Sunday, February 5, 2023
Homeસ્વાસ્થ્યનાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ? તેનાથી બચવાના કુદરતી ઉપાય

નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ? તેનાથી બચવાના કુદરતી ઉપાય

નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ?

નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ અને તેનાથી બચવાના કુદરતી ઉપાય, આજે આપણે એવા વિષય પર વાત કરીશું કે ખાસ કરીને આજની યુવા પેઢીની છે જે સમયથી પહેલા વાળ સફેદ થવા એ બહુ ચિંતાનો વિષય છે.

આજની જનરેશન માં ક્યારે શું થઈ જાય કંઈ કહી શકાય નહીં આમાં ઘણી યુવાન છોકરીઓ અને છોકરાઓને સમયથી પહેલા સફેદ વાળની સમસ્યાથી પરેશાન છે. એમને સમજણ પડતી નથી કે તેમની સાથે શું થઇ રહ્યું છે અને આનાથી કેવી રીતે બચી શકાય ઘણીવાર સફેદ વાળ ના લીધે શરમ લાગવા લાગે છે જે જોવાથી પણ ખરાબ લાગે છે જેનાથી ઘણા યુવાનો ડિપ્રેશનનો શિકાર બની જાય છે પણ તેનું કોઈ સમાધાન દેખાતું નથી.

પહેલા તો સફેદ વાળની સમસ્યા 35 વર્ષથી ઉપરના લોકો માં જ જોવા મળતી હતી પણ આજે આ સમસ્યા ટીનેજર્સ થી લઈને યુવાનો સુધી જોવા મળી રહી છે જે ચિંતાનો વિષય છે. સાથે આની સમસ્યાનો ઉકેલ લાવો ખૂબ જ જરૂરી છે એટલા માટે આજે આપણે જાણીશું કે નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ, તેનાથી બચવાના કુદરતી ઉપાય શું અને કયા છે કોઈ ટીનેજર્સ અને યુવાન ના વાળ સફેદ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમાંથી આપણે થોડા કારણોના વિશે જાણીશું કે નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ

નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ તેના કારણ

1. વારસાગત કારણ

ડોક્ટર અને વૈજ્ઞાનિકો ના રિસર્ચ અનુસાર નાની ઉંમરે વાળ સફેદ થવા નું મુખ્ય કારણ વારસાગત હોઈ શકે છે. જેમ કે તમારા દાદા- દાદી કે પરદાદી કે તમારા પૂર્વજો ના નાની ઉંમરે વાળ સફેદ હશે તો તમને પણ સમસ્યા હોઈ શકે છે.

આ સ્વાભાવિક છે કે તમારા વાળ સમય પહેલા સફેદ થઈ જશે પરંતુ દરેક વખતે થાય તે જરૂરી નથી, પરંતુ જો એવું થાય તો તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ છે. અને વાઈટ હેર સોલ્યુશન હંમેશા માટે નથી રહેતું પરંતુ આ વારસાગત હોવું ખૂબ ઓછું જોવા મળે છે.

2. કોઈપણ પ્રકારની બીમારી

સમયથી પહેલા વાળ સફેદ થવા નું કારણ કોઈ બીમારી ના કારણે પણ હોઈ શકે છે જેવી કે થાઈરોઈડ ની સમસ્યા ,ડિપ્રેશન, ફંગલ ઇન્ફેક્શન, એનિમિયા, હોર્મોનલ અસંતુલન વગેરે કોઈ પણ બીમારીના કારણે થઈ શકે છે આ રીતે પણ જોવા મળે છે કે નાની ઉંમરે વાળ સફેદ થવા જેવી સમસ્યા થાય છે.

3. હિમોગ્લોબીન ની ઉણપ

હિમોગ્લોબીનની ઊણપ પણ સફેદ વાળ થવાનું કારણ છે, એક સામાન્ય માણસને હિમોગ્લોબીન 13.8 થી 17.2 ગ્રામ પર ડેસીલિટર હોય છે. મહિલાઓને 12.1 થી 15.1 ગ્રામ પર ડેસીલિટર હોય છે. પરંતુ જો કોઈને શરીરમાં સામાન્ય કરતા ઓછું હિમોગ્લોબીન હોય તો તે તમારા વાળ પર નકારાત્મક અસર કરી શકે છે અને વાળ સફેદ કરી શકે છે એટલું જ નહીં તે ઘણી શારીરિક સમસ્યાઓ પણ પેદા કરી શકે છે.

4. પોષક તત્વોની ઉણપ

આજની નવી પેઢીમાં બાળકોનો આહાર બહુજ ખરાબ થઇ ગયો છે. આજના બાળકો નાનપણ થી જ વધારે જંકફૂડ ખાતા હોય છે જેથી તેમને શરીર ને જોઈતા પોષક તત્વો પણ નથી મળતા અને ભૂખ પણ ખુબ ઓછી કરી દે છે. અને તેથીજ શરીરમાં પોષક તત્વોની ઉણપ પેદા થાય છે.

તેના કારણે શરીરમાં વિટામિન A, વિટામિન B, પ્રોટીન, ઝીંક, આયરન, કોપર, જેવા પોષક તત્વો પૂરતી માત્રા માં નથી મળતા એટલે વાળ સફેદ થવા લાગે છે.

5. રાસાયણિક સાબુ અને શેમ્પૂ

તમે જોયું જ હશે કે પહેલાના જમાનામાં આટલી નાની ઉંમરે વાળ સફેદ થવા જેવી કોઈ સમસ્યા નહોતી. પરંતુ આજના આધુનિક યુગમાં બહુ બધા ખરાબ રસાયણ નો ઉપયોગ કરીને સાબુ અને શેમ્પુ બનાવ માં આવે છે અને માર્કેટ માં પણ એનું ખુબ વેચાણ થાય છે.

જેનો ઉપયોગ કરીને વાળ સૂકા અને નિર્જીવ(બેજાન)બની જતા હોય છે. જેના લીધે કેટલીક વખત વાળ કમજોર થઈ જાય છે ક્યારેક વાળ ખરવા ની સાથે વાળ સફેદ થવાની સમસ્યા પણ થાય છે.

મહાશક્તિઓ ની લોકકથા તેમજ ઇતિહાસ જાણવા અહીંયા ક્લિક કરો

વાળ સફેદ ના થાય તેના ઉપાયો

1. ડોક્ટર ને બતાવો

જો બાળકો માં નાની ઉંમરે વાળ સફેદ થઈ રહ્યા હોય તો તમારે મોડું કર્યા વગર પહેલાં ડોક્ટર ની જોડે તપાસ કરાવવી જોઇએ( મેડિકલ ટ્રીટમેન્ટ ફોર વ્હાઇટ હેર) આ એટલા માટે છે કે આ એક બીમારીની શ્રેણીમાં આવે છે જેની સારવાર કરવી સરળ નથી.

આની તપાસ કરાવવા થી તમને એ જાણવા મળશે કે તમારા વાળ સફેદ થવાનું મુખ્ય કારણ શું છે. આનાથી તમને જાણકારી ના અનુરૂપ ઉપચાર અને સાવચેતી રાખવામાં મદદ કરશે.

તમાટે ક્યારેય પણ ડૉક્ટર ની સલાહ વગર કોઈ ઉપચાર ના કરવો જોઈએ તમે કુદરતી વસ્તુઓ નો ઉપયોગ કરી શકો છો તે પણ આયુર્વેદિક ડૉક્ટર ની સલાહ લઈને

2. પૌષ્ટિક ખોરાક લો

સૌથી પહેલા તમારે આજથીજ તમારા આહારમાં શક્ય તેટલો પૌષ્ટિક ખોરાક ખાવાનું શરૂ કરવું જોઈએ. જંકફૂડ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. જંકફૂડ તમને તમારી ભૂખને સંતોષવામાં મદદ કરી શકે છે પરંતુ તે તમારા શરીરને જરૂરી પોષક તત્વો આપતું નથી. જેથી તમારા વાળને પૂરતું પોષણ નથી મળતું, પૌષ્ટિક આહાર તમારા વાળ અને તેમને કાળા રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

આ માટે આહારમાં તાજાં લીલાં શાકભાજી, મોસમી ફળો, દહી, ટામેટા, ફૂલકોબી, કેળા. આમળા, માછલી, ચિકન, ઈંડા, પનીર, ડ્રાયફ્રુટ્સ જેવા પોષ્ટિક ખોરાક નો ઉપયોગ કરો.

3. મીઠા લીમડાના પાનની મસાજ(કરી પત્તાં)

મીઠા લીમડા(કરી પત્તાં) ના પાનનો સ્વાદ માત્ર ઉત્તમ જ નથી પરંતુ વાળ માટે પણ ફાયદાકારક છે. તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે તેમજ વાળ ગાઢા અને કાળા થવામાં મદદરૂપ થાય છે.

તમારે એક વાટકી નારીયલ તેલ, ચાર થી પાંચ લીમડાના પાન નાખી તેને ગરમ કરો, લીમડાના પાન કાળા થઈ જાય ત્યારબાદ તે ઠંડુ કરીને વાળ પર લગાવી શકો છો તેમજ તેની મસાજ પણ કરી શકો છો.

4. કુદરતી શેમ્પુ

જો તમને એવું લાગતું હોય કે શેમ્પુનો ઉપયોગ કરવાથી તમારા વાળ સફેદ થઈ રહ્યા છે. તો તમારે તમારું શેમ્પુ બદલવાની જરૂર છે. કારણ કે ઘણા શેમ્પૂમાં હાનિકારક રસાયણો હોય છે. જે વાળને ખુબ નુકસાન પહોંચાડે છે બજારમાં થી આયુર્વેદિક શેમ્પુ સરળતાથી મળી રહેશે તેનો ઉપયોગ કરવો જોઈએ

5. વાળને પોષણ આપવું

જેમ કે આપણે શરીરના પોષણ માટે સારો આહાર લઈએ છીએ એવી જ રીતે વાળની સંભાળ રાખવી પણ જરૂરી છે. આના માટે તમારે સફેદ વાળને કાળા કરવા માટે તેલ કે પછી આમળા કે નારીયલ તેલ વાળ પર લગાવવા જોઈએ. તે વાળને સફેદ થવાથી રોકે છે જે મજબૂત, ઘટાદાર, જાડા વાળ બનાવે છે. આમળા થી ડેન્ડ્રફ પણ અટકાવી શકાય છે અને વાળને મોઇસ્ચરાઇઝ કરે છે જે વાળને તૂટતા પણ અટકાવે છે માટે જ આમળાનો ઉપયોગ શેમ્પુ બનાવવા માટે થાય છે

આમળા ના તેલ ના બદલે તમે નાળિયેરનું તેલ કે બદામ તેલ પણ લગાવી શકો છો. આ તેલની અઠવાડિયામાં એક વાર મસાજ કરવું જોઈએ બીજા દિવસે શેમ્પૂ થી વાળ ધોઈ શકાય તેનાથી તમારા વાળને ઘણો ફાયદો થશે.

6. ઘી અને દહીંનો ઉપયોગ

ઘી નો ઉપયોગ તમે હંમેશા ખાવા માં કે સ્વાદ વધારવા માટે કર્યો હશે, પરંતુ તેનો ઉપયોગ સદીઓથી વાળ માટે પણ કરવામાં આવે છે. ખાસ કરીને ગાયના દૂધમાંથી બનાવેલ ઘી. ગાય ના ઘી માં અનેક એન્જાઈમ હોય છે જે વાળના પોષણ માટે ખુબ ઉપયોગી નીવડે છે જે વાળ ને મજબૂત,ઘટાદાર અને સારા રાખવામાં ખુબ મદદરૂપ થાય છે.

શુદ્ધ ઘી થી તમે તમારા વાળને મસાજ કરી શકો છો પછી તેને ચારથી પાંચ કલાક રહેવા દો પછી તમારા વાળને સ્વચ્છ પાણી થી ધોઈ લો ઘી ની જેમ તમે દહીંનો પણ ઉપયોગ તમારા વાળને પોષણ આપવા માટે કરી શકો છો જે એક સારો વિકલ્પ છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી એ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ? અને કેવો ખોરાક લેવો જોઇએ?

સફેદ વાળ તોડીએ તો શું થાય?

ઘણા લોકો ને જાણવા ની બહુ ઇચ્છા હોય છે કે સફેદ વાળ તોડીશુ તો શું થસે. કેમ કે આજના સમય માં નાની ઉમર માંજ વાળ સફેદ થઇ જતા હોય છે સફેદ વાળ થી છુટકારો મેળવવા માંગતા હોય છે એ પણ કઈ કર્યા વગર, ઘણા લોકો તો થોડા સફેદ વાળ માટે ડાઇ પણ કરાવતા હોય છે બીજી બાજુ એવું પણ કહેવાય છે કે સફેદ વાળ તોડવાથી બાજુના બીજા વાળ ભી સફેદ થઇ જાય

આ વાત બસ એક મિથક છે બ્રહ્મ છે સાચું તો એં છે કે સફેદ વાળ નીકળ વાથી હેર ફોલિકલ ને નુકશાન થાય છે એટલે કે વાળ ની જળો ને નુકશાન થાય છે અને ત્યાં વાળ ઉગાવામાં સમસ્યા થઇ શકે છે.

જો તમે વધારે પડતા સફેદ વાળ ઉખાડશો તો ભવિષ્ય માં તમારે ગંજાપન પણ થઇ શકે છે એટલા માટે ક્યારેય સફેદ વાળ ના ઉખાડો એને કુદરતી રીતે ઠીક કરવાની કોશિશ કરવી જોઈએ જો વાળ સફેદ થવા ની સમસ્યા વધારે હોય તો જલ્દીથી ડૉક્ટર ને બતાવવું જોઈએ અને તેનો ઉપચાર કરાવવો જોઈએ

આ લેખ હતો નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ, તેનાથી બચવાના કુદરતી ઉપાય, અમે ટિમ લવ ઉ ગુજરાત આશા કરીએ છીએ કે તમને અમારી આ જાણકારી નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ, તેનાથી બચવાના કુદરતી ઉપાય સારી લાગી હશે,

જો તમને આ પોસ્ટ નાની ઉમરે વાળ કેમ થાય છે સફેદ, તેનાથી બચવાના કુદરતી ઉપાય, ગમી હોય તોહ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તેમજ કઈ ભૂલચૂક હોય તોહ અમારા ફેસબુક પેજ ના માધ્યમ થી કોમેન્ટ જરૂર લખજો.

અમારી સાથે આવાજ જીવન જરૂરી લેખો ,ધાર્મિક વાતો,સમાચાર,તેમજ ધાર્મિક વાર્તાઓ અને કથાઓ, સામાજિક લેખ , નવી નવી વાનગીઓ ની રેસિપી , ટેક્નોલોજી ની અપડેટ તેમજ તમારા સ્વાસ્થ્ય ને જોડતી વાતો માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat પર લાઈક/ફોલૉ કરીને અમારી સાથે જોડાઓ.

વાંચવા બદલ ખુબ ખુબ આભાર

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

Follow us on our social media.

Facebook | Instagram | Twitter

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments