃક્ષો,પર્વતો, નદીઓ,ઝરણાં વગેરે ભગવાન દ્વારા જે અવસ્થામાં નિર્માણ પામ્યું છે, એને આપણે એવીજ રીતે જોઇએ છીએ.રોમાંચ થી ભરપૂર અને મનમોહક પ્રાકૃતિક વસ્તુઓ નું નિર્માણ જન-જીવન માટે ની સુખ માટે હોય છે ધરતી પર વસનારા બધાજ જીવો કુદરતી વસ્તુઓ નો ઉપયોગ કરી પોતાનો જીવન ચલાવે છે.
સંસ્કાર એટલે શું

મનુષ્ય કુદરતી વસ્તુઓ નો સુસંસ્કારી રીતે કરે છે તે ભગવાન દ્વારા આપેલા વસ્તુઓ નો ઉપયોગ પોતાના ગુણો નો ઉપયોગ કરી ને કરે છે જેવુકે તે કપાસ માંથી કપાસિયા નીકળી તેનું કપડું બનાવવું , શાકભાજી ને સાફ કરી તેને પકાવીને ખાવું ,માટી માંથી વાસણ બનાવવા ,આ બધું સંસ્કાર થી મળે છે
કોઈ ભી વસ્તુ ને પોતાના મુખ્ય અવસ્થા થી જયારે તેને વધારે સુંદર બનાવા ની પ્રક્રિયા ને સંસ્કાર કેવાય છે માણસ નું શરીર પંચભૂત થી બનેલું છે પણ તેમાં મુખ્ય આત્મા નો વાસ છે જયારે આ આત્માને એટલે કે વ્યક્તિ ને બાળપણ થી જે સમજાવવા માં આવે છે તેને સંસ્કાર કહેવામાં આવે છે
સંસ્કાર નો સંબંદ જન્મ થી લઇ મૃત્યુ સુધી મનુષ્ય જીવન ના જુદા જુદા તબક્કા ઓને શારીરિક અને માનસિક ઉત્કર્ષ માટે કરતા ધાર્મિક વિધાન સાથે છે મનુષ્ય જન્મ શુદ્ધ હોય છે, મનુષ્ય ની રહેણી કારની, લાગણી ,બુદ્ધિ ,જીવન, બધુજ સમાજમાં પ્રકાશિત થાય છે , મનુષ્ય સમાજ હિતલક્ષી અને આધ્યાત્મિક ગુનો નો વિકાસ થાય તેને સંસ્કાર કહેવાય છે
મનુષ્યને વિવિધ સાંસારિક દુઃખોથી મુક્તિ આપવી તેના જીવનને મંગલમય બનાવવું એ આપણા પૂર્વજોએ જે વિધાન બનાવ્યા છે તેને સંસ્કાર કહે છે
આ પણ વાંચો-
સુખી લગ્નજીવન/કેવો હોવો જોઈએ? પતિ-પત્નીનો સંબંધ, દરેક પતિ-પત્ની જરૂર થી વાંચો
સંસ્કાર કેટલા છે

સ્મૃતિઓ માં અને ગૃહ સૂત્રો માં સંસ્કારોનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે સંસ્કારોની સંખ્યા જુદા જુદા ધર્મ શાસ્ત્રો અલગ અલગ સંખ્યા દર્શાવે છે પરંતુ લગભગ બધા ધર્મશાસ્ત્રકારો મહદંશે સ્વીકારતા હોય તેવા સંસ્કારોની સંખ્યા ૧૬ છે, ધર્મશાસ્ત્રો માં કુલ 16 સંસ્કાર છે જે આ પ્રમાણે છે 1.ગર્ભાધાન સંસ્કાર 2.પુંસવન સંસ્કાર 3.સીમન્તોન્નયન સંસ્કાર 4.જાતકર્મ સંસ્કાર 5.નામકરણ સંસ્કાર 6.નિષ્ક્રમણ સંસ્કાર 7.અન્નપ્રશન સંસ્કાર 8.ચૂડાકરણ (મુંડન) સંસ્કાર 9.કર્ણવેધ સંસ્કાર 10.ઉપનયન સંસ્કાર 11.વેદારંભ સંસ્કાર 12.સમાવર્તન સંસ્કાર 13.વિવાહ સંસ્કાર 14.વાનપ્રસ્થ સંસ્કાર 15.સન્યાસ સંસ્કાર 16.અંત્યેષ્ટી સંસ્કાર
પુરુષ ની વ્યથા: નારી ત્યાગ ની મુરત છે તોહ પુરુષ કોણ? જાણો અહીંયા
ગર્ભાધાન સંસ્કાર:

સોળ સંસ્કારો મા પહેલા 3 સંસ્કારો બાળક ના જન્મ પહેલા ના છે. તેમાં નો પહેલો ગર્ભધારણ સંસ્કાર બહુ મહત્ત્વનો છે, સ્ત્રી – પુરુષ ના બીજ મળવાથી જ્યારે આત્મા નું સ્થાપન થાય છે ત્યારે તેને ગર્ભ કહે છે.જે કર્મ દ્વારા પુરુષ સ્ત્રીના ગર્ભાશયમાં પોતાનું બીજ સ્થાપિત કરે છે તેને ગર્ભધાન કહે છે ગર્ભાધાન પહેલા સ્ત્રી-પુરુષે ઓછા મા ઓછું 1 મહિના સુધી સંયમ પાળવું જોઇએ. શ્રેષ્ટ સંતાન પ્રાપ્તિ માટે આ સમયમાં ધાર્મિક અને સારા વિચારો કરવા જોઇએ. આપણા શાસ્ત્રો મા શ્રેષ્ટ સંતાન પ્રાપ્તિ માટે વિશિષ્ટ યજ્ઞો તેમજ તપ કરવામાં આવતા હતા.
જેમ આપણે ખેતી માટે સારા બીજ ની પસંદગી કરીયે છીએ , સાચો સમય અને સંજોગો સાથે વાવેતર કરવા થી મહત્તમ અને ઉત્તમ ઉત્પાદન મળી શકે છે, તેજ પ્રમાણે ગર્ભાધાન સંસ્કાર યોગ્ય રીતે થાય તો સંતાન ઘણી દૃષ્ટિયે શ્રેષ્ટ બની શકે છે.
પુંસવન સંસ્કાર:

પસુંવનનો શબ્દ અર્થ થાય છે – પુત્ર (દીકરા ) ને જન્મ આપવો,ગર્ભધારણ સમય દરમ્યાન બીજા કે ત્રીજા મહિને ગર્ભસ્થ બાળક નું પસુંવન નામના સંસ્કાર થી સિંચન કરવામાં આવે છે પુંસવન સંસ્કાર મા બે કાર્ય મહત્ત્વની હોય છે. પહેલી વૈદિક મંત્રો થી ગર્ભસ્થ શિશુ પુત્રરુપે અવતરે અને બીજું ગર્ભ નું સારી રીતે પોષણ થાય એવા હેતુ થી વિવિધ ઔષધીઓ નું સેવન કરવું .
સીમન્તોન્નયન સંસ્કાર:

સીમન્તોન્નયન નો અર્થ એટલે સગર્ભા સ્ત્રી ના વાળ ઉંચા ઓળવા ની ક્રિયા એવો થાય છે. ગર્ભવતી સ્ત્રી ને ખુશ રાખવા માટે તથા અ-શુભ શક્તિ ઓ ને દૂર રાખવા આ સંસ્કાર કરવામાં આવે છે.આ સંસ્કાર વખતે પતિ પોતાની પત્નીને આભૂષણો વસ્ત્રો થી શણગારી તેના વાળને ઊંચા ઓડાવે છે અને તેની માંગ ભરે છે આ સમયે સગા સંબંધી મિત્રવર્ગ ભેગા થઈ નાચ ગાન કરે છે સૌ સાથે મળી સારી સંતતિ માટે ઈષ્ટદેવની પ્રાર્થના કરે છે વર્તમાન સમયમાં આ સંસ્કારને “ખોળો ભરવો” એવા નામથી ઓળખવામાં આવે છે આજે પણ કેટલાક સમાજો માં રીતિ રિવાજો ના ભાગરૂપે તેની વિધિ કરવામાં આવે છે આ સંસ્કાર થી સગર્ભા સ્ત્રી ને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય નો લાભ થાય છે
જાતકર્મ સંસ્કાર:

સંતાનનો જન્મ થાય ત્યારે તેના કલ્યાણ અને સુરક્ષા માટે જે સંસ્કાર કરવા મા આવે છે તેને જાત કર્મ સંસ્કાર કહેવાય છે,બાલ્યવસ્થા ના સંસ્કારો મા જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એમ છ સંસ્કારો નો સમાવેશ થાય છે.જાતકર્મ સંસ્કાર બાળકના જન્મ પછી નાલ છેદન પહેલાં કરવામાં આવતો હતો આ પ્રસંગે મંત્રોના ઉચ્ચારણ સાથે પિતા પોતાના પુત્રને સ્પર્શ કાર્ટોહ અને પિતા પોતાની ચોથી આંગળી અને એક સોનાની કડી થી બાળકને ઘી અને મધ ચડતો હતો કાનમાં મંત્રોચ્ચારણ કરતો હતો પિતા જાતકર્મ સંસ્કાર વખતે જે કાનમાં મંત્ર ભણતો તેના અર્થ આયુષ બળ અને તેજ મળે છે બૃહસ્પતિ વગેરે દેવ તેને દીર્ઘ આયુષ્માન આપે છે
Panipuri/જાણો પાણીપુરી ની સંપૂર્ણ માહિતી,ઇતિહાસ,ફાયદા અને ઘરે બનવા આ 5 પ્રકાર ની રીત
નામકરણ સંસ્કાર:

જન્મ ના દસમા દિવસે કરી તે પછી માતા-પિતા , કુલગરુુ દ્વારા બાળક નું નામકરણ વિધિ પુરી પાડવામાં આવે છે તેને નામકરણ સંસ્કાર કહે છે. નામ જ બધા વ્યવહાર મા મુખ્ય હેતુ હોય છે , શુભ કાર્યો મા ભાગ્ય નો હેતુ હોય છે, નામ જ મનુષ્ય કીર્તિ આપે છે, આ થી નામકરણ સંસ્કાર અત્યંત મુખ્ય છે. દુનિયા માં કોઈ ભી ચીજવસ્તુ ને કે મનુષ્ય ને કોઈ ને કોઈ નામ થી ઓળખ મળે છે
નિષ્ક્રમણ સંસ્કાર:

નિષ્ક્રમણ સંસ્કાર મા બાળકને તેના જન્મ પછી પ્રથમ વખત ઘરની બહાર લઈ જવામાં આવે છે.જન્મ ના ચોથા મહિને કોઈ મંગળ તિથિ એ બાળક ને કોઈ કુદરતી વાતાવરણ(ગાર્ડન ) માં લઇ જવામાં આવે છે જન્મ પછીના દિવસોમાં બાળકની કોમળ આંખો પર વધારે પ્રકાશ ના પડે તે માટે બાળક ની આંખો અને શરીર પરીપક્વ થાય પછી આ સંસ્કાર કરવામાં આવે છે આ સંસ્કાર નો હેતુ બાળક ને સૂર્ય અને ચંદ્ર નું દર્શન કરાવાય છે સૂર્ય દર્શન થી બાળક ને અખંડ તેજ તેમજ બળ મળે છે
અન્નપ્રશન સંસ્કાર:

બાળક ના જન્મ પછી 6 મહિને કરવા મા આવે છે. જે માં બાળક ને દહી, ઘી, મધ
મીશ્રીત ભોજન આપવાનું વિધાન હોઈ સામાન્ય રીતે બાળક 5-6 મહિના નું થાય ત્યાં સુધી બાળક માતાના દૂધ ઉપર જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછં પડતું જાય છે અને બાળક ની તદંરસ્તી માટે તે ને ખોરાક ની જરૂક્રરયાત વધતી જાય છે . તેમજ બાળક ને દાતં આવવા ની હવે શરૂઆત
થવા ની છે. તેથી પ્રાકૃત્તિક રીતે પણ સ્તનપાન છોડી અન્નપ્રશન તરફ જવા નું છે. એવા ખ્યાલ સાથે આ સંસ્કાર વિધિ કરવા માં આવે છે.અન્નપ્રશન સંસ્કાર દીકરા ને 6 કે 8 મહિને અને દીકરીને 7 કે12 મહિને કરાવવા નું વિધાન છે.
ચૂડાકરણ (મુંડન) સંસ્કાર:

ચુડા “ચૂલા ” એટલે શિખા (ચોટલી) બાકીના ચુલ (વાળ) નું મડુંન કરી માથા ની ટોચ પાર ચોંટી રાખવા માં આવે તેને ચૂડાકરણ (મુંડન) સંસ્કાર કહેવા માં આવે છે
બાળક ના જન્મ થી પ્રથમ કે જન્મ થી ત્રીજા ,પાંચમા વર્ષ માં જન્મથી આવેલા કેશો ના મુંડન નો આ સંસ્કાર છે તે દેવાલય માં કરવામાં આવે છે કેશ છેદન એ આ સંસ્કાર નું મુખ્ય પ્રયોજન છે.જન્મ થી આવેલા વાળ ને પૂર્વકાલીન આશુદ્ધિયો ના અવશેષ ગણવામાં આવે છે શીખ નો હેતુ જ્ઞાનવૃદ્ધિ નો હોય છે
આ સંસ્કાર માં બાળક ના મુંડન વખતેય શીખ-ચોટલી રાખવામાં આવે છે જયારે દીકરી ના મુંડન માં ચોટલી રાખવાના આવતી નથી,ચૂડાકરણ માં વાળ ધોવા , બાળક ના વાળ નું છેદન કરવું, છાણ માટીના પિંડ સાથે તે વાળ ને જળાશય માં નાખવા, શીખ રાખવી વગેરે મહત્વ ની છે

કર્ણવેધ સંસ્કાર માં બાળકના કાન, બાલિકા ના કાન અને નાક નું છેદન કરવામાં આવેછે. આ સંસ્કાર મા સોનીને પોતાના ઘરે બોલાવી ને સોના ની અથવા ચાંદી ની સળી થી કાનનું છેદન કરવા માં આવે છે. જે માં બાળક નો પ્રથમ જમણો કાન અને બાલિકા નો પ્રથમ ડાબો કાન વીંધવા માં આવે છે. કર્ણવેધ સંસ્કાર ક્યારે કરવો તે
માટે વિવિધ મતો છે. જન્મથી 3,5,6 મહિને કરવા નું વિધાન છે.
ઉપનયન સંસ્કાર:

ઉપનયન’ શબ્દ સંસ્કૃત ધાતુ’ઉપ+ની’ નજીક લઈ જવું, દોરી જવું પર થી બન્યો છે. એનો શાબ્દિક અર્થ “વિદ્યાર્થી ને ગુરુ પાસે અને શિક્ષણ માટે લઇ જવો” તે છે ‘હિન્દૂ ધર્મ માં ઉપનયન સંસ્કાર નું સર્વાધિક મહત્વ છે.આ સંસ્કાર થી બાળક અનિયમિત,અનુત્તરદાઈ,જીવન ની સમાપ્તિ થતી અને તેના નિયમિત,ગંભીર તેમજ અનુશાસિત જીવન નો આરંભ થતો
વેદારંભ સંસ્કાર:

વેદારંભ સંસ્કાર ને ઉત્તરકાલીન સંસ્કાર માનવામાં આવે છે. તેનો સૌ પ્રથમ ઉલ્લેખ વ્યાસ સ્મૃતિ મા છે. તેમાં ઉપનયન અને વેદારંભ વચ્ચેનો ભેદ પણ દશાગવવા માં આવેલો છે. વિદ્યાર્થી યજ્ઞોપવીત ધારણ કર્યા પછી વૈદિક સ્વાધ્યાય શરૂ કરતો ત્યારે આ વેદારંભ સંસ્કાર કરવા મા આવતો. બાળક વેદાભ્યાસ માટે ગરુુ ના ઘરે
જતો. ત્યાં કોઈ એક શુભ દિવસે ગરુુ વિદ્યાર્થી ને ગાયત્રી મત્રં થી વૈદિક સ્વાધ્યાય નો આરંભ કરાવતા. ત્રણેય વણો માટે વેદાધ્યયનને મહત્વપણૂ કર્તવ્ય ની સાથે વૈદિક યજ્ઞ માટે આવશ્યક ગણાવા માં આવતુ હતું. વેદાધ્યન કરાવનાર આચાર્ય બ્રાહ્મણ પણ વેદ માં એક નિષ્ઠ , ધમગજ્ઞ, કુલીન, શિુચી , પોતા ની વેદશાખા માં
પ્રવીણ અને અપ્રમાદી હોય તે જરૂરી મનાતું . વેદાધ્યયન એ કાઠોપકંઠ પરંપરા પ્રમાણે કરાવવામાં આવતું હતું.
પાંચ વર્ષ ની ઉમર ના બાળક ને વર્ણમાળા ના અક્ષરોનું જ્ઞાન આપવાનો પ્રારંભ વિદ્યારંભ સંસ્કાર દ્વારા કરવામાં આવે છે . આ સંસ્કાર ને વિભિન્ન ધર્મશાસ્ત્રો માં અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે . આ સમયે ગણપતિ અને માતા સરસ્વતી ની પૂજા કરવા મા આવે છે
સમાવર્તન સંસ્કાર:

સમાવર્તન સંસ્કાર એટલે વેદાધ્યયન પછી ગરુુકુળથી ઘર તરફ પાછા ફરવું તે. આ સંસ્કાર બ્રહ્મચર્ય સમાપ્ત થાય તે સમયે કરવામાં આવતો. તે વિદ્યાર્થી જીવન ના અંત નો સૂચક હતો. સમાવર્તન સંસ્કાર ને ” સ્નાન સંસ્કાર “પણ કહેવા મા આવે છે. કારણ કે સ્નાન એ આ સંસ્કાર નું મહત્વપૂર્ણ અંગ છે .બ્રહ્મચર્ય વ્રત ના અંત માં બ્રહ્મચારી આ સ્નાન કરવું આવશ્યક હોય છે
વિવાહ સંસ્કાર:

વિવાહ ‘ શબ્દ વિ+વહ (લઇ જવું) ધાતુ પરથી બન્યો છે.એનો શાબ્દિક અર્થ પત્ની સ્વીકાર અથવા આ માટેની પ્રવૃત્તિ એવો થાય છે. વ્યાપક અર્થ માં એ પુરુષ તેમજ સ્ત્રી ના લગ્ન માટે વપરાય છે. સાયણાચાર્ય ઐતરેય બ્રાહ્મણનું ભાષ્ય કરતી વખતે વિવાહ ‘ શબ્દને સમજાવતા લખે છે કે ‘તદિદં વિપર્યસેન સંબંધ વિવાહં !’વિવાહ સંસ્કાર થી સ્ત્રી – પુરુષ બંને લગ્નગ્રંથી થી એકબીજા સાથે જોડાય છે
વાનપ્રસ્થ સંસ્કાર:

વાન પ્રસ્થ એક આશ્રમ તરીકે ખુબ જાણી તૉહ છે, પણ ગૃહસ્થાશ્રમ ની સમાપ્તિ અને વાન પ્રસ્થ ની શરુઆત સૂચવતી વિધિ ને સંસ્કાર રુપે ગ્રહણ કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમી પોતા ના પરિવાર નું ભરણ-પોષણ કરતો, ધીરે ધીરે સંસાર ની મોહ-માયા, બંધન તથા ભોગો થી વિરક્ત થતો જાય છે. પચાસ વર્ષની ઉંમરે ઘરે સંતાનો ના પણ સંતાનો થઇ ગયા હોય છે. આ સમયે પરિવાર નું સમગ્ર ઉત્તર દાયિત્વ ધીરે ધીરે પુત્રો ને સોંપી નિવૃત્ત થવાનું હોય છે.
સન્યાસ સંસ્કાર:

મનુષ્ય જીવન મા ધર્મ, કામ,મોક્ષ અને અર્થ, એ ચાર પુરુષાર્થ સિદ્ધ કરવા ના હોય છે. પહેલા 3 આશ્રમ મા ધર્મ, અર્થ અને કામ ને અર્થે પુરુષાર્થ કર્યો હોય છે. હવે પછી ના બાકી રહેલા જીવનમાં કેવળ એક મોક્ષ અર્થે ઉપાયો કરવાના હોય છે. મોક્ષ પ્રાપ્તિ જ સન્યાસ સંસ્કાર લેવાનું મુખ્ય સાધન છે. મનુષ્યજીવનનો આ અંતિમ તબક્કો છે.
આ પણ વાંચો-
સફળ કેવી રીતે બનવું? ગુજરાતી માં સંપૂર્ણ માહિતી How To Be Successful In Gujarati
અંત્યેષ્ટી સંસ્કાર:

મરણ પછીની આ છેલ્લી ક્રિયાને ‘અંત્ય ઇષ્ટિ ‘(છેલ્લો યજ્ઞ) કહે છે. અંત્યેષ્ષ્ટ એ માનવજીવનનો અંતિમ સંસ્કાર છે. જે માનવના મૃત્યુ બાદ પરલોક માં ભાવી સુખ તથા કલ્યાણ માટે કરવામાં આવે છે. આ સંસ્કાર માં અગ્નિદાહ આપતાં કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવા માં આવતી હતી. જે આજે પણ કરવામાં આવેછે. વાસં ની
અથી ઉપર શબની સાથે શબ યાત્રા કાઢવામાં આવે છે. તેની સાથે સાગા-સબંધી જોડાય છે. સૌથી મોટો પુત્ર આગળ રહે છે. સ્મશાન માં પહોચ્યા બાદ ચિતા ને આગ લગાડવા માં આવે છે. શબ બળી રહ્યા બાદ સ્મશાનમાં ગયેલા લોકો પાણીમાં સ્નાન કરી ઘરે પાછા ફરે છે. અંત્યેષ્ષ્ટ માં શબની અંતિમ ક્રિયા વિવિધ જ્ઞાતિ સમહૂો માં સામાત્જક પરંપરા મુજબ અલગ અલગ રીતે કરવામાં આવેછે.
Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)
જો તમને આ પોસ્ટ ગમી હોય તોહ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તેમજ કઈ ભૂલચૂક હોય તોહ નીચે આપેલા કોમેન્ટ બોક્સ મા જરૂર લખજો.
આવીજ દરરોર કામ મા આવતી વસ્તુઓ નું કનોવલેજ અને બાકી સામાજિક લેખ તેમજ સમાચાર અપડેટ ,નવી નવી વાનગીઓ ની રેસિપી , ધાર્મિક વાતો ,ટેક્નોલોજી ની અપડેટ તેમજ તમારા સ્વાસ્થ્ય ને જોડતી વાતો માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat પર લાઈક/ફોલૉ કરીને અમારી સાથે જોડાઓ.