Sunday, January 29, 2023
HomeInspirationalશું તમે તમારા બાળક ને સારી કેળવણી આપી શક્યા છો ?જાણો સાર...

શું તમે તમારા બાળક ને સારી કેળવણી આપી શક્યા છો ?જાણો સાર સંભાળ અને કાળજી કેવી રીતે રાખવી?

બાળક ની સાર સંભાળ કેવી રીતે કરવી જોઈએ ,બાળકો ની કેળવણી કેવી રીતે કરવી જોઈએ ,CHILD CARE TIPS IN GUJARATI !
આજના દરેક માતા-પિતા, બાળકોને લઈને ખૂબ જ ચિંતામાં હોય છે. બાળકોને કેવી રીતે કાળજી રાખીએ કે બાળકો મોટા થઈને સારા અને કામયાબ બને. બાળકોને સારી સંભાળ રાખવી કાંઈ સરળ કામ નથી તેમની નાનામાં નાની અને મોટામાં મોટી વાતો નું બધું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

કેમકે પોતાના બાળકોને નાનપણમાં જ સારી શીખ, સારા સંસ્કાર અને સારું શિક્ષણ ના મળે તો બાળકો મોટા થઈને તમે કેટલું પણ શીખવાડો પણ તે તમારા હાથમાંથી નીકળીજાય છે.પછી તમે તેને કેટલું પણ સમજાવો પણ તે લોકો ક્યારે સુધરતાં નથી એટલા માટે દરેક માતા-પિતા માટે બાળકોનું બાળપણ ખૂબ જ મહત્વનું છે જેને તમે નજર અંદાજ બિલકુલ ના કરવું જોઈએ.

બાળકોનું બાળપણ

આજના ઘણા બધા માતા પિતા એવું માને છે કે બાળકોને સારું શિક્ષણ, સારું ખાવાનું, સારી લાઈફ સ્ટાઈલ, અને સારા કપડા આપવાથી સારી સાર સંભાળ છે.એવું નથી પરંતુ આજનો જમાનો બદલાઈ ચુક્યો છે પોતાના બાળકો ની સાર સંભાળ માટે ખૂબ જ ધ્યાન દેવું જરૂરી છે.

આ એટલા માટે જરૂરી છે કે તમે બાળકોને નાનપણમાં જ તેમની સારી કેળવણી પર ધ્યાન ના આપો તો એવું બને કે બહુ મોડું થઈ ગયું છે. તમારા બાળકો પણ તમારો કંટ્રોલ ના રહે તમારા બાળકો તમારી જ કોઈ વાત ના માને. જો આવું થાય તો બાળકો ની લાઈફ ખરાબ થઈ જાય છે બાળકોની સાથે તેના માતા-પિતા અને આખી ફેમિલી પર પણ અસર થાય છે એટલા માટે આજે જાણવું ખૂબ જરૂરી છે કે નાના બાળકોની કેળવણી તેની દેખભાળ કેવી રીતે કરવી જોઈએ.

બાળક ને સારી કેળવણી,સાર સંભાળ અને કાળજી:

બાળક ની સારી કેળવણી,સાર સંભાળ અને કાળજી કેવી રીતે રાખવી
બાળક ની સારી કેળવણી,સાર સંભાળ અને કાળજી કેવી રીતે રાખવી

પહેલા જાતેય ડિસિપ્લિન પછી બાળકો પર

મોટાભાગના પેરેન્ટ્સ સૌથી મોટી ભૂલે એ કરે છે કે તે બાળકોને હંમેશાં ડિસિપ્લીનમાં રહેવાનું કહે છે પરંતુ તેઓ પોતે ડિસિપ્લીન માં રહેતા નથી. બાળકો હંમેશાં એવું જ શીખે છે જે માતા-પિતા, ઘરમાં કરતા હોય.

જો તમારામાં કોઈ ખોટી આદત હોય જેવી કે ડ્રિન્ક(દારૂ પીવો ) કરવું , સ્મોક કરવું , અપ શબ્દ બોલવા( ગાળો બોલવી) ઝઘડા કરવા, જોરથી રાડો પાડવી, ગુસ્સો કરવો. તમે એ માનીને ચાલ્યો કે તમે બાળકો ને બચપણ માં ગમે તેટલા સંસ્કાર આપો તમારા થી ડરી ને અત્યારે નહીં કરે પરંતુ બાળકો જ્યારે મોટા થશે ત્યારે તમારી ખરાબ આદતો તેમનામાં આવશે . અને બાળકો તમારાથી વધારે ખરાબ બની જશે એટલે પહેલા માતા-પિતાની જિમ્મેદારી બને છે કે તે સારા અનુશાસનમાં રહે.

બાળકો પોતાની રીતે તમારી સારી આદતો આપનાવા લાગશે અને બાળકો પર સારો પ્રભાવ પડશે તમને જોઈને તમારા બાળકો પણ અનુશાસન માં રહેતા શીખી જશે નાના બાળકો જે વસ્તુ જોવે છે તે જલ્દી શીખી જાય છે.

બાળકોને આપો સારા સંસ્કાર

બાળકોને સારી સાર સંભાળ માટે માતા-પિતાએ પોતાના બાળકોને સારા સંસ્કાર સારી વાતો અને સારી શીખ જરૂર આપવી જોઈએ આ બધી વાતો એવી છે કે જે સ્કૂલમાં શીખવવામાં આવશે નહીં તે માતા-પિતા ની જિમ્મેદારી છે કે બાળકોને પોતાનાથી મોટા લોકોની કેવી રીતે રિસ્પેક્ટ કરવી જોઈએ અને નાના થી પ્રેમથી વાત કેવી રીતે કરવી જોઈએ આને બધા જોડે કેવી રીતે મળીને રહેવું જોઈએ,કોઈની સાથે ઝઘડો નહીં કરવાનું એવું માતા-પિતાએ બાળકોને શીખવું જોઈએ.

આ સંસ્કાર જ છે જે તમારા બાળકો ની ઓળખ ને સારી દિશા માં જવા માટે ખૂબ સારો રોલ નિભાવે છે જે બાળકોની લાઇફમાં ખૂબ જ કામ આવશે.તમારા બાળકોને પોતાની સંસ્કૃતિ ના વિશે નાનપણમાં જ શીખડાવો રોજ તેમને ઘર ની પૂજામાં સાથે બેસાડો તેનાથી બાળકોમાં ધર્મ પ્રત્યેની આસ્થા જાગશે. અને બાળકોને ફેમિલી સાથે કેવી રીતે રહેવું જોઈએ તેની શીખ આપો

ઉંમર ની સાથે કરો વ્યવહાર

માતા-પિતાએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બાળકો સાથે તેની ઉંમર પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. તમે બાળકો થી વધારે મોટા બનવાની ઈચ્છા ના રાખો બાળકો નાનપણમાં જ કોઈ ખોટું કામ કરે તો તેને પ્રેમથી સમજાવો ત્યારે તેમના પર ગુસ્સાથી કે માર મારી ને બાળકોને ના શીખડાવો. જેનાથી બાળકો શીખે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ. જો બાળકો ખોટું કામ કરતા હોય તો એમને થોડી પનિશમેન્ટ પણ આપવી જોઈએ.અને મારવું પણ જોઈએ જ્યારે તેમની ગલતી મોટી હોય ત્યારે બાળકોને પણ ખબર પડવી જોઈએ કે અમે જે કરીએ છીએ તે ખોટું કરી રહ્યા છીએ બીજીવાર આવી ભૂલ કરશો તો પપ્પા થી માર પડશે.

બાળકોમાં ડર હોવો જોઈએ.બાકી નાની નાની ભૂલો તો બાળકોને સમજાવી ને કે પનિશમેન્ટ આપીને બીજીવાર તે ભૂલ ના થાય તે સમજાવવું જોઈએ બાળકોને પનિશમેન્ટ આપવી પણ જરૂરી છે કેમ કે વધારે લાડ પ્રેમ બાળકોને બગાડી દે છે બાળકોને સાચો રસ્તો બતાવવા માટે પનિશમેન્ટ આપવી ખૂબ જરુરી છે. જ્યારે જરૂરી હોય ત્યારે જ બાળકોને ગુસ્સો કરવો જોઈએ વધારે પનિશમેન્ટ પણ સારી નહીં.

ન કરો બીજા બાળકો સાથે તુલના

બધાના માતા-પિતાએ જ મોટી ભૂલ કરે છે કે પોતાના બાળક ની તુલના બીજા બાળકો સાથે કરે છે. આ વાત બાળકો માટે અને માતા-પિતા માટે ખૂબ જ ઘાતક નીવડે છે. આપણે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે બધા બાળકોને અલગ-અલગ ખાસિયત હોય છે. તમે તમારા બાળકોની તુલના બીજા સાથે કરીને તમારા બાળકનું મનોબળ ઓછું કરી રહ્યા છો એવું ના કરો.

જો તમે આ ભૂલ વારંવાર કરો તો બાળકો અંદરથી તૂટી જશે અને હાર માની લે છે અને બાળકોને એવું લાગે છે કે હું બિલકુલ કોઈ વસ્તુ ને કાબિલ નથી, મારાથી કાંઈ થઈ શકશે નહીં, મારા પપ્પા તો મારા કરતાં બીજા ને વધારે પસંદ કરે છે, અને તે લોકો એવું પણ વિચારે છે કે પપ્પા મમ્મી તો મને પ્યાર જ નથી કરતા એ હંમેશા બીજા બાળકોને જ પસંદ કરે છે.

આવું વિચારીને બાળકો ડિપ્રેશનમાં જતા રહેશે. આનું પરિણામ ખરાબ જ આવે છે.તમે આવી ભૂલ તમારા બાળકો સાથેના કરો તમારા માટે સૌથી પહેલાં તમારા બાળકો નું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ બીજાના છોકરાઓ શું કરે છે તે ક્યારેય વિચારવું ના જોઈએ .ક્યારેક એવું પણ બને છે કે તમારા બાળકો મોટા થઈને તમારી તુલના બીજા સાથે કરે અને તમને ઘરમાં કોઈ માન-સન્માન જ ના આપે કે ભવિષ્યમાં તમારો સાથ છોડી દે.એટલા માટે આપણા બાળકોને કાબીલ બનવાની કોશિશ કરો બાળકોને સપોર્ટ કરો તેમનું મનોબળ વધારો તેમને કહો કે તે બધું જ કરી શકે છે.બાળકોને દરેક મુશ્કેલી માં તેમનો સાથ આપો ના કે બીજા બાળકોની સાથે તેમની તુલના કરો .

બાળકો સાથે કરો મિત્ર જેવો વ્યવહાર

બાળકોને સારી સાર સંભાળ માટે સૌથી પહેલાં તો તમારે તેમના મિત્ર બનવું પડશે જેથી બાળકો પોતાની બધી પ્રોબ્લેમ તમે શેર કરી શકે. બાળકોને એ વિશ્વાસ અપાવો કે તમે તેની સાથે છો બાળક તમને કોઈ ભી વાત કહેવામાં ક્યારે ડરવું ન જોઈએ, એવો તેની સાથે વહેવાર કરો. એક સાચા મિત્ર બનો.

બાળકને આપો સારું શિક્ષણ

બધા માતા-પિતાની પોતાના બાળકો માટે સારું શિક્ષણ આપવું એ ખૂબ જ જરૂર છે. જો સારું શિક્ષણ નહીં હોય તો બાળકો ની સારી વિચારસરણી નહીં રહે તેમને સાચું-ખોટું નો કોઈ ફરક જ દેખાશે નહીં. જો તમે પણ બાળકોના એડમિશન માટે જાઓ તો પહેલા તે સ્કૂલના વિશે અને ત્યાંના ટીચર કેવો છે તેના વિશે પહેલા જ પૂછપરછ કરી ને પછી જ પોતાના બાળકોને એડમિશન લેવું જોઈએ .આ બાળકોનો ભવિષ્ય નો સવાલ છે.એવું જરૂરી નથી કે મોંઘી સ્કૂલો હોય એનો જ શિક્ષણ સારું હોય. સ્કૂલ કોઇ પણ હોય પણ તેમાં શિક્ષણ સારું હોવું જરૂરી છે.

બાળકો પણ ન કરો દબાણ

બધા બાળકોમાં અલગ QUALITY હોય છે બધા બાળકોમાં શીખવાની અલગ-અલગ ઈચ્છા હોય છે ઘણા બાળકો જલ્દી શીખી લે છે અને ઘણા બાળકો માં થોડો ટાઈમ લાગે છે. માટે બાળકો પર ક્યારેય દબાણના કરો .બસ તમારે બાળકોને સપોર્ટ કરવો જોઈએ અને તેમનું મનોબળ વધારતા રહેવું જોઈએ જેથી બાળકો પોતાના મુશ્કેલ સમયમાં હાર ના માને.

બાળકો ને આપો આઝાદી

ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણાં બાળકો ભણવામાં પાછળ હોય છે પરંતુ બીજી કોઈ વસ્તુ માં ઉપર આગળ હોય છે જેમ કે ડાન્સ, રમત-ગમત, પેન્ટિંગ, સિંગિંગ , કુકિંગ એ બધામાં આગળ હોય છે પરંતુ માતા-પિતા ને એવું લાગે છે કે આ બધું કંઈ કામ આવશે નહીં તે બાળકોને આઝાદી આપતા નથી
જો બાળકોને થોડી સારી ગાઇડલાઇન્સ આપવામાં આવે તો તે એક સારા પ્રોફેશન માં આગળ વધી શકે છે.પરંતુ બાળકો પોતાનું ટેલેન્ટ ના બતાવીને જે બધા કરતા હોય તેવું જ કરે છે એવા બાળકો ક્યારેય સફળ થતા નથી. માટે બાળકો મોટા થાય ત્યારે તેમને જરૂર પૂછો કે તેમને સામા વધારે રુચિ છે ભણવાની સાથે બીજી એક્ટિવિટી કરાવી પણ કરવી જરૂરી છે

આપણા દેશમાં એવા કેટલા બધા બિઝનેસમેન , સ્પોર્ટ્સ મેન, આર્ટિસ્ટ , લીડર છે જે વધારે ભણેલા નથી પરંતુ તેમને પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે કેમકે તેમને એવું કામ કર્યું કે જે તેમણે વધારે સારું લાગતું હતું અને તેઓ સફળ થયા.

થોડો સમય બાળકો માટે પણ નીકાળો

આજની આ ભાગદોડની જિંદગીમાં બધા જ માતા-પિતા પાસે ટાઈમ જ નથી. માતા-પિતા બાળકોને સાથે વધારે સમય રહેતા નથી બાળકોને બીજાના ભરોસે મૂકી દે છે અથવા તો બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દે છે જેથી બાળકોનો મન તેમાં લાગેલું રહે.પરંતુ પોતાના બાળકોને બીજાના ભરોસે મુકવા અને હાથમાં મોબાઈલ આપવો તે ખૂબ જ નુકસાનકારક છે

આનાથી બાળકો નાની ઉંમરથી જ ખોટી આદતો શીખે છે અને જો બાળકમાં એક વાર ખોટી આદત પડી ગઈ તો તેને સુધારવી ખૂબ મુશ્કેલ છે.બધા જ માતા-પિતાએ જ્યાં સુધી બાળકો સમજદાર ના બને ત્યાં સુધી બધો સમય તેમને આપવું જોઈએ તેમની વાતોને સાંભળવી જોઈએ તેમની સાથે રમવું જોઈએ તેમને સારી વસ્તુઓ શીખડાવો બાળકોમાં પ્રેમ બનેલો રહેશે . તમે તમારા બાળકોને સારુ બનાવી શકશો

બાળકોને શીખવાડો સચ્ચાઈ નો સાથ અને સાચું બોલતા

બાળકોને સારી સાર સંભાળ માટે માતા-પિતાએ હમેશા સાચું બોલતા શીખડાવો અને માતા-પિતા પોતે પણ સાચું બોલવું જોઈએ. જેથી બાળકો ક્યારેય તમારાથી કોઈ વાત છુપાવશે નહિ અને ખોટું બોલવાની જરૂરત પડે જ નહીં, ઘણા બાળકો એવા હોય છે કે ડરના લીધે ક્યારે સાચું બોલતા નથી માટે આ ડરને બાળકોમાંથી જરૂર દૂર કરો.


બાળકોને સાચું બોલવાના ફાયદા સમજાવો અને કહો કે સાચું બોલવાથી તેમને કોઈ ગુસ્સો નહીં કરે અને શાબાશી મળશે એમને સમજાવો કે ભલે આપણી ભૂલ થઇ હોય પણ તે ભૂલને સ્વીકારતા શીખો અને સાચું બોલો. જો આ વાત બાળકો નાનપણમાં જ શીખી લે તો તેમના માટે અને તમારા માટે ખુબજ સારુ છે

બાળક ને સારી કેળવણી,સાર સંભાળ અને કાળજી કેવી રીતે રાખવી. જો તમને આ પોસ્ટ ગમી હોય તોહ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તેમજ કઈ ભૂલચૂક હોય તોહ નીચે આપેલા કોમેન્ટ બોક્સ મા જરૂર લખજો.

અમારી સાથે આવાજ જીવન જરૂરી લેખો ,ધાર્મિક વાતો,સમાચાર,તેમજ ધાર્મિક વાર્તાઓ અને કથાઓ, સામાજિક લેખ , નવી નવી વાનગીઓ ની રેસિપી , ટેક્નોલોજી ની અપડેટ તેમજ તમારા સ્વાસ્થ્ય ને જોડતી વાતો માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat પર લાઈક/ફોલૉ કરીને અમારી સાથે જોડાઓ.

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

Follow us on our social media.

Facebook | Instagram | Twitter

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments