Panipuri: પાણીપુરી એ એવી વસ્તુ છે કે તેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી દરેક મહિલાઓની ફેવરિટ હોય છે નાના મોટા બધા ને પાણીપુરી ખૂબ જ પસંદ હોય છે.ચાલો જાણીયે પાણીપુરી નો ઇતિહાસ તેને બનાવા ની રીત તેમજ તેના ફાયદા
પાણીપુરી ક્યારે પ્રચલિત થઇ?(પાણીપુરી નો ઇતિહાસ)
પાણીપુરી ઘણા વર્ષો જૂની વાનગી છે. પાણીપુરી ની શરૂઆત મહાભારતના સમય દરમિયાન દ્રોપદીએ સૌપ્રથમ બનાવી હોવાનું જાણવા મળ્યું છે.
પાણીપુરી ની શરૂઆત કયા સમય દરમિયાન થઈ તેની બે વાર્તાઓ છે.

- મગધ ની વાત : મગધ ના સમયે દરમિયાન એવું કહેવામાં આવે છે કે જીભ નો સ્વાદ વધારવા માટે આ વાનગી બનાવવામાં આવતી હતી તે સમયે પાણીપુરી નું નામ શું હતું તે ખરેખર કહી શકાય નહીં, પહેલા ના સમય દરમિયાન ભારતમાં સોળ મહાજન પદો માં થી ગંગાકિનારે આવેલા મગધ મા પાણીપુરીની શરૂઆત કરવામાં આવી હતી. તેને આજે બિહારના નામે ઓળખવામાં આવે છે. જેને પાણી પુરી ની શરૂઆત કરી હતી તેનું નામ ક્યારેકોઈપણ જગ્યાએ આપેલું નથી પરંતુ આજના લોકો તેનો ખુબ આભાર માને છે
- મહાભારતના સમય દરમિયાન : એમ કહેવામાં આવે છે, જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં રહેતા હતા તે સમયે તેમના લગ્ન દ્રૌપદી સાથે થયા હતા. પાંડવોની માતા કુંતીએ દ્રૌપદીની પહેલીવાર રસોઈ બનાવવા માટે પરીક્ષા લીધી હતી. માતા કુંતીએ નવી આવેલી વહુ દ્રૌપદીને થોડો સામાન આપ્યો અને કહ્યું કે થોડા સામાન મા થી એવી સ્વાદિષ્ટ વાનગી બનાવો કે જેના થી બધા નું પેટ ભરાઈ જાય. માતા કુંતીએ બટાટા અને થોડો લોટ આપ્યો હતો. ત્યારે દ્રૌપદીએ લોટમાંથી નાની-નાની કડક પુરી બનાવી અને બટાટામાં થી મસાલો તૈયાર કર્યો અને ચટપટો પાણી તૈયાર કર્યું, આ રીતે તેમની વાનગી બનાવવી જ્યારે પાંડવો ને જમવા માટે આપી તો તેમને ખૂબ જ ગમી.ત્યાંથી પાણી પુરી અસ્તિત્વમાં આવી.
પાણીપુરી ના ફાયદાઓ

પાણી પુરી ખાવાના ખૂબ શોખીન લોકો માટે એક સારા સમાચાર છે જે તમે સાંભળીને ખુશ થઈ જશો,પાણીપુરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ભારતમાં મહિલાઓ પાણીપુરી ખાવાની ખૂબ જ શોખીન હોય છે પાણીપુરી ની સામે તે બધું ભૂલી જાય છે. પાણીપુરી એવી વસ્તુ છે કે તેનું નામ સાંભળતાં મોઢામાં પાણી આવી જાય છે.
પાણી પુરી માત્ર ટેસ્ટ માટે ખાવામાં આવતી નથી તેના અનેક ફાયદાઓ પણ છે. 5 થી 6 પાણીપુરી ખાવા મા 100 કેલરી હોય છે. જ્યારે મોઢામાં છાલા પડી જાય ત્યારે પાણી પુરી ખાવા થી જલદી સારું થઈ જાય છે. જો પાણીપુરીના પાણીમાં હિંગ નાખી ને ખાઈએ તો એસીડીટી મટી શકે છે.
પેટની સમસ્યા: શું તમે જાણો છો કે પાણી પુરી ખાવા થી ઘણા રોગો જડમૂળથી ખતમ થઇ જાય છે. આજકાલ લોકોને પેટ ની ઘણી પરેશાની ઓ હોય છે. આ સમય દરમિયાન જો તમે પાણીપુરી નું પાણી પીવો તો પેટમાં થતી એસિડિટી કબજિયાત ગેસ જેવી બીમારીઓ જળ મૂળ થી ખતમ થઇ જાય છે.કેમકે પાણીપુરીના પાણીમાં લીંબુ, મરી, ફુદીનો અને જીરું નાખવામાં આવે છે તેનાથી પેટની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
મોઢામાં ચાંદી પડવી:ઘણા લોકોને ગરમ અને તીખુ ખાવાથી મોઢાની અંદર ચાંદી પડી જાય છે. અને તેને ઠીક થવામાં ઘણો સમય લાગે છે, પણ જો તમે પાણીપુરીના પાણીનું સેવન કરું તો તમારા મોઢા ની ચાંદી બે દિવસમાં થઇ જાય છે.
વજન ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક : જો તમે મોટાપા થી પરેશાન છો તો, પાણીપુરી એ તમારી પરેશાની દૂર કરી દેશે.જ્યારે જમવા બેસો ત્યારે 15 મિનિટ પહેલા રોજ પાણીપુરીનો સેવન કરો.તેનાથી તમારું વજન ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગશે. તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે.કેમકે પાણીપુરીના પાણીમાં ફુદીનો ,સંચળ ,જીરુ, અને મરી પાવડર , ફુદીનો નાખવામાં આવે છે તેનાથી પાચનતંત્ર ખૂબ સારું થઈ જાય છે અને પેટની સમસ્યા પણ દૂર થઈ જાય છે
ચાલો હવે જાણીયે પાણી પુરી ની પુરી થી લઇ 5 પ્રકાર ના પાણી ઘરે બનાવ ની રીત

પાણી પુરી ની પુરી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો એકદમ ફૂલેલી અને કડક તો ચાલો જાણીએ પાણીપુરી ની પુરી બનાવવાની રીત,પાણીપુરી ની પુરી બનાવવા માટે તમે મેંદો સોજી એ ઘઉંનો લોટ ઉપયોગમાં લઈ શકો છો અને ખાસ ધ્યાન રાખવું કે સોજી એકદમ ઝીણી પસંદ કરવી.
સોજી અને ઘઉં ની પુરી બનાવવાની રીત:
સામગ્રી :
એક કપ ઘઉંનો લોટ
૧ કપ રવો
૨ કપ પાણી
તળવા માટે તેલ
મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીત:
500 ગ્રામ સોજી લો તેમાં મોટી ૪ ચમચી પાણી લો અને ધીમે ધીમે લોટ બાંધો પાણી ઓછું હોય તો થોડું ઉમેરો અને લોટ બાંધો. લોટ બહુ કડક ના હોવું જોઈએ અને તેમાં થોડું મીઠું ઉમેરો.અને લોટ બાંધી લો. ત્યારબાદ લોટને ૨૦ મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.ઘઉંના લોટની પુરી બનાવવા માટે એક ચમચી મેંદો , ૧ કપ રવો, ૧ કપ ઘઉંનો લોટ આ બધી સામગ્રીને મિક્સ કરીને તેમાં થોડું મીઠું ઉમેરો અને લોટને બાંધી લો થોડીવાર માટે ઢાંકીને મૂકી દો.
ત્યારબાદ ગુંથેલા લોટ માં થી નાના નાના લો બનાવો. ત્યારબાદ તેને રોટલી ની જેમ ગોળાકારમાં બનાવો. ત્યારબાદ પુરી ના માપનો એક ઢાકણ કે વાટકી લઈને ધીરે-ધીરે કાપા પાડી દો. કાપા પાડી દીધા બાદ તેને ધીમે ધીમે નીકાળો. આવી રીતે બધી જ પુરી બનાવી લો.
એક કડાઈ મા તેલ ગરમ કરવા માટે મૂકો.ત્યારબાદ પૂરીને તેલમાં નાખી ને ઝારા ની મદદથી થોડી દબાવતાં રહો તો પૂરીઓ સરસ ફુલ સે. બ્રાઉન થાય ત્યાં સુધી તળવી,ગેસ ની ફ્રેમ થોડી ધીમી રાખવી.પૂરીને તળી ને ખુલ્લી મૂકવી.

પાણી પુરીનો મસાલો ચટાકેદાર કેવી રીતે બનાવશો ચાલો જાણીયે એની ટિપ્સ
સામગ્રી :
10 ગ્રામ મરી પાવડર
25 ગ્રામ ધાણા
25 ગ્રામ જીરુ
એક ચમચી સંચળ
એક ચમચી હિંગ
25 ગ્રામ લાલ મરચાનો પાવડર
મીઠું સ્વાદપ્રમાણે
બનાવવા ની રીત :
સૌપ્રથમ એક તવા પર ધાણા અને જીરું ને જ્યાં સુધી સુગંધ ના આવે ત્યાં સુધી શેકો. શેકેલા ધાણાજીરું અને ઠંડુ કરવા માટે મૂકો’
આ મિશ્રણને મિક્સરમાં બારીક પીસી લો.ત્યારબાદ ઉપર આપેલી બધી સામગ્રી મિક્સ કરીને ચાળી લો. તૈયાર છે પાણીપુરીનો ચટાકેદાર મસાલો.

પાણી પુરીના મસાલા માટે આપણે 2 પ્રકાર ના મસાલા બનાવી શકીયે છીએ જેમાં 1 ડ્રાય અને બીજો રગડા વાળો મસાલો હોય છે તોહ ચાલો પેલા જાણીયે બટાકા નો હેલ્થી અને ચટપટો મસાલો
સામગ્રી:
પાંચ બટાકા
એક બાઉલ સુકા ચણા
થોડી કોથમીર
લીંબુ
2 ચમચી લાલ મરચું પાવડર
એક ચમચી સંચળ પાવડર
1 ડુંગળી
5 લીલાં મરચાં
ચાટ મસાલો
પાણીપુરીનો તૈયાર મસાલો
બુંદી
બનાવવાની રીત: સૌ પ્રથમ ચણા ને ધોઈને ચાર કલાક પલાળવા ત્યારબાદ તેને કુકરમાં 5 થી 6 સીટી વગાડી ને બાફી લેવા. ત્યારબાદ બટાટાને ધોઈને થોડું પાણી રેડી ચાર સીટી વગાડી અને બાફી લેવા.સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા અને ચણાને મિક્સ કરીને તેને ક્રશ કરો ત્યાર બાદ તેમાં મીઠું, સંચળ, લીંબુ, પાણીપુરીનો તૈયાર મસાલો, કોથમીર ફુદીના અને લીલા મરચાની પેસ્ટ બનાવીને તેમાં નાખો ત્યારબાદ ૧ ચમચી લાલ મરચું પાવડર , ચાટ મસાલો નાખીને મિક્સ કરી દો ત્યારબાદ તેમાં કાપેલી ઝીણી ડુંગળી ઉમેરો.થોડા કાપેલા કોથમીરના પાન નાખો તૈયાર છે પાણીપુરીનો મસાલો.
ગરમા ગરમ રગડા પાણીપુરી નો મસાલો

સામગ્રી :
૧ કપ સૂકા વટાણા
2 ડુંગળી
છ-સાત લસણની કળીઓ
બે મોટા બટાકા બાફેલા
બે ટમાટર
2 ચમચી લાલ મરચું પાવડર
એક ચમચી ધાણાજીરું પાવડર
એક ચમચી હળદર
બે ચમચી લીંબુનો રસ
1 ચમચી જીરૂ
૧ ચમચી રાઈ
એક કપ કોથમીર
પાણીપૂરીનું પાણી
આંબલી ખજૂરનું પાણી
બનાવો પાંચ મિનિટમાં તૈયાર થાય તેવી પાંચ પ્રકારની સેન્ડવીચ જાણો તેની રેસિપી
રગડો બનાવવાની રીત :
સૌથી પહેલા સૂકા વટાણાને 4 કલાક પાણીમાં પલાળી દો. ત્યારબાદ પ્રેશર કુકરમાં થોડું પાણી અને મીઠું નાખીને ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી બફાવા દો.ત્યારબાદ બટાકાને બાફી દો.એક કડાઈ ને ગેસ પર ગરમ કરો ત્યાર પછી તેમાં થોડું તેલ નાખો, પછી રાઈ અને જીરું નાખો ત્યારબાદ થોડી ઉમેરો . ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી ઉમેરો ડુંગળીને થોડી બ્રાઉન થવા દો ત્યારબાદ લસણ આદુ અને મરચાની પેસ્ટ નાખીને એક મિનિટ હલાવો.
થોડીવાર પછી તેમાં કાપેલા ટમાટર ઉમેરો અને ત્રણ મિનિટ સુધી હલાવતા રહો પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર નાખો ત્યારબાદ એમાં બાફેલા બટાટા અને વટાણા નાખીને બરાબર મિક્સ કરો બે મિનિટ પછી એમાં પાણીપૂરીનું પાણી અને આમલી ખજૂરનું પાણી નાખીને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઉકળવા દો. થોડો પાણી પુરી નો મસાલો નાખો તેનાથી સ્વાદ ખુબ જ સરસ આવશે અને થોડું પાણી ઉમેરો દસ મિનિટ પછી ગેસને બંધ કરી દો. ગરમાગરમ રગડો તૈયાર છે. તેના પર થોડી કાપેલી કોથમીર, ડુંગળી અને સેવ નાખીને ડેકોરેશન કરો.

પાણી પુરી મા એના પાણી નો અહમ રોલ હોય છે પાણીપુરી કેટલી ભી સારી બનાવેલી હોય પણ જો પાણી નો ટેસ્ટ સારો ના હોય તોહ પાણી પુરી માં માજા આવતી નહિ એટલે હવે અપને બહાર જેવું સ્વાદિષ્ટ એન્ડ ચટપટું પાણી બનાવવાની રીત જોઈએ
એકદમ તીખું અને ચટપટું પાણી

સામગ્રી :
એક વાટકી ફુદીનો
2 વાટકી કોથમીર
1 ઈંચ આદુનો ટુકડો
3 લીલા મરચા
મીઠું
લીંબુ
આમચૂર પાવડર
સંચળ મીઠું
પાણી બનાવવાની રીત:
સૌપ્રથમ ફૂદીના ના કોથમીર નાપાન ને ધોઈને એક મિક્સર જારમાં લો ત્યારબાદ તેમાં આદુ લીલા મરચાં અને પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે એક તપેલીમાં 3 કપ પાણી લઈને તેમાં ઉમેરો ત્યારબાદ તેમાં થોડું સંચળ મીઠું નાખો અને પાણીપુરીનો તૈયાર મસાલો એક ચમચી નાખો ત્યારબાદ ૧ લીંબુનો રસ લીંબુનો રસ ના હોય તો આમચૂર પાવડર નો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ પાણીને હલાવીને એક કલાક માટે ઠંડુ કરવા માટે મૂકી દો. ત્યારબાદ તેને ચારણી ની મદદથી ગાળી લો. હવે આપણું પાણી તૈયાર છે આ રીતે બનાવશો તો એકદમ બહાર જવું ટેસ્ટી પાણી બનશે.
લસણ અને લાલ મરચાનો ટેસ્ટી પાણી

સામગ્રી:
બે લાલ મરચાં
10 લસણની કડી
મીઠું
પાણી બનાવવાની રીત:
સૌપ્રથમ ગરમ પાણીમાં બે લાલ મરચા કાપીને અડધો કલાક માટે મૂકી દો ત્યારબાદ એક મિક્સર જારમાં 10 લસણની કડી મીઠું બે લાલ મરચાં અને થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી દો. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢો. તેને ચારણી મા ગાડી મેં નીકાળો ત્યારબાદ તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ ઉમેરો તમે પાણીપુરી બનાવો તો આ પાણીનો જરૂર ટ્રાય કરજો.
હિંગ નું હાજમા હજમ નું હેલ્થી પાણી

સામગ્રી:
ખજૂર આમલીની પેસ્ટ
મીઠું
સંચળ
હિંગ
ચાટ મસાલો
પાણી બનાવવાની રીત:
એક વાસણમાં ખજૂર આમલીની પેસ્ટ, મીઠું, સંચળ, ચાટ મસાલો અને હિંગ ઉમેરીને મિક્સર મા પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ૨ કપ પાણી લો અને તેમાં ઉપર ની પેસ્ટ ઉમેરીને હલાવી દો ,પાણી પુરીનું પાણી તૈયાર છે.
જીરા વાળું પાણી
સામગ્રી:
શેકેલા જીરાનો પાવડર
સંચળ
મીઠું
લીંબુ ના ફૂલ
પાણી બનાવવાની રીત:
સૌપ્રથમ એક બાઉલમાં શેકેલા જીરાનો પાવડર સંચળ મીઠું લીંબુ ના ફૂલ અને બે કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો તૈયાર છે જીરા વાળું પાણી

ખજૂર આમલી નું ચટપટું પાણી
સામગ્રી:
એક વાટકી આમલી
૧ નાની વાટકી ગોળ
પાંચ ખજૂર
મીઠું સ્વાદ અનુસાર
1 ચમચી ધાણાજીરૂ
૧ ચમચી લાલ મરચું પાવડર
પાણી બનાવવાની રીત:
સૌપ્રથમ એક તપેલીમાં ગરમ પાણી લો એમાં ખજૂર અને આમલી ઉમેરો તેને થોડીવાર ગેસ પર ગરમ કરવા માટે મૂકો તેમાં ગોળ નાખો ત્યારબાદ ગેસ બંધ કરી દો. અને આ પાણીને ઠંડુ કરવા મુકી દો. ત્યારબાદ મિક્ષ્ચર માં આમલી અને ખજુર લો તેમાં થોડું મીઠું ઉમેરો. ૧ ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીને પેસ્ટ બનાવી લો તેમાં થોડું પાણી ઉમેરી ચારણી ની મદદ થી ગાડી લો. તૈયાર છે આપણું ખજૂર આમલીનું પાણી
Image source: Google
નોંધ લેવી:– ગુજરાતી ભાષામાં નવી- નવી રેસિપી જાણવા તેમજ અન્ય વાનગી ની રેસિપી માટે જાણકારી તેમજ અજબ ગજબ, સમાચાર, અવનવી વાતો ,તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ 👉 Love You Gujarat લાઈક/ફોલૉ કરીને અમારી સાથે જોડાઓ.
તમને આ લેખ સારો લાગ્યો હોય તોહ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તેમજ કઈ વડઘટ હોય તોહ નીચે આપેલા કોમેંટ બોક્સ મા તમે જરૂર લખજો