મેલડી માતા ની પૂજા મુખ્યત્વે ગુજરાતમાં થાય છે. ચોસઠ જોગણી નો મહિમા ખૂબ જ વિશેષ છે માં આદ્ય શક્તિના અનેક સ્વરૂપો છે અને વિશેષ મહિમા છે આજે આપણી એક જોગણી ની વાત કરવી છે અને તેનું નામ છે માતા મેલડી.
શું તમે જાણો છો શ્રી મેલડી માતાજી ની ઉત્પતિ ની પૂર્વ કથા અને તેનું મહત્વ જો ન જાણતા હો તો આજે જાણી લો આજે હું તમને જણાવી રહી છું માતા મેલડી ની ઉત્પતિ ની પૂર્વ કથા
Table of Contents
મેલડી માતા ની ઉત્પત્તિ કેવી રીતે થઇ | શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા
માતા મેલડી ની ઘણી બધી લોક કથા પ્રચલિત છે તેની ઉત્પત્તિ ની અલગ અલગ કથાઓ પણ છે પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. એક લોક કથા પ્રમાણે એક રાક્ષસ અમરીયા ના ત્રાસ થી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ રાક્ષસને મારવા માટે ગયા ત્યારે તે રાક્ષસ ઘણા શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓ થી બચવા માટે ભાગવા લાગ્યો.
દોડતા દોડતા તે ભુમીલોક ના એક સાયલા ગામ ના તળાવ માં સંતાઈ ગયો , ત્યારે માં નવદુર્ગે તે તળાવ માં પાણી પીવા લાગ્યા ત્યારે આ રાક્ષશ સરોવર પાસે મરી પડેલી ગાયને જોઈને તેમાં જઈને છુપાઈ ગયો ત્યારે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરીયા દૈત્ય ને મારવા માટે એક યુક્તિ વિચારી – એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગ માં થી મેલ ઉતારી ને એક નાની માટીની પુતળી બનાવી.
તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમાં દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્ર વિદ્યાઓ આપી પછી તે અમરીયા દૈત્ય ને મારવા માટે આદેશ આપ્યો આમ પૂતળી નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. આ પૂતળી પોતાની શક્તિ દ્વારા દેત્ય ને માર્યો પછી માતાજીએ રાક્ષસને મારી ને તેમનું કાર્ય પૂર્ણ કર્યું. તે નવદુર્ગા પાસે પાછા ગયા ત્યારે બધી દેવીઓ એ તેમની સાથે છલકર્યું અને પોતાનામાં સમાવવાની ના પાડી.
કારણ કે તે ગાયના શરીરમાં પ્રવેશવા ને લીધે એ દેવી મેલી અને અપવીત્ર થઈ ચૂકી હતી તેમને બધી દેવીઓ ને વિનંતી કરીને કહ્યું. એ મારું નામ તો આપો અને મારે આગળ શું કરવાનું છે …પરંતુ
તે પછી બધી દેવીઓ એ તેમને દગો આપ્યો અને કહ્યું કે હવે અમને તમારી જરૂર નથી આથી નિરાશ થયેલી દેવીએ વિચાર્યું કે હવે શિવજી સિવાય કોઈ તેમને ન્યાય નહીં કરે . તે દેવી શિવજી પાસે ગયા ત્યાં જઈને બધી વાત શિવજી ને કહી શિવજીએ ગંગાજીને પ્રગટ કરીને તેમને માતાજીને પવિત્ર કર્યા. શિવજીએ કહ્યું કે તમે રાક્ષસ સાથેની લડાઈમાં એકલા એ લડત આપી હતી તેથી આજથી તમારું નામ મેલડી હશે.’ મેં- લડી’ એટલે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલડી માં રાખવામાં આવ્યું આ મેલડી માતાજીના આજે ઘણા બધા પ્રસિદ્ધ નામ છે.
ત્યારબાદ શિવજીએ વરદાન આપ્યું કે તમે જ્યાં રહેશો ત્યાં કોઈપણ દેવી નજીક નહીં ઊભી રહી શકે.
મેલડી માતાજી ની સાધના ખૂબ શક્તિશાળી છે અને તેમની શક્તિ સામે જસુણી , યક્ષિણી ડાકણ, શાકણ, ભૈરવ , વીર , અઘોરી, કલર, વેતાલ, ચુડેલ, જીન જેવી કોઈ નકારાત્મક કે તાકાતવાર શક્તિ ઉભી રહી શકતી નથી. પીર, 64 જોગણી, 52 પીર, સાત્વિક, રાજસીક, તામસિક , સ્મસાનિક શક્તિઓ તેમની પાસે રહેલી છે.
માતાજીના પ્રભાવ આગળ કોઈ ટકી શકતું નથી એમ કહેવાય છે કે જ્યારે મેલડી માતાજી ઉજ્જૈનથી કામરુદેશ જઈ રહ્યા હતા ત્યારે પાંચ પ્રકારના મહા કલાપી સમશાન વચ્ચે આવ્યા હતા જ્યાં તેમને રોકવા ત્યાંની 1200 શક્તિશાળી બલા , સાંતળો, અને તમામ ભૂતાવળ તેમને રોકવા આવ્યા હતા પરંતુ
શિવજી ના વરદાન સ્વરૂપ ત્યાં કોઈ ભી શક્તિઓ માતાજી ને રોકી શકી નહીં એવું કહેવામાં આવે છે કે તે સમયે મેલડી માતાજી એ તેમના હાથમાં રહેલી બોટલમાં એ તમામ જીન્નાત અને નકારાત્મક શક્તિઓને કેદ કરી લીધી. મેલડી માતાજી ફક્ત શિવજીનું સાંભળે છે. કળિયુગમાં તેમના જેવી કોઈ શક્તિ નથી
મેલડી માતાજી ખૂબ જ દયાળુ છે જો તેમને કોઈ સાચા હૃદયથી પ્રાર્થના કરે છે, તે રંકને રાજા કરે છે અને એક ક્ષણમાં રાજાને રંક બનાવે છે મેલડી માતાજી ની સાધના માં ચોક્કસ અનુશાસન માં રહેવું પડે છે તેની સાધના ખૂબ જ મુશ્કેલ નિયમો હોય છે જો તમે તેમના કોઈ કાર્ય કરવા માટે સિદ્ધ કરો છો તો તેમને ને નિવેદ આપવાનું ભૂલી જાઓ છો તો માતાજી કોઈને છોડતા નથી જે ભી મેલડી માતાજી ના ભક્ત છે તેમના પર કોઈ જાદુ, મંત્ર, તંત્ર, જાદુગરી ટોટકા, કે મેલીવિદ્યા અસર કરતી નથી.
જે માતાજી ની સાધના અને ભક્તિ વધુ સારું ફળ આપે છે મેલડી માતાજી તમારા દરેક શબ્દો પર કામ કરે છે જો માતાજીનું કોઈ ખરાબ ઉદ્દેશથી મેલડીનું આહવાન કરવામાં આવે તો તેઓ ક્રોધિત પણ થાય છે
જાણો મહાકાળી માઁ ની વિશેષતા તેમજ તેમના પ્રસિદ્ધ મંદિરો ક્યાં ક્યાં આવેલા છે
મેલડી માતાજી પોતાના ભક્તોની આકરી કસોટી ભી કરે છે ગુજરાતમાં ચારેબાજુ માતાજીના મંદિર આવેલા છે અને મેલડી માની પૂજા થાય છે. એમ કહેવામાં આવે છે. મેલડીમાતા બે પ્રકારના છે એક ઉગતાપોર ની મેલડી જેને ચોખ્ખી મેલડી કહે છે અને બીજા મસાણી મેલડી કહે છે જે ઉગતા ની મેલડી માતાજી છે તેમને નિવેદ માં સુખડી, ખીચડો, નાળિયેર ચડાવાય છે અને જ્યારે મસાણી મેલડી માતાજીને માસ, મદિરા એવા તામસી ભક્ષ્ય નો ભોગ આપવામાં આવે છે
ઉજ્જૈનના મહારાજ વીર વિક્રમની વાત

આ વાર્તા છે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાની જ્યાં મહારાજ વિક્રમ નું રાજ હતું, રાજા ખુદ 18 ભાષાઓનો જાણકાર અને ખૂબ જ હોંશિયાર અને શક્તિશાળી હતો, રાજા પોતાની પ્રજાના ચાહક હતા, રાજા નો એક એવો સમય આવ્યો કે એમને યોગ્ય સિદ્ધિ મંત્ર શીખવાની ઇચ્છા થઈ. આ મંત્ર શીખવું હોય તો તેમને કામરૂદેશમાં શીખવા માટે જવું પડે એટલે રાજાએ એક દિવસે વિચાર કરી રાતના સમયે યોગ સિદ્ધિ મંત્ર શીખવા માટે કામરૂ દેશ માટે રવાના થયા.
રસ્તામાં જંગલ હતું જ્યાં બાવા બાળનાથ અઘોર વનમાં સાધના કરતાં હતા ,બાવા બાળનાથ ની જોઈ રાજા ત્યાં ઊભા રહ્યા અને તેમને બોલાવવા માટે રાજા બોલ્યા “અલખ નિરંજન” મહારાજ નો અવાજ સાંભળીને બાવા બાળનાથ પોતાની આંખો ખોલી અને કહ્યું મારા જંગલમાં મારી રજા સિવાય કોઈ વ્યક્તિ આવી શકે નહીં પણ તું કેવી રીતે આવ્યો? તું કોણ છે?
ત્યારે મહારાજા વિક્રમ વિનમ્રતાથી કહે છે “ હું ઉજ્જૈન નગરી નો રાજા વિક્રમ અને મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવા છે “ઉજ્જૈન નગરી ના રાજા ની પાસે આવીને બાવા બાળનાથ હસવા લાગ્યા તેમને કહ્યું રાજા તું આ મંત્ર શીખીને કરીશ? ત્યારે મહારાજા એ કહ્યું મારી પ્રજાના કલ્યાણ માટે.
રાજાની વાત સાંભળીને બાવા બાળનાથ રાજી થઈ ગયા અને તેમને કહ્યું કે હું તને સિદ્ધિ યોગ મંત્ર શીખવાડીશ પણ મારી એક શરત છે. રાજા બાવા બાર નાથની આ વાત સાંભળીને રાજી થઈ ગયા અને કહ્યું મને તમારી બધી જ શરત મંજૂર છે, ત્યારે બાવા બાળનાથ રાજાને કહે છે કે અહીંયા બાજુમાં આવેલી ભૂતડી વાવના તળિયેથી તારે એક કળશ પાણી ભરીને લાગુ પડશે. ત્યારે રાજા આ વાત સાંભળીને મંજુર છે એમ કહી કળશ હાથમાં ઉપાડી ભૂતડી તલાવડી તરફ જવા નીકળી ગયા
તે દિવસે કાળીચૌદસ હતી અને રાત્રી નો એક વાગે લો રાજા ભૂતડી વાવ પર આવીને કળશ ભરવા માટે તળાવડીમાં નીચે પગથિયાં ઉતરવા લાગે છે રાજા લગભગ 25 પચીસેક પગથિયાં નીચે જાય છે ત્યાં જ ઉપરથી અવાજ આવે છે “હું તને ખાઈ જઈશ” એટલે રાજા ખૂણામાં સંતાઈ જાય છે ત્યાં ફરીથી અવાજ આવે છે “હું તને ખાઈ જઈશ” આ સાંભળીને રાજા ખૂબ ભયભીત થાય છે અને મનોમન વિચારે છે કે હવે મારું મોત નિશ્ચિત છે ત્યારે તેમને પોતાની કુળદેવી યાદ આવે છે, અને વિચારે છે કે આવા સમયે તો મારી કુળદેવી માતા હિંગળાજ જ મને બતાવે, પછી રાજા પોતાની કુળદેવી માતા હિંગળાજ નો આહવાન કરે છે.
આહવાહન કરતાની સાથે જ માતા હિંગળાજ પ્રગટ થાય છે માતાના પ્રગટ થતાં જ માતા પૂછે છે રાજા તું અહીંયા કેમ? ત્યારે માતાને રાજા બધી જ વાત કરે છે. ત્યારે માતા રાજાને કહે છે કે આ મંત્ર તો હું પણ તને શિખવાડી શકું તે મને કેમ ના કહ્યું? હવે હું તારી કોઈ મદદ ના કરું શકું એમ કહી માતા ચાલ્યા ગયા.
માતાના ગયા પછી રાજા ખૂબ ભયભીત થઈ ગયો એમ કે પોતાની કુળદેવી માતા એ પણ તેમની મદદ ના કરી ત્યારબાદ તેમને યાદ આવ્યું કે તેમને ચોસઠ જોગણી માતા નો મંત્ર પણ આવડે છે. ત્યારબાદ તેમને ચોસઠ જોગણી માતા નો મંત્ર બોલ્યા અને ચોસઠ જોગણી માતા પ્રગટ થયા એમની જે માતા હિંગળાજ એ પૂછ્યું અને હિંગળાજ માતાની જેમ મદદ નહીં કરી શકીએ તેમ કહીને ચાલ્યા ગયા ત્યારે રાજા ખૂબ જ થઈ જાય છે અને નિશ્ચિત કરી લે છે કે હવે તો મારું મોત પાક્કું છે
ત્યારે રાજા હિંમત કરીને ઉભો થાય છે અને જોરથી કહે છે, હે કામરુદેશની કોઈ માતા છે જે મને મારા રાજ્ય સુધી પહોંચાડી શકે જો તમે મને મારા રાજ્ય સુધી પહોંચાડી દેજો તો હું તમને વચન આપું છું તમે જેમ કહેશો તેમ હું કરીશ.
મહાકાળી માતા કેવી રીતે બિરાજમાન થયા? જાણો સંપૂર્ણ માહિતી
ત્યારે બાજુમાં આવેલા માખણીયા ડુંગર ઉપર બિરાજમાન માતા મેલડી રાજા નો અવાજ સાંભળે છે, અને માતા તરત રાજાની સામે પોતાના વાહન બોકડા ઉપર બેસીને હાથમાં ત્રિશુળ લઇને રાજાની સામે પ્રગટ થાય છે .માતાને જોઈ રાજા ખૂબ ખુશ થાય છે અને માતાને કહે છે તમે મારા રાજ સુધી મને પહોંચાડો હું તમને વચન આપું છું તમે જેમ કહેશો તેમ હું કરીશ રાજા નું વચન સાંભળી માતા કહે છે પરંતુ વચન આપે છે તો તારો વાળ વાંકો નહિ થવા દવું અને હું તારા જ્યાં સુધી પહોંચાડીશ.
માતા મેલડી કહ્યા પ્રમાણે રાજાને પોતાની નગરીની બહાર પહોંચાડી દે છે ત્યારે રાજા વચન પ્રમાણે માતાને પૂજે છે તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું ત્યારે માતા મેલડી કહે છે હે રાજા અત્યારે મારે કશું નથી જોઈતું પણ આવનારી કાળી ચૌદસના દિવસે તું મને આ જગ્યાએ અડધી રાતે મળજે અને મારું આહ્રવાન કરજે એટલે હું પ્રગટ થઈશ અને ત્યારે હું તને કહીશ મારે શું જોઈએ છે આટલું કહીને રાજા પોતાની નગરીમાં જતો રહે છે અને માતા પોતાના સ્થાન તરફ નીકળી જાય છે
સમય નીકળતો રહે છે અને થોડા જ દિવસોમાં કાળી ચૌદસ આવવાની હોય છે ત્યારે રાજાને તેનું વચન યાદ આવી જાય છે કે મેં માતા મેલડીને વચન આપ્યું છે કે કાળી ચૌદસની અડધી રાતે તે જગ્યાએ જઈને એમને મળીશ અને સમયે આવી જાય છે કાળી ચૌદસની રાતે અડધો રાત્રિએ રાજા એ જગ્યા તરફ નીકળી જાય છે ત્યાં પહોંચી રાજા માતાનું આહવાન કરે છે માતાના આહવાન સાથે જ માતા મેલડી પ્રગટ થાય છે
રાજા માતા મેલડી ને કહે છે કે હે માં તમારા કહેવા પ્રમાણે કાળીચૌદસની અર્ધરાત્રિ હું તમારી સામે છું અને આજે મારા વચન પ્રમાણે તમે મને જે કહે હું કરવા તૈયાર ત્યારે માતા મેલડી કહે છે હા રાજા મારે તારા વચન પ્રમાણે હું તને કહું છું કે મારે તારું કાળજુ જોઈએ ત્યારે રાજા એક શબ્દ વિચાર્યા વગર માતાના કહેવા પ્રમાણે પોતાના કમર માં લગાવેલી તારવારના એક ઝટકે પોતાનું કાળજું નીકાળી માતાના ચરણોમાં અર્પણ કરે છે અને પોતાનું પ્રાણ ત્યાગ કરે છે
માતા મેલડી રાજાની આ વજન પાલનની ભાવના જોઇને ખૂબ ખુશ થાય છે અને પ્રસન્ન થઈ માતા મેલડી રાજાને જીવિત કરે છે અને રાજાને કહે છે હે રાજન હું તારી આ વચન પાલન ની ભાવના જોઇને ખુશ થઇ છું હે રાજન આજે હું તને કહું છું હું મને તારા રાજ્યમાં બિરાજમાન કરજે હું તારા નગરજનોની બધી જ દુઃખ -તકલીફ દૂર કરીશ, માતા આટલું કહી રાજાને આશીર્વાદ આપી ચાલ્યા જાય છે
રાજા ઢોલ નગારા સાથે પોતાના રાજ્યમાં માતા મેલડીનું ભવ્ય બિરાજમાન કરે છે ત્યારબાદ નગરજનો પણ ખૂબ જ ખુશ ખુશ થઈને માતાની સેવા પૂજા કરે છે માતાના ઉજ્જૈન નગરીમાં બિરાજમાન થયા પછી જે નગરજનો સાચા દિલથી માતા આગળ જે ભિ પરેશાની કે દુઃખ હોય છે તે માતાને કહે છે અને માતા તરત દુઃખ દૂર કરી દે છે રાજા ની નગરી માં ચારો તરફ ખુશી છવાઈ જાય છે
મેલડી માતાજી ના અષ્ટ હાથ

સૂર્યના તેજ જેવી તારી ક્રાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનવ સ્વરૂપ ભયાનક બિદામણું છે તેમનું વાહન કાળો બોકડો છે તેના પર માતાજી બિરાજમાન છે. મેલડી માતાજી ના ચહેરા પર આંખોમાં પ્રેમ છે. કરુણા છે, હૃદયમાં પ્રેમ છે બકરી પર સવાર છે. મેલડી માતાજી અષ્ટ હાથવાળા માતાજી મેલડી માતાના પાસે આ શસ્ત્રો છે. હાથમાં બાટલી, ચક્ર, તલવાર, ધનુષબાણ, ખપ્પર, ગરવો અને ત્રિશુલ શોભે છે. એક હાથમાં આશીર્વાદ આપતો હાથ ખાલી છે . માનું રૂપ નજરમાં તરત વસી જાય તેવું છે
મેલડી માતાજી ના શસ્ત્રો
- એકમાં બાટલી
- બીજામાં કટોરો
- ત્રીજા સ્થાને ત્રિશુલ
- ચોથા માં તલવાર
- પાંચમા ગદા
- છઠ્ઠામાં વર્તુળ
- સાતમા કમળ
- આઠમા માતાજીના આશીર્વાદ છે.
Image source: Google
બોલો શ્રી રાજ રાજેશ્વરી પરમ પરમેશ્વરી શ્રી ઉગતા પોરની મેલડી માં ની જય
Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)
આવીજ માતાજી ની વાર્તા , કથા તેમજ તેમના ચમત્કાર વિષે જાણવા જેવી તેમજ સમાચાર,અજબ ગજબ, અવનવી વાતો ,તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.
જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો