સેન્ડવિચ એક ફટાફટ બની જાય તેવો સરળ નાસ્તો છે , આપણે ત્યાં દરરોજ સાંજ પડે ત્યારે એકજ વાત હોય શુ બનાવું ? આ પ્રર્શ્ન નો એક નાનકડો જવાબ અહીંયા અમે લઈને આવ્યા છીએ તોહ જાણો 5 પ્રકાર ની સેન્ડવિચ એ ભી 5 મીનટ માં તૈયાર
વેજીટેબલ સેન્ડવીચ:
બે વ્યક્તિ માટે – સમય પાંચ મિનિટ
સામગ્રી
એક કેપ્સિકમ
બે ચમચી ઝીણી સમારેલી કોબી
બે ચમચી ઝીણી સમારેલી ડુંગળી
૨ ચમચી ઝીણું સમારેલું ગાજર
2 ચમચી લાલ કેપ્સીકમ
બે ચમચી બાફેલા મકાઈના દાણા
બે ચમચી કોથમીર ફુદીના ઝીણા કાપેલા
ચાર નંગ બ્રેડ
એક ચમચી કાળા મરી પાવડર
ચીઝ
મીઠું સ્વાદ પ્રમાણે

બનાવા ની રીત
વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટે ઉપર આપેલા બધા શાકભાજીને ઝીણા કાપી લઈશું. અને તેમાં મીઠું કાળા મરી પાવડર નાખીને મિક્સ કરશો. તેના પછી ચીઝ છીણીને નાખો, હવે આ બધી સામગ્રીને બરાબર હલાવી દો.
ત્યારબાદ આપણે બે બ્રેડ લઈશું તેના ઉપર તૈયાર કરેલો મસાલો લગાવીશું અને બીજી બ્રેડ ઉપર મુકીને ઢાંકી દો.
ત્યારબાદ સેન્ડવિચને ઉપર થોડું તેલ કે બટર લગાવીને શેકી દો.
આપણી વેજીટેબલ સેન્ડવીચ તૈયાર છે ચટણી સાથે સર્વ કરો. આ સેન્ડવીચ ખૂબ જ જલ્દી બની જાય છે.
વેજીટેબલ ચીઝ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ
સામગ્રી
એક પેકેટ બ્રેડ
1 ડુંગળી ઝીણી કાપેલી
1 સિમલા મિર્ચ ઝીણું કાપેલું
1 ટમાટર ઝીણું કાપેલું
1 નાની કાકડી ઝીણી કાપેલી
1 લાલ સિમલા મિર્ચ
1 ગાજર ઝીણું કાપેલું
૩ ચમચી બટર
૩ ચમચી મોઝરેલા ચીઝ
ચીઝ ક્યુબ
ચીઝ સ્લાઈસ
માયોનીઝ
કાળા મરી પાવડર
ચાટ મસાલો
ઓરેગાનો
ચીલી ફ્લેક્સ
મીઠું સ્વાદાનુસાર

બનાવા ની રીત
સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કડાઈમાં બે ચમચી બટર લો. તેમાં ચીલી ફ્લેક્સ નાખી એક મિનિટ હલાવો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો થોડી વારે હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું સિમલા મિર્ચ ગાજર નાખી હલાવો. ત્યારબાદ માટે કાકડી નાખી થોડી વાર ચઢવા દેવું. ધીમા ગેસ પર થોડી વારે હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં ઓરેગાનો, મીઠું, કાળા મરી પાવડર, ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દેવો. પછી તેમાં મોઝરેલા ચીઝ , માયોનીઝ નાખીને ઠંડુ પાડવા માટે મૂકી દેવું.
સેન્ડવીચ બનાવવા માટે હવે આપણે 2 બ્રેડ લેશું. બ્રેડ પર થોડું બટર લગાવો. ત્યારબાદ બ્રેડ પર માયોનીઝ લગાવો. ત્યારબાદ ઉપર તૈયાર કરેલા મિશ્રણને તેના ઉપર લગાવો પછી તેના પર ચીઝની સ્લાઈસ મુકો પાછો થોડો મસાલો તેના પર મૂકો. ત્યારબાદ બ્રેડ મૂકો. ત્યારબાદ સેન્ડવિચને ગ્રીલ કરવા માટે મૂકો. સેન્ડવીચ ગ્રીલ થઇ જાય પછી તેને કટ કરીને ઉપરથી ચીઝ નાખવી તૈયાર છે આપણી બે ચીજ બાયો ની સેન્ડવીચ
કેચપ કે ચટણી સાથે સર્વ કરો’
બાળકોના ટિફિન બોક્સમાં આપવામાં આવતી વેજ ક્યુબ સેન્ડવીચ
સામગ્રી
સામગ્રી
બટર
બ્રેડ
ટમાટર રાઉન્ડ શેપમાં કાપેલા
કાકડી રાઉન્ડ શેપમાં કાપેલી
ડુંગળી રાઉન્ડ શેપમાં કાપેલી
બાફેલા બટાકા
ચાટ મસાલો
કાળા મરી પાવડર
ચીઝની સ્લાઈસ
મીઠું સ્વાદાનુસાર

બનાવા ની રીત
સૌપ્રથમ 2 બ્રેડ લો. તેની ચારે બાજુની સાઈડ કાપી લો. બ્રેડ પર બટર લગાવો. ત્યારબાદ તેના પર કાકડી, ડુંગળી ,ટમાટર ની રાખો. પછી તેના પર મીઠું ચાટ મસાલો કાળા મરી પાવડર નાખો ત્યારબાદ બીજી બ્રેડ તેના ઉપર મૂકો. બીજી બ્રેડ પર લીલી ચટણી લગાવો પછી તેના પર બાફેલા બટાકા રાઉન્ડ શેપ માં કાપીને લગાવો.
તેના પર કાકડી લગાવો ફરીથી ચાટ મસાલો નાખો થોડું મીઠું નાખો. ચીઝ સ્લાઇઝ મૂકો. પછી તેને વચ્ચેથી કાપી નાખો. ટૂથપીક ને વચ્ચે લગાવી દો મસાલો બહાર નીકળી ના જાય. તૈયાર છે વેજીટેબલ સેન્ડવીચ બાળકોને ટિફિન બોક્સમાં આપવામાં ખૂબ જ જલ્દી બની જાય છે
બોમ્બે ગ્રીલ સેન્ડવીચ રેસિપી
સામગ્રી
2 લીલા મરચાં
બટાકા બાફેલા
એક કાકડી
૧ નાની ડુંગળી
બ્રેડ
એક કપ કોથમીર ફુદીના ના પાન
એક ચમચી ચાટ મસાલો
2 ચમચી બટર
ચીઝ ક્યુબ
મીઠું સ્વાદાનુસાર

ચટણી બનાવવાની રીત
સૌપ્રથમ કોથળી ફુદીનાના પાનને ધોઈને કાપી લો. પછી તેને મિક્સરમાં લીલા મરચાં, મીઠું, કોથમીર, ફુદીના નાખીને પેસ્ટ તૈયાર કરી લો
બનાવા ની રીત
બે બ્રેડ લો તેના પર સારી રીતે બટર લગાવી લો. ત્યારબાદ તેના પર ચટણી લગાવો .તેના પર બટાકાના ટુકડા, કાકડી, ટમાટર, ડુંગળીના ટુકડા બ્રેડ પર મૂકો. ત્યાર પછી તેના પર ચાટ મસાલો અને મીઠું નાખો. ચીઝ ની સ્લાઈસ તેની અંદર ઉમેરો. બીજી બ્રેડ લઇ તેને ઢાંકી દો.
હવે બ્રેડને ગ્રીલ કરવા માટે થોડી વાર મૂકી દો. ત્યારબાદ સેન્ડવીચ ને વચ્ચેથી કાપીને ઉપરથી ચીઝ છીણીને નાખો ગરમાગરમ બોમ્બે ગ્રીલ સેન્ડવીચ તૈયાર છે.
બટાકા ની સેન્ડવીચ
સામગ્રી
એક પેકેટ બ્રેડ
એક વાટકી લીલા વટાણા
૭થી ૮ નંગ બટાકા
2 ડુંગળી
1 ટામેટું
લીલા મરચાં
આદુ ખમણેલું
લીંબુનો રસ
મીઠું
એક ચમચી હળદર
એક ચમચી ધાણાજીરું પાવડર
ચાર ચમચી લાલ મરચું પાવડર
ગરમ મસાલો
તેલ
કોથમીર ઝીણી સમારેલી

બનાવા ની રીત
સૌપ્રથમ કુકરમાં બટાકા અને વટાણા ને બાફી દો. ત્યારબાદ બટાકા ને ક્રશ કરી લો.
કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરું આદુની પેસ્ટ મરચા કાપી નાખો . પછી ડુંગળીને ઝીણી સમારીને તેમાં નાખો. ડુંગળી બ્રાઉન કલર થાય ત્યારબાદ 1 ટામેટું ઉમેરો. સ્વાદ અનુસાર થોડી ખાંડ નાખો.ત્યારબાદ વટાણા ઉમેરો ત્યાર પછી હળદર, ધાણાજીરુ અને લીંબુનો રસ ઉમેરો. તેને મિક્સ કરો પછી ક્રશ કરેલા બટાકા મિક્સ કરો સ્વાદ અનુસાર મીઠું નાખો. થોડીવાર મિક્સ કરી ગેસ બંધ કરી દો સેન્ડવીચ મસાલો તૈયાર છે.
બ્રેડની સ્લાઈસ પર મસાલો લગાવો અને ટીમ બ્રેડની ટોસ્ટર મશીન માં ટોસ કરી લો જો તમારી પાસે ના હોય તો તવા પર થોડું તેલ લગાવીને બંને બાજુ સેન્ડવીચ ને શેકી લો. ટેસ્ટી આલુ સેન્ડવીચ તૈયાર છે.
આ સેન્ડવીચ ખૂબ જ ઝડપથી બની જાય છે અને બધાને ભાવે છે.
અમે બતાવેલી સેન્ડવિચ રેસિપી ઘરે એક વાર જરૂર ટ્રાય કરજો અને કઈ તમારા તરફ થી કો સુજાવ હોય તોહ નીચે કોમેન્ટ બોક્સ માં લખજો
સેન્ડવિચ રેસિપી તમને સારી લાગે તોહ તમારા મિત્રો ને નીચે આપેલા સોશ્યિલ મીડિયા ના બટન ના માધ્યમ જરૂર શેયર કરજો
Image source: Google
Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)
આવીજ રેસિપી તેમજ અન્ય વાનગી ની રેસિપી માટે જાણકારી તેમજ અજબ ગજબ, સમાચાર, અવનવી વાતો ,તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.
જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો