Home ધાર્મિક Raksha Bandhan Gift 2021, બહેન ને શું ગિફ્ટ આપવી ?

Raksha Bandhan Gift 2021, બહેન ને શું ગિફ્ટ આપવી ?

80
Raksha Bandhan Gift 2021, બહેન ને શું ગિફ્ટ આપવી ?
Raksha Bandhan Gift 2021, બહેન ને શું ગિફ્ટ આપવી ?

Raksha Bandhan Gift 2021

Raksha Bandhan Gift બહેન ને શું ગિફ્ટ આપવી ? રક્ષા રક્ષાબંધન નો તહેવાર આખા ભારતમાં અને હિન્દુ સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધન એ બધા ભાઈ-બહેન નો એક ભાવાત્મક અને રક્ષણાત્મક રૂપ થી વધારે મહત્વપૂર્ણ તહેવાર છે.

એક બહેન પોતાના ભાઈ ના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ ના માટે લાંબી ઉંમર અને ખુશાલ જીવનની મંગલ કામના કરતી હોય છે આ જ પ્રકારે ભાઈ પણ પોતાની બહેન માટે લાંબી ઉંમર અને ખુશહાલ જીવન ની પાર્થના કરે છે. સાથે જ તે પોતાની બહેનને વચન આપે છે કે તે હંમેશા તેને ખુશ રાખશે અને તેની રક્ષા કરશે.

રક્ષાબંધન તહેવાર એ ભાઈ-બહેન ના સંબંધોને ખુબ મજબૂત બનાવે છે.જો તમે જાણવા માંગતા હોય કે સંબંધોને મજબૂત કેવી રીતે બનાવવા તો તમે 👈 અમારી આ પોસ્ટ વાંચી શકો છો

આજે અમે તમને એ જ મુંઝવણ થી દૂર કરીશું કે રક્ષાબંધનના દિવસે Raksha Bandhan Gift, બહેન ને શું ગિફ્ટ આપવી ?

Raksha Bandhan Gift આપતા પહેલા થોડી વાતો નું રાખો ધ્યાન

  • ગિફ્ટ આપતા પહેલા એ વાતનું ધ્યાન રાખજો કે તમારી બહેનની પસંદ અને નાપસંદ શું છે. તે કઇ વસ્તુઓ ની વધારે પસંદ કરે છે કેમ કે બધી છોકરીઓ ની પસંદ એક જેવી નથી હોતી તમે ઓનલાઇન ઇન્ટરનેટ ના માધ્યમ થી ગિફ્ટ તો ગોતી લેશો પરંતુ તેને પસંદ આવશે કે નહીં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • પોતાની બહેનને તેની ઉમર ના હિસાબે ગિફ્ટ આપો. જેનાથી તે વધારે ખુશ થશે અને તે વસ્તુ તેના કામની હોય. નાની બહેનની પસંદ અને જરૂરતો અલગ હોય છે મોટી બહેનની અને લગ્ન થયેલી બેનની પસંદ અને જરૂરતો અલગ હોય છે. એટલા માટે ગિફ્ટ લેતા પહેલા સોચ વિચાર જરૂર કરો.
  • હંમેશાં તેમને કામ આવે તેવી ગિફ્ટ આપો. ગિફ્ટ આપી પણ તેના કામની ના હોય, એવી ગિફ્ટ ના આપો.

Raksha Bandhan પર બહેન ને શું ગિફ્ટ આપવી ?

1. ચોકલેટ(Raksha Bandhan Gift)

જો તમારી બહેન 15 વર્ષથી નાની હોય તો આ રક્ષાબંધન ઉપર તેને અલગ અલગ વેરાઇટી ની ચોકલેટ્સ આપી શકો છો આજે માર્કેટમાં રક્ષાબંધન મા આનું ચલણ વધારે જોવા મળે છે.ચોકલેટ હંમેશા નાના બાળકોને ખુબ પસંદ હોય છે.

અલગ જાતની વેરાઈટી ના કોમ્બિનેશન ચોકલેટ માર્કેટ માં ઉપલબ્ધ છે જે જોવાથી લઈને સ્વાદમાં પણ ખુબજ ટેસ્ટી હોય છે આ ગિફ્ટ તમારી બેન માટે 100 થી 200 રૂપિયાની અંદર તમે આસાની થી સારી ક્વોલિટી ની ચોકલેટ મળી જશે.

3. ગમતા કપડાં ગિફ્ટ કરો(Raksha Bandhan Gift)

જો તમારી બહેન 15 વર્ષથી ઉપર ની હોય તો એની માટે એક સારો ડ્રેસ આપો જે તેની પસંદથી મળતો હોય ગિફ્ટ આપવા માટે આ એક સારો ઓપ્શન છે આ ઉંમરની છોકરીઓને સારો ડ્રેસ પહેરવા નું ખૂબ સારું લાગતું હોય છે.

આવામાં જો તમે તમારી બહેનની આ ઈચ્છા પૂરી કરો તો તમારી બહેનને આ ગીફ્ટ જોઈને જરૂર થી ખુશ થઈ જશે. આમ તો માર્કેટમાં ઘણાબધા ડ્રેસ ઉપલબ્ધ છે પરંતુ તમે કોશિશ કરજો કે તે તમારી બહેનને પસંદ આવે એવો સરસ ડ્રેસ લેજો.

જેથી તમારી બહેન કોઇ ખાસ ફંક્શનમાં પહેરે તો તે બધા કરતા અલગ દેખાય અને આ ગિફ્ટ તમારી બહેનને ખૂબ જ પસંદ આવશે.

4. ઘડિયાળ(Raksha Bandhan Gift)

ઘડિયાળ પણ એક એવી વસ્તુ છે જે બધી છોકરીઓને પસંદ હોય છે કોઈ પણ ઉંમરની બહેન હોય તો આ રક્ષાબંધન ઉપર તમે ગીફ્ટ માં ઘડિયાળ આપવાનું વિચારી શકો છો.

છોકરીઓને ડિઝાઇનર ઘડિયાળ વધુ પસંદ હોય છે તમે પણ કોઈ ડિઝાઇનર બ્રાન્ડેડ વોચ પોતાની બહેનને ગિફ્ટ આપો તો તે ખૂબ જ સારી લાગશે જેનાથી તે ગર્વ કરશે અને પોતાની ફ્રેન્ડસને બતાવશે કે આ ઘડિયાળ મારા ભાઈએ ગિફ્ટ આપી છે.

5. સાડી(Raksha Bandhan Gift)

જો તમારી બહેન ના લગ્ન થઈ ગયા હોય તો તમે એક સુંદર સાડી તેમને ગિફ્ટમાં આપી શકો છો કેમકે દરેક લગ્ન થયેલી મહિલાને સાડી નું મહત્વ વધારે હોય છે. મહિલાઓને જેટલી પણ સાડી મળે તે એમના માટે ઓછી પડે. તો આ રક્ષાબંધન પર બહેન ને તેની પસંદ ની સાડી ગિફ્ટ કરી શકો છો જે તેને ખૂબ જ સારું લાગશે

6. હેન્ડબેગ(Raksha Bandhan Gift)

Raksha Bandhan માં બહેન ને ગિફ્ટ આપવા માટે હેન્ડ બેગ પર એક ખૂબ સારો ઓપ્શન છે. હેન્ડબેગ બધી છોકરીઓ ની જરૂર હોય છે કેમકે તેમને પોતાની ઘણી વસ્તુઓ ખાસ પોતાના સાથે રાખવાની હોય એવામાં જો કોઈ સ્ટાઇલીસ ડિઝાઇનર હેન્ડબેગ પોતાની બહેનને ગિફ્ટ આપશો તો એનાથી તેમની જરૂરિયાત પૂરી થશે અને તમારી ગિફ્ટ જોઈને તે ખુશ થઇ જશે.

જેથી તમારી બહેન પોતાની ખુશી પોતા ના ફ્રેંડ્સ ને કહે છે કે આ હેન્ડબેગ મારા ભાઈ એ મને રક્ષાબંધન પર ગિફ્ટ આપી છે આમ તો બધી છોકરીઓ માં હેન્ડબેગ ચર્ચાનો વિષય હોય છે “આ જો આની હેન્ડબેગ કેટલી સુંદર છે, ક્યાંથી લીધી કેટલી મસ્ત લાગે છે”

7. હેડફોન(Raksha Bandhan Gift)

બધી છોકરીઓને મ્યુઝિક ખૂબ જ પસંદ હોય છે જેને સાંભળવા થી સુકુંન અને શાંતિ મળે છે આવામાં આ રક્ષાબંધન ઉપર પોતાની બહેનને એક સરસ હેડફોન ગિફ્ટ કરો એ પણ એક સારો આઇડિયા છે હેડફોન પણ તમારી બહેનને ખૂબ જ પસંદ આવશે કેમકે નવી વસ્તુઓ હંમેશા છોકરીઓને પસંદ હોય છે.

અત્યારે બધાની જોડે મોબાઈલ હોય છે જો સાથે ગમતો હેડફોન મળી જાય તોહ તેમની વાતો ની પ્રાઇવસી પણ જળવાઈ રહે એટલે આ પણ એક સારો આઈડિયા છે.

8. જ્વેલરી(આભૂષણ)Raksha Bandhan Gift

જ્વેલરી એક બેસ્ટ ગિફ્ટ આઈડિયા છે બહેનને ગિફ્ટ આપવા માટે જ્વેલરી બધી છોકરીઓને ખૂબ જ ગમતી હોય છે કેમકે તૈયાર થવું એ બધી છોકરીઓને પસંદ છે એવામાં જો જ્વેલરી વિના તૈયાર થવાનું હોય તો સારું ના લાગે એટલા માટે જો તમે આ રક્ષાબંધન ઉપર કંઈક સ્પેશિયલ જ્વેલરી ગિફ્ટ આપો તો તેમને ખુબ પસંદ આવશે.

જેમાં તમે તમારા બજેટના અનુસાર સોના કે ચાંદીની કે પછી કોઈ આર્ટિફિશિયલ જ્વેલરી ગિફ્ટ આપી શકો છો તેનાથી તેની જરૂરિયાત પણ પૂરી થશે અને તમારી બહેન તેને જોઈને ખુશ પણ થશે.

9. મેકઅપ કીટ(Raksha Bandhan Gift)

જેમકે તમે જાણતા જ હશો કે છોકરીઓને તૈયાર થવું એટલું સારું લાગે છે જે તેમને ખુશી આપે છે આવામાં જો મેકઅપ ની વાત ના કરીએ તો માજા ના આવે. આજની બધી છોકરીઓ મેકઅપ વિના ઘરની બહાર નીકળતી નથી છોકરીઓ કોઈ ખાસ તહેવાર કે ફંક્શનમાં સૌથી સારી દેખાવા માંગતી હોય છે . આવામાં તમે મેકઅપ કીટ તમારી બહેનને ગિફ્ટ આપશો તો તે ખુબ ખુશ થઇ જશે.

10. કસ્ટમાઈજ વસ્તુંવો(Raksha Bandhan Gift)

જો તમે આ રક્ષાબંધન ઉપર તમારી બહેન ને કંઈક નવું અને ક્રિએટિવ આપવા માંગો છો તો તમે પ્રિન્ટેડ કોફી મગ કે પ્રિન્ટેડ પિલ્લો જે તેમને ગમે તે રીતે કસ્ટમાઈજ કરેલી હોય તેવી ગિફ્ટ આપી શકો છો જેમાં તમારી બહેનની ફોટો લાગેલો હોય અને કોઈ સરસ મેસેજ લખેલું હોય આજકાલ કસ્ટમાઇઝ ગીફ્ટો ખૂબ જ ફેશન માં ચાલે છે. આ તમારી બહેનને ખૂબ જ ગમશે.તમે તેમને ગમતી બધીજ વસ્તુનું કસ્ટમાઇઝ કરી શકો છો.અને માર્કેટ માં સરળતા થી મળી ભી જાય છે જેમકે ટીશર્ટ પર પ્રિન્ટ,કોફી મગ પાર પ્રિન્ટ એવા બહુ બધા ઓપ્શન છે.

11. કેસ પૈસા(Raksha Bandhan Gift)

જો તમને આ વસ્તુ નો આઈડિયા ના આવતો હોય કે બહેન ની પસંદ – નાપસંદ શું છે અને તેમને શું ગમશે અને નહિ તોહ પછી તમારે કેશ રૂપિયા આપવા એ સૌથી સારો ઉપાય છે. તેમજ જો તમારે ટાઈમ નો અભાવ હોય કે કોઈ કારણવશ તમે ગિફ્ટ ના લઇ શક્ય હોય તો કવર માં કેશ એવી એ ઓપ્શન યોગ્ય છે.

જોકે ગિફ્ટ એ આપણી યાદો માં તેમજ આપણી સાથે રહે છે માટે કોશિશ કરો કે તમે તમારી બહેન ને ગમે તેવી સારી ગિફ્ટ આપો.

ગિફ્ટ લીધા પહેલા તમે એક વાર તમારી બહેન જોડે વાત કરો અને વાતો વાતો માં જાણી લો કે એને શું ગમે છે કે પછી કઈ વસ્તુની જરૂરિયાત છે.ગિફ્ટ તો કઈ પણ આપો તે સારીજ લાગશે પણ ગિફ્ટ એવી આપો કે એની જરુરીયા હોય અને એ
ગિફ્ટ તરીકે મળે તો એનો આનંદ કંઈક અલગજ હોય છે

Raksha Bandhan 2021: દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે.પણ આ વર્ષે રક્ષાબંધન 22 ઓગસ્ટ 2021 માં આવશે.આ તહેવાર ને રાખી પૂર્ણિમા પણ કહેવાય છે

અમે ટીમ લવ યુ ગુજરાત આશા કરીએ છીએ કે તમને બધાને આ જાણકારી Raksha Bandhan Gift બહેન ને શું ગિફ્ટ આપવી ? તે સારી લાગી હશે.

મિત્રો આપવામાં તો ઘણી બધી ગિફ્ટ આપી શકાય છે જરૂરી નથી કે અમે તમને જે બતાવી તે જ તમે આપો તમે તમારી બહેન ની પસંદગી અને તમારા બજેટ પ્રમાણે જે કાંઈ નવું થઈ શકે અને બધાથી અલગ હોય તે આપી શકો છો.તમારી પાસે પણ કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ બોક્ષ માં જરુરથી લખજો.

તમને આ લેખ Raksha Bandhan Gift બહેન ને શું ગિફ્ટ આપવી ? કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ Love You Gujarat 👈 ના માધ્યમથી જરૂર બતાવજો

આ લેખ Raksha Bandhan Gift 2021, બહેન ને શું ગિફ્ટ આપવી ? વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Image source: Google

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)