Friday, January 27, 2023
Homeધાર્મિકશું તમે જાણો છો ? મહાકાળી માઁ ની વિશેષતા તેમજ તેમના પ્રસિદ્ધ...

શું તમે જાણો છો ? મહાકાળી માઁ ની વિશેષતા તેમજ તેમના પ્રસિદ્ધ મંદિરો ક્યાં ક્યાં આવેલા છે ?

મહાકાળી માઁ ભગવાન શિવની પત્ની છે.  ભગવાન શિવની  ત્રીજી આંખો ખોલવા થી એક શક્તિ બહાર આવી હતી તેને જોઈને ત્યાં ઉભેલા બધા દેવી-દેવતાઓ ડરી ગયા હતા. આ  શક્તિ એ એક વિશાળ અને રુદ્ર રૂપ ધારણ કર્યું હતું. જેનો રંગ કાળો  અને જીભ લોહી જેવી લાલ હતી ચહેરા પર આગ જેવું તેજ હતું માથા ઉપર ત્રીજી આંખ હતી.

હિન્દુ ધર્મમાં મહાકાળી નું પ્રથમ સ્થાન છે. કાળી નો અર્થ છે સમય અને કાળ એવું માનવામાં આવે છે કે મહાકાળી ની ઉત્પતિ કાળ અને સમયને નાશ કરવા માટે થઇ હતી. કાળ અને સમયથી  કોઈ બચી શકતું નથી. મહાકાળી એ મા દુર્ગાનું વિકરાળ રૂપ છે આ વાત બધા જાણે છે કે દુષ્ટોનો સંહાર કરવા માટે માતાએ મહાકાળીનું રૂપ લીધું હતું. આ રૂપ ધારણ કરવા પાછળ ઘણી બધી કથાઓ પ્રચલિત છે. 

મહાકાળી માઁ એ ભગવાન શિવની પત્ની છે દરેક જન્મમાં તેમના અનેક નામ છે. દેવી પાર્વતીએ પાપીઓનો વિનાશ કરવા માટે એક ભયાનક રૂ લીધું હતું તેનું નામ મહાકાલી. મહાકાળી  નો રંગ કાળો છે અને જોવા મા એકદમ ભયાનક લાગે છે .મહાકાળીના એક હાથમાં  કટાર અને  બીજા હાથમાં ખપ્પર  અને ગળામાં  ખોપડી ઓની ની માળા પહેરી છે. મહાકાલી નું નિવાસસ્થાન સ્મશાન છે. 

ભગવાન શિવ તેમના જીવનસાથી છે બંગાળ અને આસામમાં તેની વિશેષ પૂજા થાય છે. માતાનું આ રૂપ એકદમ ભયાનક છે તેની અંદર કોઈ દયાભાવ નથી તે પોતાના શત્રુઓનો નાશ કરે છે. 

શું તમે જાણો છો ? મેલડી માતા પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા ? જાણવા માટે ક્લીક કરો

મહાકાળી માઁ ની એક કથા

મહાકાળી માઁ ની એક કથા
મહાકાળી માઁ ની એક કથા

એકવાર દારૂક નામના પાપી રાક્ષસે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને તેમના પાસેથી વરદાન માગ્યું. એ વરદાનથી દારૂક ઘણો બલવાન થઈ ગયો.બ્રહ્માજીના આપેલા વરદાનથી  દારૂક બધા દેવતાઓ અને બ્રાહ્મણોને પરેશાન કરવા લાગ્યો. ધાર્મિક વિધિઓ બંધ કરી દીધી હવન ,યજ્ઞ,અનુષ્ઠાન બધું જ બંધ કરાવી દીધું અને સ્વર્ગમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. બધા દેવી-દેવતાઓ સાયતા માટે બ્રહ્મા અને વિષ્ણુ પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ રાક્ષસને ફક્ત  એક સ્ત્રી દ્વારા તેનો વધ કરવામાં આવશે. બધા જ દેવી-દેવતાઓ  દારૂ ક ની સાથે યુદ્ધ કરવા માટે ગયા હતા. પરંતુ બધા જ  દેવતા તેની સામે હારી ગયા હતા.  તે રાક્ષસ ખૂબ જ શક્તિશાળી હતો. 

બ્રહ્મા વિષ્ણુ સહિત ના બધા દેવો ભગવાન શિવના કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં જઈને આ રાક્ષસ વિશે કહ્યું  કે તમે જે કોઈ ઉપાય બતાવો.  ભગવાન શિવે માતા પાર્વતી તરફ જોયું અને કહ્યું કલ્યાણી તમારી જ વિશ્વના  લાભ માટે દારૂનો નષ્ટ કરવાની પ્રાર્થના કરું છું. આ સાંભળીને માતા પાર્વતી હસવા લાગ્યા અને ભગવાન શિવના શરીરમાં પ્રવેશ કર્યો, માતા પાર્વતીનો ભાગ શિવ  ના શરીર માં પ્રવેશ કર્યો. ભગવાન શિવના ગળામાં રહેલા  જેર હું તેનો આકાર લેવાનું શરૂ થયું ગળામાં રહેલા  ઝેર ના  લીધે એ કાળા રંગનું  બનવા લાગ્યું.

ભગવાન શિવે પોતાની  ત્રીજી આંખ ખોલી અને ભયંકર અને   વિકરાળ મહાકાળી નો જન્મ થયો. એમનું શરીર કાળા રંગ બની ગયું માથા ઉપર ત્રીજી આંખ  અને ચંદ્રની  રેખા હતી હાથમાં ત્રિશૂળ અને વિવિધ પ્રકારના કપડાં અને ઘરેણાં થી શણગારેલી હતી. મહાકાળી ના રૂપ જોઈને બધા દેવી-દેવતાઓ ડરી ગયા.

માતા પાર્વતી ના રૂપ
માતા પાર્વતી ના રૂપ

મહાકાળી માઁ ના આ રૂપને જોઈને બધા જ દેવી-દેવતાઓ થરથર કાંપવા લાગ્યા અને ત્યાંથી ભાગવા લાગ્યા. મહાકાળી અને દારૂ  વચ્ચે યુદ્ધ ચાલુ થયું. અને દારૂ  vadh મહાકાળી માતા એ કર્યું. મહાકાળી ના આ ભયાનક રૂપથી ચારે બાજુ આખું વિશ્વ સળગવા  લાગ્યું.તેમનો  ક્રોધ એટલો બધો હતો કે તેમને કોઈ ભી   શાંત કરાવી શકે એમ નહોતું. ભગવાન શિવ ના સિવાય તેમને કોઈ ભી શાંત કરી શકે તેમ નહોતું. 

મહાકાળી માઁ ના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવે એક બાળકનું રૂપ ધારણ કર્યું ભગવાન શિવ પાસે  સમશાન પાસે પહોંચ્યા. ત્યાં સૂતી વખતે રડવાનું શરૂ કર્યું. નાના બાળકને રોતા જોઈને મહાકાલી તેની પાસે ગયા. આ બાળકને જોઈને માતા મહાકાલી નો ક્રોધ શાંત થઈ  ગયો . એમના હૃદયમાં માતૃત્વની ભાવના જાગૃત થઈ. તેમણે નાના બાળકને ઉઠાવી લીધું અને પોતાના સ્તનો થી દૂધ પીવડાવવા લાગ્યા શિવજીએ આ દૂધ પી ને બધુ ક્રોધ  પી લીધો .આ રીતે મહાકાળીનો prachand અને ભયાનક ક્રોધ શાંત થયો. ત્યારબાદ માતા મહાકાલી બેહોશ થઈ ગયા.  મહાકાળીને હોશમાં લાવવા માટે ભગવાન શિવે શિવ તાંડવ શરૂ કરી ત્યારે માતા એ  નૃત્ય કરતા જોયા. અને માતા ફરીથી પાર્વતીના રૂપમાં આવી ગયા.

શક્તિપીઠ પાવાગઢ/મહાકાળી માતા કેવી રીતે બિરાજમાન થયા? જાણો સંપૂર્ણ માહિતી જાણવા માટે ક્લીક કરો

ભગવાન શિવનું આ નૃત્ય જોઈને માતા ભી નૃત્ય કરવા લાગ્યા .જેના કારણે તેમને યોગીની પણ કહેવામાં આવે છે મહાકાળી મહિસાસુર,  રક ત બીજ, શુંભ નિશુંભ, ચંડ મુંડ જીવા રાક્ષસોને મહાકાળી એ વધ કર્યો હતો. મહાકાળી માં દસ મહાવિદ્યાઓમાં ના એક છે. 

મહાકાળી માઁ માતાની ખાસ વાતો

મહાકાળીમાતાનું શસ્ત્ર; તલવાર અને ત્રિશુલ

 મહાકાળી માનો વાર; શુક્રવાર

 મહાકાળી માનો દિવસ:  અમાવસ્યા

 મહાકાળી માનો ગ્રંથ:  કાલિકા પુરાણ

 મહાકાળી માતા નો મંત્ર: ઓમ એમ થ્રી કલીમ પરમેશ્વરી આવી કે સ્વાહા 

 મહાકાળી માતાના  ૪ સ્વરૂપો : દક્ષિણા કાલી, માતા કાલી, સ્મશાન કાલી, મહાકાલી 

મહાકાળી દ્વારા માર્યા ગયા રાક્ષસ: ચંડ મુંડ, રક્તબીજ, મહિસાસુર, શુમ્ભ-નિશુભ

મહાકાળી માઁ ના પ્રસિદ્ધ મંદિરો

મહાકાળી માઁ ના પ્રસિદ્ધ મંદિરો
મહાકાળી માઁ ના પ્રસિદ્ધ મંદિરો

મહાકાળી માઁ ના આમતો બહુ બધા મંદિર છે પણ મુખ્ય મંદિર એવા ખાસ 3 છે ચાલો જાણીયે માતા ના પ્રચલિત મંદિરો વિશે

કોલકાતામાં કાલી મંદિર

આ મંદિર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. તે વિવેકાનંદ ની પાસે બનેલું છે આ જગ્યાને કાલીઘાટ કહેવામાં આવે છે. આ મંદિર બાવન શક્તિપીઠો માંથી એક મંદિર છે અન્ય માતા સતી ની જમણા પગની ચાર આંગળીઓ પડી હતી. આજે આ મંદિર મહાકાળી ના ભક્તો નું સૌથી મોટું મંદિર છે માતાજીની પ્રતિમા માં એમની જીભ સોનાની છે અહીંયા માતાજીનું પ્રચંડ રૂપ ની  મૂર્તિ સ્થાપિત છે આ મૂર્તિમાં મહાકાળી માં ભગવાન શિવના છાતી પર પગ રાખેલો છે એમના ગળામાં ખોપરીની માળા છે તેમના હાથમાં કુલાડી અને  ઘણી ખોપરીઓ છે. એમની કમરમાં ભી  થોડીક   ખોપરીઓ બાંધેલ છે. એમની જીભ બહાર નીકળી છે અને એમની જીભ ઉપર થી લોહી ટપકે છે.

કોલકાતામાં કાલી મંદિર નું અંતર તેમજ પહોંચવામાં લાગતો સમય માટે નીચે આપેલા ગુગલ મેપ ની મદદ લો

ગઢ કાલિકા મંદિર,ઉજ્જૈન

ઉજ્જૈનના કાલીઘાટ ઉપર આવેલા કાલી માતા ના પ્રાચીન મંદિરને ગઢ કાલિકા માતા ના નામથી ઓળખાય છે, તાંત્રિકોની દેવી માતા કાલિકા ની આ પ્રાચીન મંદિર  ના વિષયમાં કોઇ જાણતું નથી તો પણ કહેવાય છે કે મહાભારતકાળમાં આ મંદિરની સ્થાપના થઇ હતી પરંતુ માતાની મૂર્તિ સતયુગ kad  નીચ છે ત્યાર પછી આ મંદીરનો જીર્ણોધાર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કર્યો હોવાનો ઉલ્લેખ મળે છે. આમ તો ગઢ કાલિકા મંદિર શક્તિપીઠ માં સામેલ નથી પરંતુ ઉજ્જૈનમાં આવેલ હરસિધ્ધિ માતા ના શક્તિપીઠ ના કારણે આ મંદિરનું મહત્વ બહુ વધી જાય છે

પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવ પર્વત ઉપર માતા શક્તિ નાહોઠ નો ભાગ પડ્યો હતો,અહીંયા માતાના બહુ બધા ભક્તો દર્શન માટે  દૂર દૂરથી આવે છે

ગઢ કાલિકા મંદિર,ઉજ્જૈન નું અંતર તેમજ પહોંચવામાં લાગતો સમય માટે નીચે આપેલા ગુગલ મેપ ની મદદ લો

પાવાગઢ શક્તિપીઠ,ગુજરાત

પાવાગઢ ગુજરાતમાં આવેલા વડોદરા ડિસ્ટ્રિક્ટ થી સો કિલોમીટર એક પાવાગઢ પર્વત આવેલો છે તેના  શિખર પર માતા મહાકાલી બિરાજમાન છે આ મંદિર 52 શક્તિપીઠ માંનું એક છે અહીંયા માતા ના જમણા પગની આંગળીઓ પડી હતી

પાવાગઢમાં માતા મહાકાળી સ્વરૂપે  બેસેલા છે મંદિર ની અંદર ગર્ભગૃહમાં માતા મહાકાલી ની અડધી પ્રતિમા છે અહીંયા કહેવાય છે કે માતા મહાકાળી ની આંખોનું ખૂબ પ્રતિભા છે માતાની મૂર્તિની સાથે મા લક્ષ્મી તેમજ બહુચર માતા બિરાજમાન છે  અહીંયા નવરાત્રી દરમિયાન બહુ જ ભક્તોની ભીડ ઉમટે છે પાવાગઢમાં માતાના દર્શન કરવા માટે લાખો ભક્તો દૂરદૂરથી આવે છે

પાવાગઢ શક્તિપીઠ,ગુજરાત નું અંતર તેમજ પહોંચવામાં લાગતો સમય માટે નીચે આપેલા ગુગલ મેપ ની મદદ લો

મહાકાળી માઁ ના પૂજા  માં ધ્યાન રાખવા વાળી વાતો

માતાજીની પૂજા કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે ખાસ વાતનું ધ્યાન એ દેવાનું કે જ્યારે તમે માતાના મંદિરે જાઓ અને માતા આગળ કઈ રીતે માગો ત્યારે તમે  માતાને વળતર રૂપે કંઇક ને કંઇક કહેતા હો છો જ્યારે તમારી મનોકામના પૂરી થઈ જાય છે ત્યારે તમે તે વળતર ભૂલી જાઓ છો, માતા મહાકાળી રૂપમાં બહુ ડરાવની છે પણ માતા મહાકાળી જગત જનની અને સૌના દુઃખ દૂર કરવાવાળી છે એટલે માતા તમને પ્રેમથી આપી શકે છે અને સાથે સજા પણ આપે છે 

માતા મહાકાળીની પૂજા કરવાથી તમારા બધા ભય દૂર થાય છે ધન-વૈભવ સંપદા વધે છે પારિવારિક અને માનસિક શાંતિ મળે છે તાંત્રિક ક્રિયા માં સફળતા અને સિદ્ધિ મળે છે

 માતા મહાકાળી ની પૂજા તાંત્રિકો અને સંન્યાસીઓ પણ કરે છે માતાની પૂજા દર શુક્રવારે એક સ્વચ્છ આસન પર બેસીને કરવી જોઈએ

મહાકાળી માઁ નો સ્લોક

ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै…
क्रीं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं स्वाहा..
नमः ऐं क्रीं क्रीं कालिकायै स्वाहा…
ऐं नमः क्रीं क्रीं कालिकायै स्वाहा…

Image source: Google

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

આવી જ માતાજી વિષે જાણકારી અને કથા માટે તેમજ અવનવી વાતો , રસોઈ ની રેસિપી,સમાચાર, તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ  Love You Gujarat લાઈક/ફોલૉ કરીને અમારી સાથે જોડાઓ.

જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments