ગર્ભાવસ્થામાં કોઈપણ સ્ત્રી માટે સૌથી મોટું સુખ “માં “બનવાનું હોય છે ગર્ભાવસ્થા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું સીધો પ્રભાવ તમારા બાળક પર પડે છે માટે આ દિવસોમાં માતાએ પોતાના સ્વાસ્થ્યનું ખુબ જ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ ખાનપાન સિવાય પણ અનેક બાબતો એવી છે જે ગર્ભાવસ્થા સમયે બાળક પર અસર જોવા મળે છે.
ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે રાખશો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન
ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં મહિલા માં ઘણા પ્રકારના ફેરફારો શરીરમાં જોવા મળે છે જેમ કે ભૂલથી આવી જીવ ગભરાવો મૂડમાં પરિવર્તન તથા તણાવગ્રસ્ત થવું શરૂઆતના મહિનામાં સમય દરમિયાન ફેરફારની શક્યતા વધારે રહે છે આ માટે સ્ત્રીઓએ વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે.
ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં બ્લડ ગ્રુપની ખાસ તપાસ કરાવવી જોઇએ. હિમોગ્લોબીનની તપાસ સમયે-સમયે ડૉક્ટર પાસે કરાવતા રહેવું જોઈએ. આમ કરવાથી શરીરમાં કોઈ ઉણપ હોય તો તેનો ખ્યાલ આવી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે કાળજી રાખશો
ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવા કે ગોળી પોતાની રીતે ન લેવી જોઈએ ગર્ભાવસ્થામાં જરૂરી રસી મુકાવવી જોઇએ. આયરન ની દવા નું રોજ સેવન કરવું જોઈએ, ડોક્ટરની સલાહ અનુસાર આ સમયે ચહેરા કે હાથ પગમાં સોજા આવવા, માથાનો દુખાવો, આંખમાં ધૂંધણાપણુ જેવી સમસ્યા ને નજર અંદાજ ન કરવી જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ પોતાની ખૂબ જ કાળજી લેવી જોઈએ
ગર્ભાવસ્થા દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ

ગર્ભાવસ્થા દરમિયાન લીલા શાકભાજી, આનાથી બનેલી ખાદ્યચીજો, સુકામેવા, કઠોળ, ફળ, દૂધ, ફણગાવેલા અનાજ, સોયા, મસૂર, સલાડ, જયુસ વધારે માત્રામાં લેવું જોઈએ.
કોઈ પણ સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન બે જણા માટે ખાવું જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરને પોષણ ખૂબ જ જરૂર હોય છે. સ્ત્રીઓને વધારે માં વધારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ કારણકે સ્ત્રી જે કંઈ ખાય છે તેની અસર સીધી બાળક પર જોવા મળે છે. ગર્ભાવસ્થા ના પહેલા 12 સપ્તાહમાં સ્ત્રીઓને પ્રોટીન, હિમોગ્લોબિન, કેલ્શિયમ, વિટામિન ,મિનરલ , આયરન, ફોલિક એસિડ વધારે લેવું જોઈએ જેનાથી તમારા બાળકનો વિકાસ ખૂબ જ સારો થઈ શકે છે અને વધારેમાં વધારે માત્રામાં પાણી પીવું જોઈએ.
બાળકનો શારીરિક અને માનસિક વિકાસ કરવા માટે ગર્ભાવસ્થામાં આહારનો યોગ્ય સ્ત્રોત મળી રહેવો જરૂરી છે .સારો ખોરાક લેવાથી બાળક અને સ્ત્રી બન્ને માટે લાભકારી સાબિત થાય છે
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને હિમોગ્લોબીન શેમાંથી વધારે મળશે તેના માટે શું ખાવું જોઈએ?

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સ્ત્રીઓમાં હીમોગ્લોબિનની માત્રા ઘટી જાય છે, હિમોગ્લોબીન લીલા શાકભાજીમાંથી ખૂબ જ સારી રીતે મળી રહે છે ગર્ભાવસ્થા દરમિયાન ફૂદીના અને કોથમીર ની ચટણી રોજ ખાવી જોઈએ તેમાં ખૂબ જ સારી માત્રામાં હિમોગ્લોબીન મળી રહે છે તેના સિવાય મેથી, પાલક, લીલા શાકભાજી, લેવા જોઈએ દરરોજ સાંજે દસથી બાર કિસમિસ પાણીમાં પલાળીને તેને સવારે ચાવીને ખાવી જોઈએ જેથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરી શકાય છે
વિટામીન સી યુક્ત ફળ
હિમોગ્લોબીન વધારવા માટે વિટામીન સી યુક્ત ફળ ખાવા જોઈએ જેમ કે સંતરા, મોસંબી, અમૃત, પપૈયુ,ટામેટું પાનગોબી દ્રાક્ષ માં ખૂબ જ સારી માત્રામાં હિમોગ્લોબીન મળી રહે છે
બીટનો રસ
ગર્ભાવસ્થા દરમિયાન બીટના રસમાં થી હિમોગ્લોબીન ખૂબ જ સારી માત્રામાં હોય છે તેને સલાડના રૂપમાં પણ લઇ શકાય છે
કેલ્શિયમ
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી અને તેના બાળક માટે કેલ્શિયમની માત્રા ખૂબ જ જરૂરી છે કેલ્શિયમ એક દૂધ અને દૂધની બનાવટો માંથી મળે છે માટે ગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ ત્રણ ગ્લાસ દૂધ પીવું જ જોઇએ જો કોઈને દૂધ ના ભાવતું હોય તો તો તે દહી ,છાશ, પનીર, ચીજ ,રબડી કોઇબી રીતે લેવું જોઈએ. કેલ્શિયમ એ લીલા શાકભાજી માંથી મળી રહે છે ઉપરાંત ઈંડા, લીંબુ માં પણ સારો સ્ત્રોત હોય છે જો ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં કેલ્શિયમની ઉણપ હશે તો પીઠમાં દુખાવો ,પગમાં નસ ચડી જવી, હાડકા નબળા પડી જવા ,માટે સ્ત્રીઓએ રોજ રાતે એક ગ્લાસ દૂધ પીને સૂવું જોઈએ
પ્રોટીન
ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીન એ શરીરનું બંધારણ કરતું તત્વ છે પ્રોટીનની જરૂરિયાત બાળકના શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા ભોજનમાં રોજ એક ઈંડુ અને દાળ, કઠોળ લો તો તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળશે
પ્રોટીનનો બીજો સારો એવો સ્ત્રોત દૂધ, દૂધની બનાવટો પનીર, દહીં, મગફળી, બદામ, કાજુ ,રાયકોટ માંથી મળી રહે છે તે સિવાય ફળ, ચણાદાળ, બેસન, દલિયા, શેકેલા ચણા, ગોળ, સોયાબીનમાંથી પ્રોટીનની માત્રા ખૂબ જ સારી એવી મળી રહે છે
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ દિવસમાં કેટલી વખત ભોજન લેવું જોઈએ
સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન કેટલી વાર ભોજન લેવું એવું કોઈ નિયમ નથી છતાં પણ દિવસમાં ત્રણ ત્રણ કલાકે ભોજન લેવું જોઈએ જો તમને ભૂખ ના લાગે તો થોડું થોડું જમતું રહેવું જોઈએ કેમકે તે ગર્ભ ની અંદર રહેલા બાળકને દર ચાર કલાકે ભૂખ લાગે છે તેના માટે થોડું થોડું ખાતું રહેવું જોઈએ. દિવસ દરમિયાન વધુ ને વધુ પાણી પીવું જોઈએ .દિવસના લગભગ 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ .બાળકને જરૂરી બધાં જ પોષક તત્વો મળી રહે તો બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મ લે છે
ગર્ભાવસ્થામાં શું ના ખાવું જોઈએ
ગર્ભાવસ્થા અવસ્થા દરમિયાન ધૂમ્રપાન તથા નશા ના કરવું જોઈએ, તૈલીય પ્રદાથોનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ, લીચી- પપૈયા ના ખાવા જોઈએ, ચા-કોફી અને ઠંડા પીણાં ચોકલેટની વધુ પડતી માત્રા ટાળવી જોઈએ કારણ કે તેમાં કેફીન નામનું તત્વ હોય છે જે પાચનતંત્ર નબળું પાડી દે છે માટે એવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ
ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
- વિટામીન સી વાળી વસ્તુ ઓછી લેવી જોઈએ પાઈનેપલ, પપૈયું, વિટામિન સી થી ભરપૂર હોય છે આના લીધે શરૂઆતના દિવસોમાં મિસકેરેજ ની સમસ્યા થઈ શકે છે માટે ત્રણ મહિનાના આ વસ્તુ ન ખાવી જોઈએ
- બજારમાં મળતા અથાણા, તીખા તળેલા ખોરાક, પાપડ, વાસી ખોરાક, ફાસ્ટફૂડ આ બધાથી દૂર રહેવું જોઈએ આવા ભોજનથી ઉલટી એસિડિટીની સમસ્યા થઈ શકે છે માટે આ વસ્તુઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ
- શરૂઆતના દિવસોમાં વધુ પ્રમાણમાં ગરમ ચીજો અને ગરમ મસાલા થી દૂર રહેવું જોઈએ
- બજારમાં મળતા ફાસ્ટફૂડ ,બ્રેડ ,પાઉં, પીઝા, બર્ગર, મેંદા થી બનેલી વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ
- ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ એ હંમેશા સારો અને સાત્વિક ભોજન લેવું જોઈએ
- કાચુ માસ ઈંડા તથા માછલી થી દૂર રહેવું જોઈએ કારણ કે તેમાં બેક્ટેરિયા હોઈ શકે છે
ગર્ભાવસ્થા દરમિયાન કયા ટાઇમે કયો ખોરાક લેવો જોઈએ
સવારનો નાસ્તો
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ એ સવારનો નાસ્તો ફરજિયાત કરવો જોઈએ સવારના નાસ્તામાં ફ્રુટ, જ્યુસ, પરાઠા, વેજીટેબલ સુપ, પૌઆ, ઉપમા, દલીયા, વગેરે લઈ શકો છો .
સવારે 10 થી 11 ની વચ્ચે સફરજન, દાડમ, ફ્રુટ સલાડ, કેળા, મિક્સ ફ્રુટ જ્યુસ, પાલક જ્યુસ, ડ્રાયફુટ, છાશ લસ્સી વગેરે લઈ શકો છો
બપોરનું ભોજન
ગર્ભાવસ્થા દરમિયાન બપોરનું ભોજન ખૂબ જ જરૂરી છે બપોરના ભોજનમાં રોટી, દાળ, સલાડ, દહી, પનીર, બધા પ્રકારની શાકભાજી, ભાત, માછલી, બાફેલા ઈંડા, છાશ લઈ શકો છો
સાંજનો નાસ્તો
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ દર બે કલાકે ખાતું રહેવું જોઈએ સાંજે નાસ્તામાં તમે કોઈ પણ પ્રકારનો હેલ્ધી નાસ્તો લઈ શકો છો ફણગાવેલા કઠોળ, પનીર માંથી બનેલી આઈટમ, ફળ લઈ શકો છો આ દરમિયાન તમારે ચા કોફી પીવાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ
રાતનું ભોજન
ગર્ભાવસ્થા દરમિયાન રાતના ભોજન માં થોડું હળવું ભોજન લેવું જોઇએ જે પચવામાં સરળ બને જેમકે શાક, રોટલી, ખીચડી, આવો ખોરાક લેવો જોઈએ અને રાતે જમ્યા બાદ થોડીવાર ચાલવા જવું જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન રાત્રે રોજ દૂધ પીને સૂવું જોઈએ
Image source: Google
Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)
આવીજ સ્ત્રી ઓ ને જાણવા જેવી તેમજ અજબ ગજબ, સમાચાર, અવનવી વાતો ,તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.
જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો