Thursday, January 26, 2023
Homeજીવનશૈલીપુરુષ ની વ્યથા: નારી ત્યાગ ની મુરત છે તોહ પુરુષ કોણ? જાણો...

પુરુષ ની વ્યથા: નારી ત્યાગ ની મુરત છે તોહ પુરુષ કોણ? જાણો અહીંયા

પુરુષ ની વ્યથા: સ્ત્રી અને પુરુષ બંનેને ભગવાને અલગ-અલગ બનાવ્યા છે. પુરુષ અને સ્ત્રી બન્ને સમાન છે તો પછી જ્યાં જાઓ ત્યાં નારી તું નારાયણી….. એમ કહેવામાં આવે છે બધી જગ્યાએ નારીને સૌ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. પુરુષનું તો કોઈ સ્થાનજ  નથી

એક સ્ત્રીએ પત્ની છે.  અબડા- સબડા  છે ,નરકની ખાણ છે, દયાળુ,  પ્રેમાળુ , અને માયાળુ છે. સ્ત્રી ત્યાગની મૂર્તિ છે,એક શક્તિ છે એક  પ્રેરણામૂર્તિ છે. સ્ત્રી એક સાવિત્રી અને સીતા છે, દેવી છે ,માતા છે, પ્રિયાંશી છે, બધું જ સ્ત્રી છે તો પછી પુરુષ કોણ છે તેનું અસ્તિત્વ જ નથી?

આપણે બધી જગ્યાએ સ્ત્રીઓની અવદશા કે દશા સાંભળતા હોઈએ છીએ. સ્ત્રીઓ ની પ્રગતિ, તેમનું કાર્ય, તેની બધી ચર્ચા થતી હોય છે. શું તમને એવું નથી લાગતું કે આપણા સમાજમાં પુરુષો બિચારા બનીને રહી ગયા હોય એવું લાગે છે ક્યારેય? તો પુરુષ ની વ્યથા કોણ સમજશે

પુરુષ જ સમાજ મા જીમેદાર કેમ ? પુરુષ ની વ્યથા

પુરુષ ની વ્યથા: પુરુષ ને કેમ દોષી માનવામાં આવે છે. સ્ત્રીઓના હક માટે કેટલાય કાયદા બનાવવામાં આવ્યા છે. પણ પુરુષ નું શું? તેને કોણ સમજશે. જો પુરુષ સ્ત્રી ને મારે તો પુરુષ ગુનેગાર માનવામાં આવે છે તેને સજા આપવામાં આવે છે. પરંતુ સ્ત્રી પુરુષ ને મારે તો સમાજમાં વાતો થાય છે કે પુરુષ કંઈક કર્યું હશે એટલે જ સ્ત્રીએ તેને માર્યો હશે. બધી જગ્યાએ ગુનેગાર તો પુરૂષ જ બને છે. સમાજમાં દરેક કાયદાઓ સ્ત્રીઓને જ સાથ આપે છે તો તમને નથી લાગી રહ્યું  કે પુરુષની સાથે અન્યાય થઈ રહ્યો છે?  ઘણી જગ્યાએ કેટલીક સ્ત્રીઓ આ કાયદાનો દુરુપયોગ કરીને પુરુષની જિંદગી ખરાબ કરી દે છે. પુરુષ માટે તો કોઈ કાયદા બન્યા જ નથી.

પુરુષ ની આંખમાં બેઠેલું ચોમાસું……..
સ્ત્રીના કમોસમી માવઠા કરતાં ધોધમાર હોય છે…….

પુરુષ એટલે શું? પુરુષ ની વ્યથા

પુરુષ ની વ્યથા: પુરુષ એટલે તો જાણે પરિવારમાં કમાઈને આપતું મશીન કે યંત્ર હોય એવું લાગે છે. પુરુષ એટલે તો જાણે જવાબદારી અને દુનિયાદારી નિભાવનાર ,ઘર પરિવારના બધા સભ્યોની ઇચ્છા પૂર્તિ કરતો હોય એવો એક રોબોટ હોય એવું લાગે છે. પુરુષ ક્યારે પોતાના માટે જીવતો નથી. ક્યારેય કોઈ સમાજ મા પુરુષ માટે વિચારતું જ નથી.

એમ કહેવાય છે કે પુરુષો ને પોતાના મનની વાત કહેતા આવડતું જ નથી. ઘણા વર્ષોથી પુરુષની એક જ ફરિયાદ હોય છે કોઈ તેમની ભાવના, લાગણીઓ, વેદના-સંવેદનાઓ અને ફરિયાદો ક્યારેક તો કોઈ સમજવાની કોશિશ કરે .પુરુષને મનની વાત કોઈને સમજાવતાં આવડતું જ નથી. સ્ત્રીની સરખામણી માં પુરુષનો જન્મ થી જ ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે તેમને લાગણી વ્યક્ત કરતા આવડતી જ નથી તેઓ હંમેશા પાછળ રહી જાય છે. સ્ત્રી નો ઉછેર પ્રેમથી કરવામાં આવતો હોય છે માટે તે પોતાના દિલની વાત બધાને કહી દે છે. હંમેશા પુરુષ પ્રેક્ટીકલ હોય છે. અને સ્ત્રિઓ ઈમોશનલ હોય છે. 

એવું માનવામાં આવે છે કે પુરુષ એટલે તો ખૂબ હિંમતવાન હોય એવી માન્યતા છે. આ માન્યતા આખા વિશ્વમાં પ્રસરી છે. પુરુષ કેટલો પણ મજબૂત કેમ ના હોય એ ક્યાંક ને ક્યાંક તો તે કમજોર પડી જાય છે. આમ જોઈએ તો  પુરુષ પણ છેલ્લે તો એક લાગણીશીલ વ્યક્તિ જ છે. ક્યારેક નાના બાળકની જેમ મોઢું ફુલાવીને બેસે છે તો ક્યારેક તે ઉસકે ધ્રુસકે રડી પડે છે પણ કોઈને ક્યારે કહેતો નથી ક્યારેક તો  જીદ પણ કરે છે. પુરુષને જ્યારે ભી કોઈ નિર્ણય લેવા હોય ત્યારે હંમેશા તે ચાર પાંચ લોકો ની સલાહ જરૂરથી લે છે પુરુષ બધા માટે બધું જ કરે છે પણ સ્ત્રીની સામે પુરુષનું કોઈ સ્થાન આપવામાં આવ્યું જ નથી.

સ્ત્રીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને  તેમનો ત્યાંગ  ઘણો મહાન માનવામાં આવે છે. આ બધી વાતો સાચી છે. પરંતુ  સ્ત્રીઓ કરતાં પણ પુરુષો વધારે ત્યાગ  કરતા હોય છે. પુરુષોના  ત્યાંગ કોઈને દેખાતા નથી. પુરુષ પણ સ્ત્રીની જેમ લાગણીશીલ વ્યક્તિ છે.પરંતુ પુરુષ ને કોઈ સમજી નથી શકતું…..પુરુષ ની વ્યથા

જેમ કે લડાઈમાં હંમેશા તે સામી છાતીએ ઉભો રહે છે. પરંતુ જ્યારે પુરુષ પ્રેમમાં પડે ત્યારે નીચીનજર કરીને પણ ઉભો રહે છે.એ ભી પુરુષ છે ને?. એટલે જ પુરુષ એટલે તો પુરૂષ જ છે…….. જેમ પુરુષ વગર સ્ત્રી અને સ્ત્રી વગર પુરુષ અધૂરો છે…….પુરુષ ની વ્યથા

એક પુરુષ ની જિંદગી, પુરુષ ની વ્યથા

એક પુરુષ ની જિંદગી, પુરુષ ની વ્યથા
એક પુરુષ ની જિંદગી, પુરુષ ની વ્યથા

જે  પોતાની પહેલા પરિવાર નુ વિચારે ….

જે પોતાની પહેલા પત્નીનું વિચારે….. 

જે પોતાની પહેલાં સંતાનોનું વિચારે…..

સવારે ૮થી રાત્રે નવ વાગ્યા સુધી બૂટ પહેરીને જુઓ તો તમને ખબર પડશે એ પુરુષની દશા અને વ્યથા શું છે. પુરુષ નાનો  હોય ત્યારે ભાઈ-બહેનો  માટે વિચારે

થોડો મોટો થાય એટલે માબાપ નુ વિચારે …

લગ્ન થાય એટલે પત્નીનું વિચારે..

ત્યારબાદ સંતાનોનું વિચારે…

પુરુષ એ તો પુરૂષ જ છે.

પુરુષ પોતે ફાટેલા   ગંજી ને મોજા પહેરીને પણ ચલાવે. પરંતુ પત્ની ને ક્યારે ફાટેલા કપડાં નહીં  પહેરવા દે..

પત્નીને હસતા હસતા કહે છે કે ત્યાં મને કોણ જોવે છે ચાલે બધું …તેજ પુરુષ છે…..

તોપણ ક્રોધી….  અહંકારી…. લાગણી વિનાનો…. મતલબી તો પુરુષજ  લાગે બધાને…

મોટા મોટા ઘર અને બંગલા હોય તેમાં 4- 4 એસી લાગેલા હોય તો પણ કોઈ દિવસથી ઘરમાં  રહે છે  ખરો? તે હંમેશા પરિવારનો જ વિચાર કરે છે કે મારું પરિવાર ખૂશ રહે. એ આ બધું કોના માટે કરે છે ? તો પણ પુરુષ તો સ્વાથી જ લાગે..

આટલા મોટા ઘરમાં કબાટ એકમાત્ર ખાનુ પુરુષ નું હોય અને બાકી બધું તો સ્ત્રીઓ માટે હોય છે. તો પણ પુરુષ તો ખરચાડો જ લાગે….

પત્ની ને હંમેશા વાર તહેવારે કપડાં ઘરેણાં લઈ આપે અને પોતે પોતાના માટે  કાંઈ પણ ના લે તેની પાસે જે હોય તે માં ખુશ રહે તો પણ પત્ની ને એમ જ લાગે કે પતિ કંજૂસ છે .

બાળપણથી મા બાપના માટે પોતાના બધા સપનાઓ ભૂલીને તે તેમના માટે હસતા મોઢે બધું જ સ્વીકારી લે અને ક્યારેક પુરુષ પોતા નું ધાર્યું કરે તો તે નાલાયક લાગે?

એક પુરુષ ની વ્યથા:

પુરુષ ની વ્યથા: જ્યારે પુરુષ ની આંખ ભીની થાય તો સમજવું કે પરિસ્થિતિ હદ વટાવી ચૂકી છે.પછી ભલે ને તે ભીની આંખ, દુઃખ ની હોય કે કોઈ ની યાદ ની હોય…..લગભગ બધા જ એવું કહે છે કે સ્ત્રી ખૂબ જ સહન કરે છે એ વાત સાચી છે. પણ ક્યારેક ને ક્યારેક લગ્નજીવન ને તૂટતું બચાવવા પુરુષ પણ ઘણું બધું સહન કરે છે. બંનેમાં ફર્ક માત્ર એટલો છે કે સ્ત્રી લાગણી વ્યક્ત કરે છે અને પુરુષ લાગણી વ્યક્ત નથી કરી શકતો. એક પત્ની ની વ્યથા તો સૌ કોઈ  લખે છે. પણ ક્યારેય કોઈ એ પતિની વ્યથા લખતા જોયા છે.

હું  પણ એક સ્ત્રી છું પરંતુ આજે એક પુરુષની વ્યથા લખી રહી છું. શું સમાજમાં પુરુષનો કોઈ સ્થાન જ નથી?

પુરુષ ની વ્યથા: એક પુરુષે પતિ હોય છે ,કોઈનો પુત્ર, કોઈનો નો ભાઈ ,કોઈનો મિત્ર,કોઈનો પ્રેમી છે.  પુરુષ ઉપર એટલી બધી જવાબદારી હોય છે  પણ તે એકલો જ  બધું સહન કરે છે. રોજ સ્ત્રીઓની વ્યથા સાંભળવા વાળા આજે એક પુરુષની વ્યથા ભી સાંભળો. પુરુષ ની પાસે ઘણા બધા કામ અને ઘર-પરિવારની જવાબદારી હોય છે પરંતુ તે ક્યારેય પોતાનું દુઃખ કોઈને કહેતો નથી તેને ઓફિસ, ઘર, પરિવાર, બધાનું ટેન્શન રહે છે.

પુરુષ હંમેશા એવું જ વિચારે છે કે તેની પત્ની, બાળકો ,ભાઈ, બહેન, માતા-પિતા, બધા જ ખુશ રહે તે સારી રીતે બધી જવાબદારીઓ નિભાવી લે છે. એક સ્ત્રી કરતા  પણ  પુરુષને વધારે સહન કરવું પડે છે. ક્યારેક ઘરમાં પૈસા ના હોય તો? ક્યાંથી લાવવા? કેવી રીતે કરવું ? કોની પાસે માંગવા? તે વધુ પુરુષ જ જાણે છે. સ્ત્રી કરતા તો પુરુષ ને વધારે સહન કરવું પડે છે.

પુરુષ ની વ્યથા: જો પુરુષ લગ્ન કર્યા પછી માઁ નું સાંભળે તો તે “માવડિયો” છે તેમ લોકો કહે છે.અને પત્નીનું સાંભળે તો “વહુઘેલો” છે. તેમ લોકો કહે છે. પુરુષ કરે તો કરે શું? કોની વાત માનવી?  ક્યાં જવું?…..  બધા જ પુરુષ ની વ્યથા એક સરખી હોય છે, જો ઓફિસ કે ધંધા રોજગાર માટે જાય તો ત્યાં નું ટેન્શન અને ઘરે આવે તો ઘર નું ટેન્શન. ઘણા પુરુષોને તો પત્ની નો એટલો બધો ત્રાસ હોય છે કે એક એક શ્વાસ લેવો એ ને ઘરમાં ભારે પડી જાય છે.

તે પોતાના ઘરની વાતો બીજા ને શેર પણ નથી કરી  શકતો. પુરુષને ઘર મા બધા સભ્યો નો સાથ આપવાનો હોય છે બધા ને તે ધ્યાનમાં રાખીને, તેને આગળ ચાલવાનું હોય છે. પુરુષ મન મુકીને રડી પણ નથી શકતો. રાતના અંધારા મા તે એકલો એકલો રડતો હોય છે.

જેમ પુરુષ વગર સ્ત્રી અને સ્ત્રી વગર પુરુષ અધૂરો છે
જેમ પુરુષ વગર સ્ત્રી અને સ્ત્રી વગર પુરુષ અધૂરો છે

પુરુષ જ્યારે કામ મા વ્યસ્ત હોય ત્યારે તેની પ્રેમિકા કે પત્ની ને સમય ન આપે તો.. લોકો ફરિયાદ કરે છે. પરંતુ જ્યારે સ્ત્રી કામમાં વ્યસ્ત હોય ત્યારે પુરુષ ક્યારે પણ ફરિયાદ નથી કરતો કે તે કેમ મારી માટે સમય ના નીકળ્યો. સમય મળે છે એ સમય નો હંમેશા આનંદ લેતો હોય છે .આજ પુરુષ ની મોટી સમજણ છે તેનો પ્રેમ છે અને પુરુષ ની મહાનતા  છે.

જ્યારે પણ પુરુષ દુઃખી હોય કે ટેન્શન મા હોય ત્યારે તે એકલો રહેવા માંગે છે કેમ કે પોતાના દુઃખો અને તકલીફો પરિવાર ની સામે લાવવા માગતો નથી. એ બધી મુસીબતો નો સામનો પોતે કરવા ઈચ્છે છે. ક્યારેય તમે પુરુષ ને પૂછો કે કેમ આજે ઉદાસ  છો? જ્યારે પુરુષ પોતાની ઉદાસી નું કારણ એમ જ કહેશે કે” આજે માથું દુખે છે….. મૂડ સારો નથી … એવું કહી ને વાતને ફેરવી નાખે છે એ પોતા ની પ્રોબ્લેમ ક્યારે પણ પરિવાર સામે લાવતો નથી હંમેશા એકલો જ સહન કરે છે.

પુરુષને તમે હંમેશા દોડતા ભાગતા જોયા હશે. ક્યારે શાંતિ થી ઘરે બેસતા જોયા નહીં હોય. આપણ ને જોઈને એમ જ થાય કે તે પૈસા કમાવવા માટે દોડતા હશે પણ ના એવું નથી? એ પૈસા કમાવવા માટે નહીં પણ પોતાના પરિવારને ખુશ રાખવા માટે ભાગદોડ કરે છે તે પોતાની પત્ની અને બાળકની બધી જરૂરિયાતો બહુ સારી રીતે પૂરી કરે છે. એક પુરુષની વ્યથા કોઈ સમજી શકતું નથી. ભાગ્યે જ કોઈ પત્ની પોતાના પતિને સારી રીતે સમજી શકે છે.

જેમકે એક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે. તેવી જ રીતે એક સ્ત્રી માં હસતા ચહેરા પાછળ એક પુરુષ નો જ હાથ હોય છે. પણ પત્ની એમ કહે કે ચિંતા ના કરો હું તમારી સાથે છું  તો પુરુષ ક્યારે પાછો પડતો નથી. દરેક પુરુષ પોતાની તકલીફો અને દુઃખો પોતાના દિલના એક ખૂણામાં દબાવી ને બેસી રહે છે પુરુષ પાસે ઘણી બધી એવી વાતો હોય છે.પણ તે કોઈને જણાવી નથી શકતો. પુરુષ હોવું એ કંઈ સહેલું નથી કંઈ બોલ્યા વિના બધીજ જવાબદારીઓ નિભાવી લે છે.

એક સ્ત્રી નો પ્રેમ પુરુસ પાસે થી સુરક્ષા અને હૂંફ માંગે છે જયારે 
એક પુરુસ નો પ્રેમ સ્ત્રી પાસે થી માનસિક શાંતિ અને સમજણ માંગે છે

Image source: Google

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

જો તમને આ પોસ્ટ ગમી હોય તોહ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તેમજ કઈ ભૂલચૂક હોય તોહ નીચે આપેલા કોમેન્ટ બોક્સ મા જરૂર લખજો.
આવાજ સામાજિક લેખ તેમજ સમાચાર અપડેટ ,નવી નવી વાનગીઓ ની રેસિપી , ધાર્મિક વાતો ,ટેક્નોલોજી ની અપડેટ તેમજ તમારા સ્વાસ્થ્ય ને જોડતી વાતો માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat  પર લાઈક/ફોલૉ કરીને અમારી સાથે જોડાઓ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments