ગુજરાતી શાયરી અને SMS

0
32
ગુજરાતી શાયરી અને SMS
ગુજરાતી શાયરી અને SMS

ગુજરાતી શાયરી,SMS, અવતરણોને તાજેતરના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા તેમજ ટ્રેન્ડિંગ વિચાર તરીકે ગણવામાં આવે છે, વ્યક્તિઓ શોધે છે અથવા તો વ્યક્તિઓને પણ આ નોંધપાત્ર રીતે વાંચવાનું ખરેખર ગમે છે. ફેસબુક, વોટ્સએપ જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર શ્રેષ્ઠ ગુજરાતી શાયરી તેમજ ગુજરાતી SMS સતત લોકપ્રિય બન્યા છે; ટ્વિટર વગેરે. આપણી ગુજરાતી શાયરી,ગુજરાતી SMS અને ગુજરાતી અવતરણોનો ફેસબુક કે વોટ્સએપ પર એક સાથે ઉપયોગ કરીને તમારા ગુજરાતી મિત્રો ને તમારી લાગણીઓ વ્યક્ત કરો. ગુજરાતી શાયરી અને ગુજરાતી એસએમએસ એ તમારા ગુજરાતી મિત્રો પર શેરિંગ અને સ્મિત લાવવા માટેના સરસ વિચારો છે. તમે વોટ્સએપ અથવા ફેસબુક પર ગુજરાતી એસએમએસ અથવા ગુજરાતના અવતરણો શેર કરી શકો છો. જો તમારો મિત્ર ઉદાસ મૂડમાં હોય તો તમે તેને સ્મિત આપવા માટે અમારા સંગ્રહમાંથી રમૂજી ગુજરાતી એસએમએસ પસંદ કરી શકો છો. ફેસબુક અથવા વોટ્સએપ પર અમારા ગુજરાતી શાયરી અને ગુજરાતી અવતરણો શેર કરો.

શ્રેષ્ઠ ગુજરાતી શાયરી અન ગુજરાતી SMS સંગ્રહ

ગુજરાતી ફોન્ટમાં બેસ્ટ ગુજરાતી શાયરી અને ગુજરાતી SMS

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…


ગુજરાતી ફોન્ટમાં ગુજરાતી શાયરી

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

આ પણ વાંચો : કેવી રીતે જાણવું : છોકરાનો પ્રેમ સાચો છે કે ખોટો


રમૂજી ગુજરાતી SMS

બાકી કોઈના પિતાથી ગભરાશો નહીં, પિતાથી ગભરાશો નહીં અને સુરતમાં આપણે કહીશું કે, “અમારે ફેક્ટરી કે ફેક્ટરી જીઆઈડીસી નામાં કામ કરવાનું છે.”


ગુજરાતી શાયરી ઓન લાઇફ

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.


ફેસબુક અને વોટ્સએપ માટે ગુજરાતી શાયરી

એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.


અંગ્રેજી ફોન્ટમાં ગુજરાતી શાયરીને પ્રેમ કરો

MSG karo k na karo tamari marji, Tame aa MSG vancho a j bas che.


ગુજરાતી ફોન્ટમાં સદ ગુજરાતી શાયરી

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?


શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ.. વાહ.. બોલાય છે.


તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.


ગુજરાતી ફોન્ટમાં ગુજરાતી SMS કલેક્શન

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.


સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.


એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.


તુ માત્ર whatsapp મા block કરી શકીશ, હ્રદય મા block કરવાનુ option નથી.

આ પણ વાંચો : જો છોકરીમાં આમાંથી એક પણ ગુણ હોય તો તરત જ કરી લો લગ્ન


ગુજરાતી શાયરી

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.


શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.


હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.


જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.


નયન માં વસ્યા છે જરા યાદ કરજો, કદી કામ પડે તો યાદ કરજો, મને તો પડી છે આદત તમને યાદ કરવાની, જો હિચકી આવે તો માફ કરજો .


જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!


પ્રેમ કોન કરસો? પ્રેમ તેને ના કરો જે દુનિયા મા સૌથી સુંદર હોય, પાન પ્રેમ તેને કરો જે તમરી જિંદગી નેસૌથી સુંદર બનાવી શક્તા હોય.


સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.


ઝીંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,, એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.


મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.


જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, જે નામંજુર હોય તે જ કરવું પડે છે, રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડનો ગુસ્સો કેવી રીતે ઓછો કરવો? 8 અસરકારક ટીપ્સ

આંસુ સુકાયા પછી જે મળવા આવે,એ “સંબંધ છે”, ને, આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.


દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!


બ્લોક કરીદે મને, નઇતર પ્રેમ થઇ જશે તને.


પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.


દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.


પથ્થરો પોલા હશે કોને ખબર? લોકો પણ કેવા હશે કોને ખબર? મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે, પણ આંસુ કોને સાચા હશે કોને ખબર?


ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ, ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.


કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે, જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, ટ્રાફીક જામ પણ સારો લાગે છે.


બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું, બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.


ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , વિચારો તો બધી વાત નું કારણ મળી જશે , જીવન એટલું પણ મજબુર નથી હોતું , જીગર થી જીવો તો જલસા પડી જશે.

આ પણ વાંચો : જો સ્વપ્નમાં છોકરી દેખાય તેનો અર્થ શું છે? સારું છે કે ખરાબ

પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ, દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ, કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે, આ “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ.


જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે, કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.

ફકીર હાલ છે મારો કશી મિલકત વિનાનો છુ , ના લુંટશો મને હું લુંટાયેલો ખજાનો છું , મને ખબર નથી મારી પણ લોકો કહે છે , હું માણસ મજાનો છુ કારણ પૂછશો તો, ઝીંદગી નીકળી જશે. કહ્યુ ને તમે ગમો છો,તો બસ ગમો છો.


મેં મારા દિલ ને તારા સાથે નો સબંધ પૂછ્યો પાગલ કહે છે કે હું જેટલો એનો છુ એટલો તારો પણ નથી તમે’ ‘ તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે, ‘તમને’ શોધવામાં ‘તમારી’ જે મદદ કરે એ મિત્ર… એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી, છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી. તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને, પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને… મેદાનમાં હારેલો ક્યારેય જીતી શકે છે પરંતુ મનથી હારેલા કયારેય જીતી શકતા નથ હુંં નથી કેતો કે તારા વગર બધું સુનુ સુનુ લાગે છે.. હા.. તારા વગરની સાંજ માં જરા એકલું વધારે લાગે છે.


સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી, કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે કે, તે બીજા માટે લખેલા છે.


લે નજર મારી ઉધાર આપું, જો પછી દિવાનગીની શું મજા છે.

આ પણ વાંચો : આ 10 ગુણો સારા જીવનસાથીમાં હોવા જોઈએ, શું તમારા જીવનસાથીમાં આ વસ્તુઓ છે?


માત્ર આધાર છે સૌ રજૂઆત પર, વાત તો ક્યા કોઇની નવી હોય છે.


“માઁ” થી મોટું કોઈ નથી, કારણ કે “માઁ” ની “માઁ” પણ “નાની” કેહવાય છે.


રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું. પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..


હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે, રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

આ પણ વાંચો : છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે ગુજરાતી માં, છોકરીઓ ની પસંદ કેવી રીતેય બનશો

જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા………

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Follow us on our social media.

Facebook | Instagram | Twitter

અસ્વીકરણ

આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો માંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, તેનો કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની પોતાની જવાબદારી રહેશે.’