Saturday, June 3, 2023
HomeInspirational Blog | Gujarati Motivational Stories | LoveYouGujaratપ્રેમ શું છે ? What Is Love Definition What Is True Love...

પ્રેમ શું છે ? What Is Love Definition What Is True Love In Gujarati

Love definition, What is love?, Types of love, Love meaning, Love explained, True love definition, What is true love? Characteristics of true love, Signs of true love, How to recognize true love, Love vs. true love, Difference between love and true love In Gujarati

Rate this post

પ્રેમ શબ્દની વ્યાખ્યા (Definition of the word ‘love’ in Gujarati)

પ્રેમ શું છે What Is Love In Gujarati, સાચા પ્રેમ ની ખબર કેવી રીતે પડે, What is Love Means in Gujarati, કેવી રીતે ખબર પડે કે પ્રેમ થયો છે, પ્યાર માં શું થાય, પ્રેમ કેવી રીતે થાય, Prem kevi ritey thay આવા બહુ બધા સવાલ આજની યુવાપેઢી ના મન માં હોય છે અને તે હંમેશા એનો જવાબ શોધતા હોય છે

આજે આપણે જાણીશું કેWhat is love In Gujarati, પ્રેમનો અહેસાસ કેવી રીતે થાય (How to recognize true love), સાચો પ્રેમ કોને કહેવાય (True love definition). પ્રેમ ને ક્યારેય દર્શાવી નથી શકાતો કેમકે બધાને પ્રેમને જોવાનો અને મહેસૂસ કરવાનો અલગ-અલગ અંદાજ હોય છે.

પ્રેમ શું છે (What is love?) તે આજના યુવાનો પ્રેમને લઈને ખૂબ જ મૂંઝવણમાં રહેતા હોય છે તેમની સમજમાં નથી આવતું કે પ્રેમ શું છે (What is love?) શું તેમને પણ પ્રેમ થયો છે કોઈની સાથે ઘણા યુવાનો તો આકર્ષણ ને પ્રેમ સમજી ને બેસે છે અને ઘણીવાર કોઈ ખોટો ફેસલો લઈ લેતા હોય છે. ત્યાર પછી તેમને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આમ તો પ્રેમના અનેક રૂપ છે જેમ કે ભાઈ-બહેન નો પ્રેમ ,માતા-પિતા નો પ્રેમ ,દેશભક્તિ પ્રેમ ,મિત્રો નો પ્રેમ, ઘણા લોકોને તો પ્રકૃતિ નો પ્રેમ, જાનવરો ની સાથે પ્રેમ કરતા હોય છે. બધાને પ્રેમની ભાવનાઓ અલગ અલગ હોય છે પણ બધા નો મૂળ ઉદ્દેશ એક જ હોય છે સમર્પણની ભાવના.

પ્રેમ એક સુંદર અહેસાસ હોય છે એક એવી ફીલિંગ હોય છે જ્યારે આપણે કોઈને પ્રેમ કરવા લાગીએ છીએ ત્યારે આપણને તે વ્યક્તિ ખૂબ સારા લાગવા લાગે છે. પહેલો પ્રેમ વિશે એવું કહેવામાં આવે છે કે તેને ભૂલાવો સરળ નથી હોતો. કેમકે સૌથી પહેલા તે આપણા હૃદયમાં સારી લાગણી ઉત્પન્ન કરે છે.

આ પણ વાંચો: સુખી લગ્નજીવન/કેવો હોવો જોઈએ? પતિ-પત્નીનો સંબંધ, દરેક પતિ-પત્ની જરૂર થી વાંચો – Secret To A Long Happy Married Life

પ્રેમ કોને કહેવાય ? What Is Love definition in ગુજરાતી

પ્રેમ કોને કહેવાય What Is Love Definition In ગુજરાતી
પ્રેમ કોને કહેવાય What Is Love Definition In ગુજરાતી

પ્રેમ (What is true love?) એક એવો મજબૂત ખૂબસૂરત અહેસાસ છે કે જે દિલ અને આત્માની સાથે જોડાયેલો હોય છે. જે કેટલીક સારી ભાવના ઓ ના રૂપમાં હોય છે જેમકે ખુશી, દુઃખ, દર્દ ,પ્રેમ, ડર આ બધું એકસાથે મહેસૂસ થવા લાગે છે.

પ્રેમ એક નશો છે જેવી રીતે કોઈ નશો કરીએ છીએ તેની લત લાગી જાય છે તેવી જ રીતે પ્રેમમાં પણ એ વ્યક્તિ ની લત લાગી જાય છે તેનાથી છૂટકારો મેળવવો આસાન નથી, પ્રેમ વ્યક્તિ ને પાગલ બનાવી દે છે. પ્રેમ થયા બાદ તમે ફક્ત દિવસ અને રાત પોતાના પ્રેમીના વિચારમાં જ રહ્યા કરો છો અન્ય કોઈ વસ્તુ દેખાતી નથી.

પ્રેમ એટલે તેને પામવું નહીં પણ પ્રેમ એટલે તેને છોડી દેવું ,ત્યાગ કરવો જેને તમે પ્રેમ કરો છો તેને પામવાની કોશિશ જરૂર કરો પરંતુ પોતાના પ્રેમ ની ખુશી માટે તેનાથી દૂર રહેવું પડે તો પણ ખુશી ખુશી દૂર થઈ જાઓ.

પ્રેમ થતાની સાથે જિંદગી ખૂબ જ સારી અને દુનિયા ખૂબસૂરત લાગવા લાગે છે પ્રેમ આપણું જીવવાનું અને વિચારવાનું બદલી દે છે. પ્રેમ માં કઈ હાસિલ કરવા કરતા આપી દેવાનું મન વધારે કરે છે.

પ્રેમમાં જ્યાં એક બાજુ ખુશી ચરમસીમા સુધી પહોંચી જાય છે અને દુઃખ મળવા પર સાગર ની ગહેરાઈ મા લઈ જાય છે .પ્રેમમાં ખૂબ જ તાકાત હોય છે, જે દિવસે તમે તેનો ભાવાર્થ સમજી જશો તે દિવસે એક સાધારણ માણસ માં થી એક ખાસ માણસ બની જશો.

કેમ કે પ્રેમમાં એક એવી શક્તિ છે જે ને શબ્દો થી વર્ણવી ન શકાય, જે દિવસે તમને સાચો પ્રેમ થશે તે દિવસે જ તે શક્તિનો અહેસાસ મહેસૂસ કરી શકશો.

જો તમને એવું લાગે કે પ્રેમ માં કોઈ શક્તિ નથી, પરંતુ પ્રેમ માં એટલી શક્તિ છે કે અસંભવ વસ્તુને ભી સંભવ કરી શકે છે જેની તમે કલ્પના પણ ના કરી શકો પરંતુ આ પ્રેમનો અહેસાસ બધા યુવાનો ને નથી થર્તો.

આ પણ વાંચો: Love Marriage Mate Parents Ne Kevi Rite Manavva, Jano Sacho Marg Shu Che

સાચો પ્રેમ શું છે (What Is True Love in Gujarati)

સાચો પ્રેમ એને કહેવાય (True love definition) કે જેમાં મેળવવા કરતા સમર્પણ ની ભાવના વધારે હોય, સામેવાળા ના પ્રેમની અપેક્ષા રાખ્યા વગર આપણા પ્રેમ ની ખુશી માટે પોતાને કુરબાન કરી દેવું.સાચા પ્રેમમાં ક્યારે પાગલપણ નથી હોતું. પરંતુ સાચા પ્રેમમાં તો પરમ-આનંદ ની અનુભૂતિ હોય છે .જે પોતાના પ્રેમને હંમેશા હસતા અને ખુશ જોવા માંગે છે.

સાચા પ્રેમમાં અંતર(ફિજિકલ ડિસ્ટન્સ) કોઈ અર્થ નથી રાખતું આવા સમયે તમારો પ્રેમ અંતર(ફિજિકલ ડિસ્ટન્સ) કે દુઃખની ઘડીએ મજબૂતીની સાથે તમારી સાથે ઉભો રહેશે.સાચો પ્રેમ એ છે કે પોતાના પ્રેમને દુઃખ કે તકલીફ થવા પર તેનું દર્દ પોતાને મહેસૂસ થાય અને તેની આંખોમાં પણ આંસુ આવી જાય.અને સાચો પ્રેમ એ છે કે તમારી આજુબાજુ ખૂબસૂરત લોકો હોવા છતાં પણ બસ તમને પોતાનો પ્રેમ જ સૌથી સારો અને ખૂબસૂરત લાગવા લાગે.

પ્રેમ નો એ માસૂમ ચહેરો જે તમારી નજરની સામે વારંવાર આવે છે. જો આપણે કંઈ ખોટું કામ કરીએ તો એ ચહેરો આવી ને આપણને રોકી દે છે તે જ પ્રેમ છે, જો તમે પણ તમારા પ્રેમ માટે આવું મહેસુસ કરતા હોવ તો તમારો પ્રેમ સાચો છે.

પ્રેમ કેટલા પ્રકાર ના હોય છે (Types of love)

  • રોમેન્ટિક પ્રેમ (Romantic love): પ્રેમનો સૌથી સામાન્ય પ્રકાર, જે ઉત્કટ, આત્મીયતા અને પ્રતિબદ્ધતા દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • કૌટુંબિક પ્રેમ (Familial love): કુટુંબના સભ્યો વચ્ચે વહેંચાયેલો પ્રેમ, જેમ કે માતાપિતા, ભાઈ-બહેન અને દાદા દાદી.
  • પ્લેટોનિક પ્રેમ (Platonic love): મિત્રો વચ્ચેનો બિન-જાતીય પ્રેમ, જે સ્નેહ, સંભાળ અને સમર્થન દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • સ્વ-પ્રેમ (Self-love): પોતાની જાત માટેનો પ્રેમ, સ્વ-સ્વીકૃતિ, સ્વ-સંભાળ અને સ્વ-સન્માન દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • અપર્યાપ્ત પ્રેમ (Unrequited love): જ્યારે એક વ્યક્તિ બીજાને પ્રેમ કરે છે જે તે લાગણીઓનો બદલો આપતો નથી.
  • બાધ્યતા પ્રેમ (Obsessive love): એક પ્રકારનો પ્રેમ જે તીવ્ર અને જબરજસ્ત લાગણીઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે ઘણીવાર બિનઆરોગ્યપ્રદ અથવા હાનિકારક હોય છે.
  • આધ્યાત્મિક પ્રેમ (Spiritual love): એક પ્રેમ જે શારીરિક આકર્ષણને પાર કરે છે અને વહેંચાયેલ મૂલ્યો, માન્યતાઓ અથવા અનુભવો પર આધારિત છે.
  • સાથીદાર પ્રેમ (Companionate love): એક પ્રેમ કે જે બે લોકો વચ્ચે વિકાસ પામે છે જેઓ લાંબા સમયથી સાથે છે, આરામ, પરિચય અને ઊંડો સ્નેહ દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • બચપણ પ્રેમ (Puppy love): એક પ્રકારનો પ્રેમ જે ઘણીવાર કિશોરાવસ્થા દરમિયાન થાય છે, જે મોહ અને આદર્શીકરણ દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • બિનશરતી પ્રેમ (Unconditional love): એક પ્રેમ જે કોઈ ચોક્કસ પરિસ્થિતિઓ અથવા સંજોગો પર આધારિત નથી, પરંતુ ફક્ત પ્રેમ માટે જ અસ્તિત્વમાં છે.

આ પણ વાંચો: આ 10 ગુણો સારા જીવનસાથીમાં હોવા જોઈએ, શું તમારા જીવનસાથીમાં આ વસ્તુઓ છે?

કેવી રીતે ખબર પડે કે મને પ્રેમ થઈ ગયો છે – How to recognize true love

કેવી રીતે ખબર પડે કે મને પ્રેમ થઈ ગયો છે
કેવી રીતે ખબર પડે કે મને પ્રેમ થઈ ગયો છે
  • પ્રેમ શું છે (Love meaning), જ્યારે તમને પ્રેમ થશે ત્યારે તમને બધી જ વસ્તુઓ સુંદર લાગવા લાગશે દુનિયા પણ તમને સારી લાગવા લાગશે તમે તમારી દુનિયા માં ખોવાયેલા રહેશો તમારો બધો જ સમય તમારા પ્રેમને યાદ કરવામાં જ લાગેલો રહેશે.
  • પ્રેમ શું છે,એક દિવસ પણ તમે તમારા પ્રેમને ના જોવો (Love explained) તો આંખો બસ તેની જ રાહ જોશે . તમારો આખો દિવસ તેના રાહ જોવામાં રહેશે. કે તે ક્યારે દેખાશે. તમે સ્કૂલમાં હસો તો બારી એ, દરવાજા માં થી, એનો આવવાનો ઇન્તજાર કરશો કે તે ક્યારે આવશે. અને કોલેજમાં હસો તો તેને બાઇક સ્કૂટી જોશો તો તે આવ્યા છે કે આવી છે તેના ઉપર નજર હશે.
  • આજકાલ તો સોશિયલ મીડિયામાં તમે તેના ફ્રેન્ડ હસો તો તમારી નજર તેના ઉપર જ રહેશે તે ક્યારે ઓનલાઇન આવશે.અને વારંવાર તેનું લાસ્ટ સીન ચેક કરશો તે જ પ્રેમ છે.
  • પ્રેમ મા એવું પણ હોય છે જ્યારે એ તમારા સામે આવે છે, ત્યારે તમારા દિલ ની ધડકન તેજ થઇ જાય છે અને બીજી બાજુ એટલી ખુશી હોય છે કે ગભરાટ થવા લાગે છે અને તે ધીરે-ધીરે ખુશીમાં બદલાઈ જાય છે.
  • પ્રેમ (Signs of true love) થતા ની સાથે જ રોમેન્ટિક સોંગ અને રોમેન્ટિક ફિલ્મ જોવાનું દિલ કરે છે સોંગ અને ફિલ્મના માધ્યમથી પોતાના પ્રેમને મહેસુસ કરવાથી એક સુકુન મળે છે.
  • જે દિવસે તમને પ્રેમ થશે તે દિવસ થી તમે શાયરી લખવાનું શરૂ કરી દેશો કેમ કે પ્રેમ માણસને શાયર જરૂર બનાવી દે છે. એક કહેવત છે ને “પ્રેમમાં જેને શાયરી નથી કરી સમજો તેને પ્રેમ કર્યો જ નથી”.
  • પ્રેમમાં ડૂબેલા યુવક-યુવતીઓ પોતાનાથી વધારે પોતાના પ્રેમ ને સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરવું અને તેની ફોટો આખો દિવસ જોવી એની આદત બની જાય છે.
  • પ્રેમમાં માણસ બધી વાતો ભુલવા લાગે છે તેનું દિમાગ વધારે પડતું તેના પ્રેમના વિશે વિચારતું રહે છે. આવા સમયે તે મોબાઈલ માં સૌથી વધારે સમય વિતાવવો પસંદ કરે છે કે એનો મેસેજ કે કોલ આવ્યો તો નથી ને અને તેના ફોટો પણ લાઈક કોમેન્ટ તો નથી કરીને.
  • પ્રેમમાં તે હંમેશા પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે હોય ત્યારે જેની સાથે પ્રેમ હોય તેની જ વાતો કરે છે તેના વિશે જ પૂછતા હોય છે અને તેનાથી જોડેલી વાતો સાંભળવામાં જ મજા આવે છે.
  • જ્યારે પ્રેમ થાય ત્યારે તે પહેલાં કરતા વધારે સુંદર દેખાવા માટે પ્રયત્ન કરવા લાગે છે જેનાથી તે સુંદર દેખાઈ શકે અને તેને મળવાની અને વાત કરવાની પૂરી કોશિશ કરે છે.
  • પ્રેમમાં એ પણ જોવા મળ્યું છે કે છોકરો કે છોકરી ઇન્ટરનેટ પર પ્રેમથી જોડેલી ઘણી વાતો સર્ચ કરે છે પ્રેમના વિશે વધારે થી વધારે જાણવાની કોશિશ કરે છે જેમ કે અત્યારે તમે કરી રહ્યા છો

આ પણ વાંચો: લગ્નજીવન: લગ્ન કરતા પહેલા દંપતીએ યોગ્ય આયોજન કરવું જોઈએ, નહિ તો બગડી શકે છે…

નિષ્કર્ષ(Conclusion) પ્રેમ શું છે

પ્રેમની ભાવનાઓ તરત ખબર નથી પડતી એમાં ઘણો સમય લાગી જાય છે એટલે તમારે પ્રેમ અને આકર્ષણ ને સારી રીતે સમજવું જોઈએ કોઈ પણ ફેંસલો ઉતાવળમાં ન લેવું જોઈએ.આજકાલ ટીનેજર્સ આ ભૂલ કરે છે કે નાની ઉંમરમાં આકર્ષણ ને પ્રેમ સમજી બેસતા હોય છે. તમે આવી ભૂલ ન કરો પરંતુ પોતાને પૂરો સમય આપો એ જાણવા માટે કે તમને પ્રેમ થયો છે કે આકર્ષણ છે.

અમે ટીમ Love You Gujarat આશા કરીએ છીએ કે તમે બધા ને અમારી પોસ્ટ પ્રેમ શું છે ? What Is Love definition, What Is True Love In Gujarati, સારી લાગી હશે , તમને આ પોસ્ટ પ્રેમ શું છે કેવી લાગી એ તમે અમારા ફેસબુક પેજ Love You Gujarat પર કોમેન્ટ કે મેસેજ કરી શકો છો.
તમારા મન માં કોઈ પણ પ્રકાર નો સવાલ હોય તોહ તમે અમને ફેસબુક પેજ પર જોડાઈ સવાલ કરી શકો છો.

જો તમને આ પોસ્ટ Love definition, What is love?, Types of love, Love meaning, Love explained, True love definition, What is true love? Characteristics of true love, Signs of true love, How to recognize true love, Love vs. true love, Difference between love and true love In Gujarati ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા………

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

Here are the best life-changing inspirational blogs about life, Inspiration, and positive thinking. Trending Blogs In India – Indian Trending Best – inspirational Blogs, Digital Marketing Blogs, Financial Blogs Read Here For More Inspirational Blogs

અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ

Facebook | Instagram | Twitter

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Team Love You Gujarat
Team Love You Gujarathttps://loveyougujarat.com/
The LoveYouGujarat.com team comprises a group of dedicated professionals with a passion for inspiring people and making a positive impact in their lives. They are experts in various domains, including love, life, relationships, digital marketing, travel, insurance, and finance. With a deep understanding of human emotions and behaviors, the team offers valuable insights and advice on building strong and healthy relationships, managing finances, and making smart investments. They are also passionate travelers and specialize in creating effective online campaigns to help businesses increase their online presence.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments