Love Marriage Mate Parents Ne Kevi Rite Manavva
Table of Contents
LOVE MARRIAGE MATE PARENTS NE KEVI RITE MANAVVA, HOW TO CONVINCE PARENTS FOR LOVE MARRIAGE IN GUJARATI, LOVE MARRIAGE KEVI RITE KARAY, આજે આપણે પ્રેમ કરવા વાળાઓ જે લવ મેરેજ કરવા માંગે છે તેની મુખ્ય સમસ્યા એ છે કે પોતાના પરિવાર અને પોતાના પેરેન્ટ્સને લવ મેરેજ માટે કેવી રીતે મનાવવા આજે આપણે આ સમસ્યાનો વિચાર કરીને તેનું નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું
કેમકે આજે પણ ઘણા પેરેન્ટ્સ કે પરિવારએવા છે જે arranged marriage ને જ સાચો માને છે આ બહુ હદ સુધી સારું પણ છે પરંતુ જે લોકો એ પ્રેમ કર્યો છે તેમનું શું તેમને લગ્ન કરવાનો અધિકાર નથી શું તેમની ભાવનાઓની કદર ન કરવી જોઈએ હા. તેમનો પૂર્ણ અધિકાર છે વિવાહ કરવાનો આપણે સાચો પ્રેમ કરવાવાળાઓ ની ભાવનાઓને નજર અંદાજ ન કરી શકીએ
આજના સમયમાં બે લોકો વચ્ચે પ્રેમ તો આસાનીથી થઈ જાય છે કેમ કે પ્રેમ પર કોઈનું બસ નથી હોતું પરંતુ પરેશાની તો ત્યારે આવે છે જ્યારે આ પ્રેમને લગ્નના બંધનમાં બાંધવાની વાત આવે આજે પણ એવા ઘણા બધા દેશ છે જ્યાં પરિવાર માં લવ મેરેજ ને અપનાવવામાં નથી આવતો
ઘણી બધી જગ્યાએ તો લવ-મેરેજ કોઈપણ સમસ્યા વગર હેપ્પીલી થઈ જતા હોય છે પરંતુ ઘણીવાર છોકરા-છોકરીઓને બહુ બધી Love Marriage Problem ની સમસ્યાનો સામનો કરવો પડે છે આ સમસ્યા તમારી સાથે ના થાય અને તમારા લવ મેરેજ આસાનીથી થઈ જાય તેના માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે તો ચાલો જાણીએ Love Marriage Mate Parents Ne Kevi Rite Manavva
Love Marriage Mate Parents ને મનાવવા પહેલા તમારે એ પણ જાણવું જરૂરી છે કે માતા-પિતા લવ મેરેજ માટે સહમતી કેમ નથી આપતા Love Marriage Problem ના કારણો આ પ્રમાણે છે
જો તમે સંબંધોને મજબૂત કેવી રીતે બનાવવા 👈 જાણવા ઇચ્છતા હોય તોહ તમે અમારો આ લેખ વાંચી શકો છો
પેરેન્ટ્સ લવ મેરેજ માટે સહમતી કેમ નથી આપતા
1. બીજી જાતિમા લગ્ન
લવ મેરેજ ની મુખ્ય સમસ્યા બીજી જાતિમા લગ્ન કરવાની હોય છે આપણા માતા-પિતા ભલે આજના જમાના હોય પણ તેમની માન્યતાઓ આજે પણ જૂના જમાનાની જ છે જેના લીધે કાસ્ટ ને લઈને હંમેશા મતભેદ થતા હોય છે
ઘણીવાર પેરન્ટ્સને તો રાજી થઈ પણ જતા હોય છે પરંતુ પરિવારના વડીલો અને સમાજના લોકોના કારણે લવ મેરેજ નથી થઈ શકતા માતા-પિતાની ઇચ્છા હોય તો પણ તે સમાજના વિરોધ નથી જઈ શકતો કેમકે તમે પણ જાણો છો કે એક વ્યક્તિને સમજાવવું આસાન છે પરંતુ બધાને સમજાવવા બહુ મુશ્કેલ છે
10 Most Beautiful Tourist Places In India
2. આર્થિક પરિસ્થિતિ
લવ મેરેજ માં બીજી એ વાત જોવા મળે છે કે આર્થિક પરિસ્થિતિ લવ મેરેજ ના વિરુદ્ધમાં હોય છે કેમ કે કોઈપણ પેરેન્ટ્સ નથી ઈચ્છતા કે પોતાની દીકરીના લગ્ન એવા છોકરા જોડે કરે જે આર્થિક રૂપથી ખૂબ જ કમજોર હોય કેમકે તમે પણ જાણો છો કે લગ્ન બાદ ખાલી પ્રેમ થી કશું નથી ચાલતું
દરેક માતા-પિતા પોતાની દીકરી માટે એવો છોકરો પસંદ કરતા હોય છે જે આર્થિક રીતે સક્ષમ હોય જોકે છોકરા ના માતા પિતા આવું કંઈ વિચારતા નથી હોતા કેમકે તેમને તો ઘરમાં સારી વહુ ની જરૂરિયાત હોય છે
3. રૂઢિવાદી વિચારો
લવ મેરેજ માં આ સમસ્યા આજ થી નહીં પણ હજારો વર્ષોથી છે જેમાં ધર્મ અને જાતિ ને બીજા કરતાં ઉચ્ચ માનવામાં આવે છે આવા જ વિચારો લવમેરેજ માં મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે
જેમાં લોકો પોતાની જાતિ થી નીચી જાતિ વાળાઓને હિન્ન ભાવનાથી જોતા હોય છે આવા લોકો લવ મેરેજ ને સીધું પાપ માનતા હોય છે જે પોતાના પરિવાર કે સમાજમાં બીજી કોઈ જાતિના વ્યક્તિને લાવવામાં યોગ્ય નથી માનતા
4. સામાજિક દબાવ અને ડર
પેરેન્ટ્સ ની આ પણ એક સમસ્યા હોય છે કે પોતે તો માની પણ જાય પણ એમનાથી મોટા એટલે કે વડીલો અને સમાજના લોકોને કેવી રીતે મનાવે કેમકે આજે પણ લગ્નનો નિર્ણય માત્ર માતા પિતા નહીં પણ ઘરના વડીલો ની મંજૂરી થી લેવાય છે જેના કારણે માતા-પિતા લવ મેરેજ માટે તરત હા નથી કરતા હોતા
જોકે આજે મોટા શહેરોમાં લોકો ની અંદર ખુલ્લાપણું આવ્યું છે લોકો શિક્ષિત પણ થયા છે જેના કારણે લોકો લવમેરેજ ને પણ ખુશીથી સ્વીકાર કરી લેતા હોય છે પરંતુ ઘણા નાના શહેરો અને ગામડાઓમાં આસાની થી કોઈપણ લવ મેરેજ ને સ્વીકાર નથી કરતું અને જો તમે સમાજના વિરુદ્ધ જઈને લવ મેરેજ કરશો તો તમારે તમારા સમાજ દ્વારા તમારા બહિષ્કાર નો સામનો કરવો પડી શકે છે
Struggles of our Life: જીવન નું સંઘર્ષ ગુજરાતી મોટીવેશનલ સ્ટોરી – જીત માટે સંઘર્ષ જરૂરી
5. ફેમિલી બેકગ્રાઉન્ડ
Love Marriage Mate પેરેન્ટ્સ ની મંજૂરી ના હોવી એનું કારણ Family Background પણ હોય છે જેવા કે છોકરાના અપરાધી ગુનાઓ છોકરા નું દારૂ પીવું કે નશો કરવો કે પછી છોકરાના પરિવારનું નામ ખૂબ ખરાબ હોવું જેવા કારણો પણ હોય છે આવા કારણોસર માતા-પિતા લવ મેરેજ માટે સહમતી નથી આપતા હોતા
6. બાળપણું
લવ મેરેજ માટે માતા-પિતા તરત જ ના કહેવાનું મુખ્ય કારણ એ પણ હોય છે કે છોકરા છોકરીઓની નાની ઉંમર માં પ્રેમ તો કરી લે છે પણ તેમને સામાજિક અને પારિવારિક જીવન કઈ ખબર નથી પડતી અને માતા-પિતા જોડે લગ્ન માટે ની જીદ કરતા હોય છે
આવામા માતા-પિતાને થોડી પણ વાર નથી લાગતી સમજવા માં કે આ પ્રેમ નથી પણ બાળપણું છે કેમ કે સાચું પણ છે કે નાની ઉંમરના છોકરા છોકરીઓ આકર્ષણ ને જ પ્રેમ સમજી બેસતા હોય છે અને લગ્નની જીત કરતા હોય છે
જેમાં તેમનું કોઈ ભવિષ્ય નથી હોતું તેમને હજી એ પણ ખબર નથી પડતી હોતી કે જીવન જીવવા માટે ખાલી પ્રેમની જરૂરિયાત નથી હોતી આવામાં પેરેન્ટ્સ તેમની વાતો ને કોઈ અહેમિયત નથી આપતા
જો તમે છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે 👈 જાણવા ઇચ્છતા હોય તોહ તમે અમારો આ લેખ વાંચી શકો છો
લવ મેરેજ માટે Family ને કેવી રીતે મનાવવું અને શું કરવું
1. વિચાર
જો તમે લવ મેરેજ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલાં તમે શાંત મનથી વિચારો કે શું તમે લવ મેરેજ માટે તૈયાર છો શું તમે તમારા પ્રેમી ની જીવનભર સાથ નિભાવશો શું તમે લવ મેરેજ માં આવવા વાળી બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે તૈયાર છો
સાથે જ તમે તમારા પાર્ટનર ને પણ આ બધા સવાલો પૂછો શું તે પણ તમારી આ બધી મુશ્કેલીઓ માં તમારો સાથ નિભાવશે કેમકે તમે એકવાર આગળ વધી જાઓ પછી પાછા ના પડી શકાય તમને પ્રેમ છે કે આકર્ષણ તેને બરાબર સમજી લો તમારે તમારું બાળપણું છોડીને પરિપક્વ(Mature) થવું પડશે
2. માતા-પિતાની જોડે વાત કરો
જો તમે તમારા પ્રેમી થી પૂરી રીતે નિશ્ચિત છો અને તમે બંને આ સંબંધને આગળ વધારવા ઈચ્છો છો તો તમારે બિલકુલ પણ વાર કર્યા વગર હિંમત કરીને તમારે તમારા પરિવાર ને વાત કરવી જોઈએ આની શરૂઆત છોકરાઓ એ પહેલા કરવી જોઈએ કે તમારા જીવનમાં તમને કોઈ ગમે છે અને તમને તેણીની સાથે લગ્ન કરવા ઈચ્છો છો
એવું બની શકે કે શરૂઆતમાં માતા-પિતા તમારી વાત થી સહમત ન હોય પરંતુ ધીરે ધીરે બધું બરાબર થઈ જાય છે તમારે ખાલી એક પગલું આગળ વધારવું જોઈએ અને પેરન્ટ્સ સાથે વાત કરવી જોઈએ મોટા ભાગના માતા-પિતા માની જતા હોય છે એટલે ડર્યા વગર તમારે માતા પિતા જોડે વાત કરવી જોઈએ
From Struggle to Success: 10 Inspiring Story of Overcoming Challenges
3. પોતા ને સફળ બનાવો
લવ મેરેજ ની સફળતા ત્યારે વધી જતી હોય છે જ્યારે તમે એક સફળ વ્યક્તિ હોય તમે તમારા ભવિષ્યને લઇને ખૂબ ગંભીર હોય અને આર્થિક રૂપથી મજબૂત હોય ત્યારે તમારા આ નિર્ણયને બધા સન્માન આપશે તમારા માતા-પિતા પણ તમારી વાતોને સમજશે અને જેને તમે પ્રેમ કરો છો તેના પણ માતા-પિતા તમારા નિર્ણયને સન્માન કરશે.
આ તમે પણ જાણતા હશો કે જ્યારે કોઈ સફળ વ્યક્તિ હોય તેના પર લોકો વધારે ભરોસો કરે છે અને મુશ્કેલ કામ પણ સરળતાથી થઈ જાય છે એટલા માટે તમે એક સફળ અને કામયાબ વ્યક્તિ બનવાની કોશિશ કરો જેથી લોકો તમને ના ન પાડી શકે
4. ફેમિલી બેકગ્રાઉન્ડ ને જાણો
ઘણીવાર એવું પણ હોય છે કે એવા લોકોની વચ્ચે પ્રેમ થઈ જાય છે જેમાં કોઈ એક નો પરિવાર રૂઢિવાદી કે કટ્ટરવાદી કે પૈસાદાર હોય આવા પરિવારના લોકોની સહમતી લેવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે
કેમ કે આવા લોકોને પોતાનું માન સન્માન અને દરજ્જા નું વધારે ઘમંડ હોય છે એટલા માટે આવા લોકો લવ મેરેજ ના વિરોધી હોય છે જો તમને પણ પ્રેમ હોય આવા પરિવાર ના છોકરા કે છોકરી સાથે તો કઈ પણ કરતા પહેલાં સારી રીતે વિચાર જરૂર કરો કેમ કે આનો સીધો અસર તમારા પરિવાર ના નાના ભાઈ બહેન પર પડશે પરંતુ જો છોકરા કે છોકરીનો પરિવાર સિમ્પલ અને ભણેલો હશે તો તમારી વાત બની જશે
5. પરિવારથી વધારે મળો
આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જેનાથી તમે પ્રેમ કરો છો અને તમે જીવનસાથી ના રૂપમાં જોવા માંગો છો તેને ઓછામાં ઓછું એકવાર તમારા પરિવાર સાથે જરૂર મળવવા તમે જેટલું વધારે તેને તમારા પરિવાર સાથે લાવશો તો એકબીજાને જાણવા-સમજવા નો ટાઈમ મળી જશે જેનાથી તમારા પરિવારને પણ નિર્ણય લેવામાં ખુશી થશે કેમ કે ઘણી વાર માતા-પિતા છોકરો કે છોકરી જોયા વિના તેના વિશે નકારાત્મક ધારણા મનમાં બનાવી લેતા હોય છે કેમકે તેમને ના ક્યારે જોયા હોય એના વિશે કાંઈ જાણતા ના હોય પરંતુ જો તમે તમારા ફેમિલી થી મલાવશો તો તમારા પરિવારને તેના વિશે જાણવાનો મોકો મળશે જે સારી વાત છે.
6. પરિવાર નો ભરોસો જીતો
લગ્ન કોઈ પણ હોય તે સંબંધ વિશ્વાસ અને ભરોસાપાત્ર પણ ટકેલો હોય છે અને લવમેરેજ માં આનું મહત્વ વધારે વધી જાય છે કોઈ પણ માતા-પિતા પોતાના બાળકોની ખુશી ઈચ્છે છે તે બહાર થી કઠોર એટલા માટે બને કે તમે કોઈ ભૂલ ન કરો પરંતુ તમને એ પ્રેમ જ હોય છે એ તમારી ચિંતા કરતા હોય છે અને તમારી ભાવનાઓને સમજે છે
એ તો બસ ઈચ્છે છે કે તમે ખુશ રહો તમારી સાથે કોઈ વિશ્વાસધાત ના કરે તમારું દિલ ના તૂટે એટલા માટે તમારે તમારા માતા-પિતા અને પરિવારનું વિશ્વાસ જીતવું પડશે જેટલું બને તેમ તમારે એ વિશ્વાસઅપાવવો પડશે કે તમે દરેક મુસીબત માં તેમને સાથ આપશો તેમનો સાથ ક્યારેય નહીં છોડો
7. વડીલોનો આશીર્વાદ
જો તમને એવું લાગે છે કે તમારો પરિવાર તમારી વાતોને નહીં સમજે કે તમારા પરિવાર આ બધી વાતો થી ગુસ્સે થશે તો તમે આ વિશે તમારા માતા પિતાની સાથે સીધા વાત ન કરો તમારા ઘરનું વાતાવરણ અનુસાર જ સૌથી પહેલાં પોતાના પરિવારના કોઈ મોટા સદસ્ય પાસે આ વિશે વાત કરો જેમની જોડે તમે વધારે જોડાયેલા હોય તમારી વાતને સમજી શકે તેમને તમારા દિલની વાત કરો તેમને મનાવવાની કોશિશ કરો કેમ કે મોટા લોકો તમારા માતા-પિતાને આ વિશે વધારે સારી રીતે સમજી શકે છે.
જો તમે સફળ કેવી રીતે બનવું 👈 એ જાણવા ઇચ્છતા હોય તોહ તમે અમારો આ લેખ વાંચી શકો છો
શું ના કરવું જોઈએ
- લવમેરેજ માટે ક્યારેય કોઈ નિર્ણય ઉતાવળમાં ના લેવો જોઈએ જેથી તમને અને તમારા પરિવારને શરમમાં મુકાવું પડે
- લવ મેરેજ કરવા કોઈ ખોટી વાત નથી પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા માતા પિતાને આ વાત પર ગુસ્સે હોય તો તે ગુસ્સો દૂર કરવાની કોશિશ કરો તેમના વિરૂદ્ધ ક્યારેય ન જવું જોઈએ
- ક્યારે પણ પોતાના માતા-પિતાને દુઃખી કરીને પોતાનું સુખ ક્યારે વસાવવું જોઈએ નહીં કેમકે આ દુનિયામાં માતા પિતા થી વધારે કોઈ પણ નથી
- ક્યારે પણ પ્રેમને પામવા માટે હદ થી આગળ ના જવું જોઈએ અટલાદ આગળ વધો જેટલું તમે સાંભળી શકો અને પરિવાર ને મનાવવાની કોસીસ કરતા રહો
- Love Marriage Mate ક્યારેય પણ ફિલ્મો મા દેખાડેલી રીતો ને ના અનુસરવું જોઈએ જેવું કે છોકરીને ભગાડી ને લગ્ન કરવા તેમજ મંદિર માં કોઈ ને કહ્યા વગર લગ્ન કરી લેવા આવી ભૂલ તમે ક્યારેય ના કરતા કેમકે આવું કરશો તો તમે બહુ મોટી મુશ્કેલી માં પડી શકો છો
- જો તમે 21 વર્ષથી ઓછી ઉંમરના છો તો તમે ઘરમાં લગ્ન કે પ્રેમ લગ્નની વાત ન કરવી જોઈએ કેમકે તમારી ઉમર ના લીધે તમને કોઈ ગંભીરતાથી લેશે નહીં
કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે, દગાબાજ પત્ની ના 👈 જાણો અહીંયા
સારાંશ
Love Marriage Mate Parents Ne Kevi Rite Manavva જો તમને પણ પ્રેમ થયો હોય તો સારી વાત છે પરંતુ તમારે પણ તમારા માતા પિતા ની ભાવનાઓને સમજવી પડશે તે શું વિચારે છે કેમકે આ તમે પણ જાણો છો કે કોઈ પણ માતા-પિતા લવ મેરેજ માટે હા ક્યારેય નહીં કહે પરંતુ થોડા ટાઈમ પછી એ જરૂર હા કહી શકે છે
Love Marriage Mate આખા પરિવારની સંમતિ થી કરી શકો છો પણ તમારે આમાં આવવા વાળી મુશ્કેલીઓ નો સામનો કરવા તૈયાર રેવું પડશે
કેમકે દરેક લવ મેરેજ માં શરૂઆતમાં થોડી મુશ્કેલી જરૂર આવે છે પણ ધીરે ધીરે બધું ઠીક પણ થાય છે તમારે પોતાના પ્રેમને મેળવવા માટે તમારા નિર્ણયને મક્કમતા થી વળગી રહેવું પડશે.
અમે આશા કરીએ છીએ કે તમને અમારી આ લેખ Love Marriage Mate Parents Ne Kevi Rite Manavva, Jano Sacho Marg Shu Che તે તમે અમને અમારા ફેસબુક પેજ ના માધ્યમ થી જરૂર કહેજો
અમે ટીમ લવ યુ ગુજરાત આશા કરીએ છીએ કે તમને આ લેખ Love Marriage Mate Parents Ne Kevi Rite Manavva HOW TO CONVINCE PARENTS FOR LOVE MARRIAGE IN GUJARATI, LOVE MARRIAGE KEVI RITE KARAY સારો લાગ્યો હશે. તમને આ લેખ Love Marriage Mate Parents Ne Kevi Rite Manavva કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ Love You Gujarat 👈 ના માધ્યમથી જરૂર બતાવજો
Our “Love Life and Relationship” category provides expert advice and tips on maintaining healthy and happy relationships. From understanding love languages to navigating cultural differences and coping with mental health struggles, our articles cover a range of topics. Find tips for building emotional intimacy, dealing with jealousy, and recovering from infidelity – with our expert Multilingual Content Hub.
Follow Us On Social Media
Facebook | Instagram | Twitter
Thank you for Reading