સૌન્દર્ય:આપણા બધાના મનમાં હોય છે કે આપણે સુંદર દેખાઈએ.અમે મનની સુંદરતા ની વાત નથી કરતા પણ શારીરિક સૌંદર્ય ની વાત કરી રહ્યા છીએ .ઘણા લોકો સુંદર હોય છે. કેટલાક લોકો કોઈ ના સુંદર અને ચમકતી ત્વચા ને જોઇને પોતાનું દિલ ગુમાવી દે છે.
આપણા બધા ના સૌન્દર્ય વિશે જુદા જુદા મંતવ્યો હોય છે અને તે સ્પષ્ટ પણે આપણી સંસ્કૃતિ અને પૂર્વ ગ્રહોથી પ્રભાવિત છે સૌંદર્ય એટલે આકાર, રંગ અથવા સ્વરૂપ જેવા વિશિષ્ટ લક્ષણો અને કુશળતા નો સમાવેશ છે જે આપણી સૌંદર્ય પ્રેમાળ ઇન્દ્રિયો ને ખુશ કરે છે ખાસ કરીને આપણી આંખો
આ લેખના હેતુને પૂર્ણ કરવા માટે આપણે સૌન્દર્ય ની આરોગ્ય સાથે સંકળાયેલા છીએ. તંદુરસ્ત વાળ સુંદર વાળ છે તંદુરસ્ત ત્વચા સુંદર ત્વચા છે સ્વાસ્થ્ય શરીર એ સુંદર શરીર છે સ્વાસ્થ્ય મન એ સુંદર મન છે આવી પરિસ્થિતિઓમાં આપણે આરોગ્ય અને સૌંદર્ય પ્રાપ્ત કરવા માટે નીચેની બાબતો જ જરૂર છે
Table of Contents
સૌન્દર્ય,નિયમિત સ્કિન કેર(Skin Care), વાળ ની સંભાળ(Hair Care),નખ ની સંભાળ(Nail Care) ઘરે કેવી રીતે સંભાળી શકીએ

આપણા શરીરનો સૌથી મોટો ભાગ ત્વચા છે . આપણા શહેરોમાં હવાનું પ્રદૂષણ વધતા આપણે આપણી ત્વચાને વધુ પોષણ આપવાની અને તેની કાળજી લેવાની જરૂર હોય છે. જેમ આપણે ત્વચાની કાળજી રાખીએ છીએ તેવી જ રીતે આપણા વાળ અને નખની પણ કાળજી લેવી ખૂબ જરૂરી છે.
સૌન્દર્ય,ભારતીયોમાં ત્વચાની સંભાળ પરંપરાગત છે: ઘણા લોકોને પોતાની માતા, બાળપણ થીજ ત્વચા પર ચણાનો લોટ , મલાઈ, મુલતાની મિટ્ટી, ક્રીમ લગાવતા જોયા હશે. તેમજ લીમડાનું તેલ, હળદર, અલોવેરા, ચંદન, ગુલાબ જલ જેવી અનેક વસ્તુઓ ત્વચા માટે ફાયદાકારક છે. ઘણા વર્ષોથી ભારતીય લોકોના ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં તમારી ત્વચાની સંભાળ માટે વધુ સારી દિનચર્યા બનાવી જોઈએ. સૌપ્રથમ તમારી ત્વચાનો પ્રકાર કેવો છે તેનાથી શરૂઆત કરી શકો છો. ત્યાર પછી જ તમે ત્વચાને ચમકતી અને ચમકદાર બનાવવાની ઘણી રીતો શોધી શકો છો.
મધનો ઉપયોગ કરતાં પહેલા જાણી લો નહિતર …
એવી જ રીતે વાળ માટે તમારે સૌથી પહેલા જાણવાની જરૂર છે કે તમારા વાળ કેવા પ્રકારના છે. બધાના વાળ અલગ-અલગ પ્રકારના હોય છે. ઘણા લોકોના તૈલી, ઘણા લોકોના ડ્રાય અથવા તો સામાન્ય હોય છે. ત્યાર પછી તમે તમારા માટે હેર કેર રૂટિન તૈયાર કરો. ત્યારબાદ વાળની વૃદ્ધિ માટે તમે ઘરેલુ ઉપયોગ કરી શકો છો.
સૌન્દર્ય સાથે જોડાયેલા ઉત્પાદકો, સપ્લિમેન્ટ અને તેની સારવાર
દરરોજ નવી નવી શોધ થઈ રહી છે. આ શોધો આપણને ઘણી મદદરૂપ થાય છે. એવી કઈ વસ્તુ છે જે આપણે ચામડી માં પડી રહેલી કરચલીઓ દૂર કરે છે અને આપણા મનને સુંવાળા અને ચમકદાર બનાવી શકે છે. જેમકે હાઈલૂ ક્રોનિક એસિડ આપણી ત્વચા માટે બાયોટીન માં મદદ કરે છે. જેને મજબૂત બનાવવામાં પણ મદદગાર છે. તંદુરસ્ત ત્વચા તંદુરસ્ત વાળ તંદુરસ્ત અને શરીરના વજન સાથે સંબંધિત દરરોજ થઈ રહેલા વૈજ્ઞાનિક સંશોધન થી વાકેફ હશો. મારી વધુ સારી સુંદરતા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકશો.બ્યુટી પ્રોડક્ટ ખૂબસૂરતી સાથે જોડાયેલા ઉત્પાદકો માટે તમારે ઘણા નિયમો હંમેશાં યાદ રાખવા જોઈએ
મોંઘી વસ્તુ એટલે એનો અર્થ એ નહિ કે તે સૌથી સારું
કોઈપણ વસ્તુ અને વાળ પર લગાવતા પહેલાં સેમ્પલ લઇને તેનું ટ્રાય જરૂર કરવો જોઈએ ઘણા લોકો એવું માને છે કે વસ્તુઓ મોંઘી છે એટલે સારી હશે. એવું નથી હોતું બધી વસ્તુ બધા માટે નથી ફાયદો કરતી.
પોતા ની વસ્તુ ની શોધ જાતે કરો
પુરુષ ની વ્યથા: નારી ત્યાગ ની મુરત છે તોહ પુરુષ કોણ? જાણો અહીંયા
જ્યારે પણ કોઇ કેમિકલ કે નેચરલ વસ્તુઓ ખરીદતા સમયે તેના ફાયદા અને ગેરફાયદા ની જાણકારી જરૂર મેળવો. માર્કેટમાં ઘણા બધા સપ્લીમેન્ટરી ઉપલબ્ધ છે માટે તેને ખરીદતાં પહેલા એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. વિટામિન c serum ની મદદથી આંખોની નીચે કાળા કુંડાળા દૂર કરવામાં મદદ કરે છે.
વાળ માટે કેરાટીન ટ્રીટમેન્ટ અથવા તો ત્વચા માટે માઈક્રો નીડ લિંગ જેવી સૌંદર્ય સારવાર તેમજ તંદુરસ્ત અને સુંદર ત્વચા માટે મદદરૂપ કરી શકે છે. પરંતુ ફલીપેડ પ્લેટ પ્લાઝમા સારવાર અથવા રાસાયણિક સારવાર લેતા પહેલા તમારા ત્વચા રોગ નિષ્ણાંત અથવા કોસ્મેટિક ચિકિત્સક સાથે વાત કરો તમે કોઈ પણ પ્રકારનો ટ્રીટમેન્ટ કરાવતા પહેલા તેના નુકશાન વિશે શું સાવધાની રાખવી પડે તેની જાણકારી પુરી લો.
અત્યારે સરળ અને ખર્ચ વગર ના ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરીને ત્વચા અને વાળની વિવિધ સમસ્યાઓને દૂર કરી શકો છો.વાળ ખરવા માટે ઘરેલુ ઉપાય, ખીલ માટે ના ઘરેલુ ઉપાય, કરચલીઓ દૂર કરવા માટે ઘરેલુ ઉપયોગ, આ બધી ઘરેલુ વસ્તુઓની મદદથી તમે તમારી સુંદરતાને વધારી શકો છો.
ત્વચા ને સુંદર બનાવવા માટે ઘરેલુ ઉપચાર
સૌન્દર્ય,ત્વચાને સુંદર રાખવા માટે આપણે ઘણા મોંઘા ભાવની ક્રીમ વાપરતા હોઈએ છીએ ટેલિવિઝન માં કોઇ ભી નવી એડ આવે કે તરત જ આપણે ક્રીમ લઈને આવતા હોઈએ છીએ. પરંતુ તે મોંઘા ભાવની ક્રીમ બધાને શૂટ કરતી નથી જેને લીધે ત્વચા પર આડઅસર જોવા મળે છે. મોંઘા ભાવની ક્રીમ પાછળ પૈસા બગાડતા કરતા જો તમે ઘરેલુ ઉપચાર કરીને ત્વચાને સુંદર બનાવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ સારું રિઝલ્ટ મળશે.
જો સૂર્યપ્રકાશ ના લીધે ત્વચા કાળી પડી ગઇ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તેના માટે દહી અને હળદર મિક્સ કરીને ફેસ તેમજ જે જગ્યા કાળી પડી ગઈ છે ત્યાં લગાવી દેવું આ પેસ્ટને 15 મિનિટ રાખીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આનાથી તમારી ત્વચા મુલાયમ અને ચમકદાર બનશે.
સૌન્દર્ય,ત્વચાને સુંદર બનાવવા માટે કાચા દૂધમાં એક ચમચી લીંબુનો રસ અને ૨ ચમચી કાકડીનો રસ મિક્સ કરો આ મિશ્રણને ચહેરા પર લગાવીને 15 મિનિટ રાખો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો આમ કરવાથી સ્કિન ચમકવા લાગશે અને ત્વચામાં નિખાર આવશે
ઘણીવાર આપણે ખીલને તોડી નાખતા હોઈએ છીએ. તેના લીધે મોઢા પર કાળા ડાઘ રહી જાય છે આ ડાઘને દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવી ને ચહેરા પર પડેલા કાળા ડાઘ દૂર કરી શકાય છે.
જો તમને ખીલની સમસ્યા હોય તો ચંદનના પાવડરમાં લીમડાના સૂકવેલાં પાન ને ક્રશ કરીને નાખવા તેમાં થોડું ગુલાબ જળ મિક્સ કરીને ચહેરા પર વીસ મિનિટ રાખો. ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઇ લેવો. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ વાર કરો આનાથી ખીલની સમસ્યા દૂર થઈ જશે.

હેર ને સુંદર બનાવવા માટે ઘરેલુ ઉપચાર(સૌન્દર્ય)
દૂધ: દૂધમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જો તમારે વાળ સિલ્કી બનાવવા હોય તો શેમ્પૂ કર્યા પછી તેના પર થોડું કાચું દૂધ લગાવો તેને પાંચ મિનિટ રાખીને વાળને પાણીથી ધોઈ નાખો. આનાથી વાળનો ગ્રોથ વધશે તેમજ ડેમેજ વાળ પણ રિપેર થઈ જશે.
ઈંડા: ઈંડા એ પણ માટે સૌથી સારું અને કુદરતી પ્રોટીન છે ઈંડાથી વાળ સિલ્કી અને શાઇની બને છે. અઠવાડિયામાં એકવાર ઈંડાને ચોક્કસ વાળ માં નાખો. જો તમને ઈંડાની વાસના ગમતી હોય તો મહેંદીમાં ઈંડાને મિક્સ કરીને માથા ઉપર લગાવી શકો છો. ઈંડા માથામાં લગાવ્યા બાદ કલાક રાખીને વાળને પાણીથી ધોઈ લેવા તેનાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળશે
દહીં: તમને ખબર જ હશે દહીં કરતા બીજું કોઈ સારું કન્ડિશનર નથી. અહીમા એન્ટીફંગલ તત્વ હોય છે જેના લીધે ડેન્ડ્રફ દૂર થાય છે અને વાળ મોસ્કો રાઈસ અને સ્મૂધ બને છે . દહીંથી વાળ ખરતા અટકે છે. ૧ કપ દહીં લો તેમાં ઓલિવ ઓઈલ સાથે મિક્સ કરો આ પેકને બધાજ વાળ પણ લગાવી દો અને હળવા હાથેથી મસાજ કરો. તેને મહિનામાં બે વાર લગાવો તેનાથી વાળ મજબૂત અને ખરતા અટકી જશે.
દહીં અને લીંબુ એ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક લીંબુના રસ સાથે ૧ કપ દહીં મિક્સ કરો તેને વાળમાં મસાજ કરીને થોડીવાર સૂકાવા દો થોડીવાર પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ નાખો આમ કરવાથી વાળ ખરતા અટકશે
નેલ ની સંભાળ રાખવા ઘરેલુ ઉપચાર(સૌન્દર્ય)
ઘણી મહિલાઓને નખ વધારવા ખુબ જ ગમતા હોય છે. નખની મજબૂત બનાવવા માટેની ટિપ્સ: બેકિંગ સોડા, નખની સુંદરતા વધારવા માટે નવશેકા પાણીમાં બેકિંગ સોડા નાખીને દસ મિનિટ સુધી નખને ડૂબાડી રાખો. આમ કરવાથી તમારા નખમાં ચમક આવી જશે.
લીંબુના ટુકડા: ૧ લીંબુ નો ટુકડો કરીને તેને નખ ઉપર થોડીવાર માટે ઘસો તેનાથી તમારા નખ વધારે મજબૂત થશે.
ઓલિવ ઓઇલ : ઓલીવ તેલમાં વિટામિનની પુષ્કળ માત્રામાં જોવા મળે છે. તમારા નખને ઓલિવ ઓઇલથી મસાજ કરો તેનાથી પોષણ મળે છે અને મજબૂત બને છે.
સુંદર અને તંદુરસ્ત શરીર માટે નો આહાર
તમારા વાળ અને ત્વચાને સુંદર બનાવવા માટે સારું ભોજન લેવું ખૂબ જ જરૂરી છે. ભોજનમાં અનાજ, કઠોળ, ઈંડા, ડેરી પ્રોડક્ટ ડ્રાય ફૂડ, ફળો અને શાકભાજી નું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તેનાથી તમારી ત્વચા સુંદર બને છે અને વાળ ખરતાં અટકે છે.
Discover inspiring stories, digital marketing strategies, Love Life and Relationship, insurance and finance tips, and travel guides in Gujarati and English at LoveYouGujarat.com – your go-to multilingual content hub.
Also, read English articles:
10 Most Beautiful Tourist Places In India
Rising to the Challenge: How to Overcome Life’s Obstacles and Achieve Success
25 Surprising Ways Impress Your Husband Can Affect Your Health
Financial Planning for Newlyweds: 10 Essential Strategies for Building a Strong Future Together
Follow us on our social media.