ચોટીલા ચામુંડા માતાજી: ચામુંડા એ મા દુર્ગાનું સ્વરૂપ છે. ચોસઠ જોગણીઓ માનો એક અવતાર એ માં ચામુંડા નો છે. માતા ચામુંડા એ એક પાર્વતી નું સ્વરૂપ છે. કાલી અને ચડીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે.જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, અંબાજી માતા,કાલી માતા નો સમાવેશ થાય છે
Table of Contents
ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે?- Where is the temple of Chotila Chamunda Mataji located?
ચોટીલા એ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરની બાજુમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે. ભારતમાં મોટા ભાગના માતાજી ના મંદિરો પર્વતો ઉપર જ જોવા મળે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર આવેલું છે. જો તમારે અમદાવાદથી ચોટીલા જવા માટે બસ કે પોતાના પ્રાઇવેટ વિહિકલ માં જઈ શકો છો અમદાવાદથી 190 કિલોમીટર જેટલું થાય છે. અને રાજકોટ થી આશરે 50 કિલોમીટર જેટલું અંતર થાય છે. ચોટીલા એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ચોટીલામાં જગપ્રસિદ્ધ માં ચામુંડા નુ મંદિર પર્વત ઉપર આવેલું છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે.દૂર દૂરથી લોકો ચોટીલા માં Chamunda Mataji ના દર્શન માટે આવે છે.માઁ ના દર્શન માટે હંમેશા ભક્તો ની ભીડ ઉમડી રહે છે ભારતના સૌથી સુંદર પ્રવાસી સ્થળો

ચોટીલા એ ગુજરાતી સૌથી ઊંચી ભૂમિ ગણાય છે. ચોટીલા પર્વતની ઉંચાઈ આશરે1173 ફીટ જેટલી છે. Chamunda Mataji ના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે. ચોટીલા એ ધાર્મિક સ્થળ છે. મા દુર્ગાના ચોસઠ જોગણી માના અવતાર માં એક ચામુંડા માતાજી નો અવતાર છે.
જો તમે ચોટીલા જવા માંગતા હોય તોહ તમારી સરળતા માટે અહીંયા ગૂગલ મેપ આપ્યો છે જેમાં તમે આસાની થી જોઈ શકો છો તેમજ તમારા લોકેશન થી ચોટીલા માતા નું અંતર ભી જાણી શકો છો

Chotila Chamunda Mataji જવા માટે નો મેપ – Map To Get Chotila
ચોટીલા ચામુંડા માતાજી નો ઇતિહાસ – History of Chotila In Gujarati
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખવામાં આવતો હતો. ચોટીલાનો Chamunda Mataji નો પર્વત હજારો વર્ષો જૂનો હોવાનું માનવામાં આવે છે. તેનો ઉલ્લેખ થાન પુરાણ નામની બુક માં જોવા મળે છે. અને દેવી ભાગવતના પ્રમાણે હજારો વર્ષ પહેલા અહીં ચંડ-મુંડ નામના રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો.અત્યારે ચોટીલા માં ચામુંડા માતાનું ભવ્ય મંદિર છે. 150 વર્ષો પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો રુમ હતો તે સમય દરમ્યાન પર્વત પર ચડવા માટે પગથિયા પણ ન હતા તોપણ લોકો દૂર-દૂરથી ત્યાં દર્શન કરવા માટે આવતા હતા.એમ કહેવાય છે કે ચામુંડા માતાજી દિવસમાં ત્રણ વાર પોતાનું સ્વરૂપ બદલે છે. ઉનાળામાં હનીમૂન માટે ભારતના 17 બેસ્ટ પ્લેસ
1.બાલિકા સ્વરૂપ, 2. વૃદ્ધા સ્વરૂપ ,3. કોપાયમાન સ્વરૂપ
શું તમે જાણો છો ? મહાકાળી માઁ ની વિશેષતા તેમજ તેમના પ્રસિદ્ધ મંદિરો ક્યાં ક્યાં આવેલા છે ?
પ્રાચીન સમયમાં ચોટીલા એ તોડ ગઢ નામથી પ્રખ્યાત હતું. એ સમયે સોઢા પરમારો નું શાસન ત્યાં હતું. પરંતુ જગસીયો પરમાર ના શાસન સમય દરમ્યાન એ ખાજર કાઠીના હાથમાં આવ્યું હતું. મોટાભાગના આ ખાચર કાઠીઓ નું વારસાગત કુટુંબ ચોટીલા થી છે. ચોટીલા એ ઇ.સ.1566 માં કાઠીઓએ કબજે કરી લીધું હતું.
ચોટીલા એ એક નાનકડું ગામ છે. ચોટીલામાં આશરે 20,000 લોકોની વસ્તી છે. ચામુંડા માતાજી એ ગોહિલવાડ ના ગોહિલ દરબારો, સોલંકી, પરમાર, ડોડીયા, સોની, ઠાકોર, દરજી, રબારી, પંચાલ, આહિર ,રાજપુતો એવા ઘણા બધા સમાજની કુળદેવી તરીકે માં ચામુંડા પૂજાય છે
ચોટીલા ચામુંડા માતાજી કેવી રીતે પ્રગટ થયા – How Chamunda Mataji appeared in Gujarati

ચામુંડા એ માઁ દુર્ગાનું સ્વરૂપ છે. ચોસઠ જોગણીઓ માનો એક અવતાર એ માં ચામુંડા નો છે. માતા ચામુંડા એ એક પાર્વતી નું સ્વરૂપ છે. કાલી અને ચડીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, અંબાજી માતા, કાલી માતા નો સમાવેશ થાય છે અમદાવાદમાં જોવાલાયક સ્થળો
હજારો વર્ષો પહેલા, પૃથ્વી પર ચંડ – મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. ચંડ- મુંડ રાક્ષસ આજુબાજુના લોકોને અને ત્યાં ના ઋષિમુનિઓને ખૂબ જ ત્રાસ આપતા હતા ત્યાંના લોકો ખૂબ જ પરેશાન થઇ ગયા હતા ચંડ અને મુંડ ના ત્રાસ થી બચવા માટે ત્યાંના લોકોએ અને ઋષિમુનિઓએ ભેગા થઈને આધ્યા શક્તિ ની આરાધ્યા કરવાનું શરૂ કર્યું . ઋષિ-મુનિઓએ યજ્ઞ કરીને માતાનું આહ્વાન શરૂ કર્યું. હવન કુંડ માંથી એક તેજ પ્રગટ થયું. અને મા આદ્યશક્તિ હવન કુંડ માંથી પ્રગટ થયા.
આ મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું. માં આદ્યશક્તિ ચંડ મુંડ નામના રાક્ષસ નો વધ કર્યો. આ મહાશક્તિ નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાણ છે. માં ચામુંડા એ રણચંડી એટલે યુદ્ધ ની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગા માઁ નુ સ્વરૂપ છે. માં ચામુંડા ની છબી માં બે જોડિયા પ્રતિકૃતિ દેખાય છે. માતાની છબી માં બે બહેનો છે એક ચંડી અને બીજી મંડી એટલે માતાજીનું નામ ચંડી ચામુંડા પડ્યું છે.
માતા ચામુંડા ની મૂર્તિ માં મોટી આંખો તથા લાલ કે લીલા રંગના વસ્ત્રો અને ગળામાં ફુલોનો હાર જોવા મળે છે. ચામુંડા માતા નું વાહન સિંહ છે. બધા લોકોને માતાજી પર ખૂબ જ શ્રદ્ધા ભાવ છે. દૂર-દૂરથી લોકો માઁ ચામુંડા ના દર્શન કરવા માટે આવે છે માતા બધાની મનોકામના પૂર્ણ કરે છે. માતા ચામુંડા ખૂબ જ દયાળુ છે.
Panipuri/જાણો પાણીપુરી ની સંપૂર્ણ માહિતી,ઇતિહાસ,ફાયદા અને ઘરે બનવા આ 5 પ્રકાર ની રીત
માતા ચામુંડા ના ઘણા બધા મંદિરો આવેલા છે. પરંતુ ચોટીલાનુ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે.માતા ચામુંડાની ક્યારેક પાર્વતી ચંડી અને કાળી નું સ્વરૂપ પણ માનવામાં આવે છે. હિંદુ ધર્મ અને જૈન ધર્મમાં ચામુંડા માતાનું બહુ જ મહત્વ છે. ચામુંડા માતા એ પાર્વતી માતાનું જ એક સ્વરૂપ છે.
ચોટીલા ચામુંડા માતાજી ની વાર્તા – The story of Chamunda Mataji In Gujarati
હજારો વર્ષ પહેલા પૃથ્વી પર શુંમ્ભ અને નિશુંભ નામના બે રાક્ષસો નો રાજ હતું આ બે રાક્ષસો સ્વર્ગ અને ધરતી પર ખુબજ અત્યાચાર કરતા હતા. બધા દેવી-દેવતાઓ તેની સામે હારી ગયા હતા. ત્યારે લોકોએ માતા દુર્ગાની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તે પોતે બધા મનુષ્ય અને દેવોની રક્ષા કરશે. એ સમયે માતા દુર્ગાએ કોશીકા નામથી અવતાર લીધો અને શુંમ્ભ અને નિશુંભ ના બે દૂતો કોશીકાને જોઈ લે છે.
ત્યારે તે બે દૂતો શુંભ અને નિશુંભ ની પાસે જાય છે અને કહે છે મહારાજ તમે તો ત્રણે લોકના રાજા છો. તમારી પાસે તો ઈન્દ્ર ભગવાન નો હાથી છે. અને બધા જ પ્રકારના તમારી પાસે અમૂલ્ય રત્નો છે. પરંતુ તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી નથી તમારી પાસે એવી એક નારી હોવી જોઈએ એ ત્રણે લોકમાં સર્વ સુંદર હોય. શુંમ્ભ અને નિશુંભ એ દૂ ત ને કોશિકા પાસે મોકલે છે ત્યાં જઈને તેઓ કોશિકા ને કહે છે કે શુંમ્ભ અને નિશુંભ ત્રણે લોકના રાજા છે. અને તે તમને પોતાની રાણી બનાવવા માંગે છે.
ત્યારે કોશીકા એ કહ્યું કે શુંમ્ભ અને નિશુંભ ને કહો કે તે બળશાળી અને મહાન છે, પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સામે તે યુદ્ધ જીતશે તેની સાથે હું વિવાહ કરીશ. ત્યારે બંને રાક્ષસો કોશિકાની આ વાત સાંભળીને ક્રોધિત થઈ જાય છે. કે એક નારી નું આટલું મોટું દુસ્સાહસ કેમ ? મને યુદ્ધ માટે લલકાર્યા છે? ત્યારે શુંમ્ભ અને નિશુંભ, ચંડ અને મુંડ નામના બે રાક્ષસો ને ત્યાં મોકલે છે. કે તે નારીના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો.
ત્યારે ચંડ અને મુંડ માતા કોશિકાની પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહે છે પરંતુ માતા તેમની સાથે જવાની ના પાડે છે.અને માતા એ પોતાનું દુર્ગા સ્વરૃપ ધારણ કર્યું અને ચંડ અને મુંડ માતા સાથે યુદ્ધ કરે છે. અને ચંડ મુંડ નામના રાક્ષસ નો વધ કર્યો ત્યારથી તેમને માં ચામુંડા કહેવાય છે.
ચોટીલા ચામુંડા માતાજી ના મંદિરમાં કેમ કોઈ રાત રોકાતુ નથી? – Why no one stays overnight in the temple of Chotila Chamunda Mataji in Gujarati?

ચામુંડા માતા એ હિન્દુઓની કુળદેવી છે. ચોટીલા માં માતા ચામુંડા પર્વતની ટોચ ઉપર બીરાજમાન છે. માતા ચામુંડા અનેક પરચાઓ ત્યાં આપેલા છે. ચોટીલા માતાજીના મંદિરે દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. પરંતુ ત્યાં કોઈ ભી રાત રોકાતુ નથી. સાંજ પડતાં જ આરતી કરીને ત્યાંથી બધા જ લોકો ડુંગર ની નીચે ઉતરી જાય છે. ત્યાંના પૂજારી ભી સાંજની આરતી કરીને પર્વત પર થી નીચે આવી જાય છે.
એમ કહેવાય છે કે રાતના સમયે માતાની મૂર્તિ સિવાય રાતે ડુંગર પર કોઈ રોકી શકતું નથી. માતાની રક્ષા કરવા માટે ત્યાં કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકીદારી કરે છે. નવરાત્રીના સમયે પૂજારી અને તેની સાથે પાંચ લોકો ને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજી એ આપેલી છે. એમ કહેવાય છે કે ચોટીલા ડુંગર પર રાત્રે સિંહ સાક્ષાત ફરતો હોય છે. માતા ચામુંડા નો નિવાસ મોટાભાગે વડ ના વૃક્ષ પર મનાય છે .ચામુંડા માતાના હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે.
ચોટીલા ચામુંડા માતાની એવી માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજી ને ખોટો ચોટલો ચઢાવવાથી અને માની માનતા માનવાથી વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે. ચોટીલામાં યાત્રાળુઓ દૂર દુરથી દર્શન કરવા માટે આવે છે ચામુંડા માતાજી એ બધાની મનોકામના પૂર્ણ કરે છે ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે. નવરાત્રિમાં ચોટીલામાં ખૂબ જ ભીડ હોય છે. ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે. ચામુંડા માતા ઘણા બધા પરચા આપ્યા છે. એવું પણ કહેવાય છે કે ચામુંડા માતા એ તાંત્રિક ની દેવી છે.
ચામુંડા ટ્રસ્ટ દ્વારા મંદિરમાં જમવા માટેની સગવડ કરવામાં આવી છે . ત્યાં ભોજનાલયમાં દરરોજ બધા ભક્તોને દાળ, ભાત, શાક, લાપસી નો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. ચોટીલા પર્વતની નીચે રાત્રિ રોકાણ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે.ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળાઓ પણ આવેલી છે. ચોટીલા ડુંગર ઉપર ચડવા માટે અને ઉતરવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે કોઈ પણ યાત્રિકોને ત્યાં તકલીફ પડતી નથી પગથિયા ઉપર પંખા પર લગાવેલા છે.
ચોટીલા મા મુખ્ય ત્રણ નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસ માં ભક્તો ની ખૂબ જ ભીડ જોવા મળે છે લોકો ને માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા ભક્તિ છે.જય માતા ચામુંડા, જો તમને આ લેખ સારો લાગ્યો હોય તોહ શેર જરૂર કરજો.
Image source: Google
જો તમને આ પોસ્ટ ગમી હોય તોહ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો તેમજ કઈ ભૂલચૂક હોય તોહ નીચે આપેલા કોમેન્ટ બોક્સ મા જરૂર લખજો.
Discover inspiring stories, digital marketing strategies, Love Life and Relationship, insurance and finance tips, and travel guides in Gujarati and English at LoveYouGujarat.com – your go-to multilingual content hub.
Also, read English articles:
10 Most Beautiful Tourist Places In India
Rising to the Challenge: How to Overcome Life’s Obstacles and Achieve Success
25 Surprising Ways Impress Your Husband Can Affect Your Health
Financial Planning for Newlyweds: 10 Essential Strategies for Building a Strong Future Together
Follow us on our social media.