Homeજાણવા જેવુંછોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે ગુજરાતી માં, છોકરીઓ ની પસંદ...

છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે ગુજરાતી માં, છોકરીઓ ની પસંદ કેવી રીતેય બનશો

છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે ગુજરાતી માં, ગર્લ્સ શુ જોઈને બોય ને પસંદ કરે છે, ગર્લ્સ કેવા છોકરાઓ ને પસંદ કરે છે, છોકરીઓ ની પસંદ કેવી રીતેય બનશો.આજના સમયમાં દરેક છોકરાઓની(ટીનેજર્સ , યંગસ્ટર) ઈચ્છા હોય છે કે કોઈ એવી સારી છોકરી હોય જે તેમને પસંદ કરે કેમકે આ ઉંમર જ એવી હોય છે કે છોકરાઓ ના ઇચ્છતા હોવા છતાં પણ તે છોકરીઓ પ્રત્યે એટ્રેક થવા લાગે છે આવું થવું એ એક સ્વાભાવિક છે.

આવા માં બહુ બધા છોકરાઓ ના મનમાં સવાલ હોય છે કે છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે છોકરીઓની પસંદ કેવી રીતે બનવું.

આ દુનિયામાં અલગ-અલગ પ્રકારની છોકરીઓ હોય છે અને એ પણ એકબીજાથી બિલકુલ અલગ હોય છે એમની વિચારસરણી અલગ હોય છે તેમની આદત પણ અલગ હોય છે અને તેમની પસંદગી પણ અલગ-અલગ હોય છે.

પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે. જે બધામાં કોમન હોય છે. આ એવી વાતો હોય છે જેમાં છોકરીઓ ક્યારેય પોતાના મોઢાથી નથી કહેતી.

અમે 100 થી વધારે છોકરીઓ સાથે વાત કરી અને તેના આધારે અમે તમને થોડીક સિક્રેટ વાતો કરી રહ્યા છીએ. જેમાં તમને સમજવામાં ખૂબ જ મદદ થશે કે છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે તો ચાલો તમને જણાવીએ કે છોકરીઓ છોકરા વિશે શું પસંદ કરે છે છોકરીઓ કેવા છોકરાઓને પસંદ કરે છે.છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે

છોકરીઓ આવા છોકરાઓ ને પસંદ કરે છે

છોકરીઓ કેવા છોકરાઓ ને પસંદ કરે છે
છોકરીઓ કેવા છોકરાઓ ને પસંદ કરે છે

મિત્રો તમે અહીંયા ધ્યાન આપજો કે અમે તમને એ બતાવી રહ્યા છીએ કે છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે. એ બતાવવાના છીએ તમે કન્ફ્યુઝ ના થતા કે કોઈ છોકરી તમને પસંદ કરે છે તો એ તમને પ્રેમ કરે છે જો તમારે પ્રેમ શું છે ? What Is Love definition What Is True Love In Gujarati તો તમે 👈 આ પોસ્ટ વાંચી શકો છો

આ પોસ્ટ લખવાનો ઉદ્દેશ ખાલી એ છે કે તમે જાણી શકો કે આજની છોકરીઓ પહેલી નજરમાં કેવા છોકરાઓ તરફ આકર્ષિત થાય છે છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે છોકરીઓ કેવા છોકરાઓને વધારે પસંદ કરે છે તમારે એમની પસંદ બનવા શું કરવું પડશે.

10 વસ્તુઓ જે છોકરીઓ છોકરાઓ વિશે પસંદ કરે છે

1. દેખાવડો ( ગુડ લુકિંગ)

દેખાવડા હોવુ એ પ્લસ પોઈન્ટ છે જેને કોઈ નજર અંદાજ નથી કરતું પરંતુ જ્યારે તમે કોઈ જગ્યાએ અચાનક કોઈ છોકરી ને જોવો છો અને એ છોકરી પણ તમને જોવે ત્યારે તમારે દેખાડવું હોવું બહુ મોટો પ્રભાવ પડે છે.

મિત્રો તમારે આજે સમજવું પડશે કે છોકરીઓ કેટલી પણ ખરાબ દેખાતી હોય પણ છોકરાઓ તો દેખાવડો જ શોધતી હોય છે. ભલે તે કહેતી હોય કે તેને દેખાડો નહીં પણ દિલથી સારો, કેર કરવાવાળો કે પછી પ્રેમ કરવાવાળો પણ એ સાચું નથી હોતું.

છોકરીઓ હંમેશા એ જોવે છે કે તમે કેવા દેખાવ છો તમારી પર્સનાલિટી કેવી છે, હા તમે સારા દેખાતા હોય તો પછી તમારા “100 ગુના ભી માફ” હા પણ તેના પછી જો તમે એને જેવા જોઈએ છે તેવા નથી નીકળતા તો હોઈ શકે કે તમને છોડી દે.

પરંતુ છોકરી હંમેશા ગુડ લુકિંગ, સારી પર્સનાલીટી જોઇને જ વાત કરે છે એટલે આજથી સારા દેખાવાનું ચાલુ કરી દો સારા દેખાવા એટલે કે સારા કપડાં પહેરો, સારી હેર સ્ટાઈલ, સિક્સ પેક બોડી બનાવો એકદમ ફિટ દેખાઓ

2. સંભાળ રાખવા વાળો(CARING)

છોકરીઓ એવા છોકરાઓ સાથે બહુ જલ્દી આકર્ષિત થાય છે જે સંભાળ રાખનારા હોય છે એટલે કે બધાનો ખ્યાલ રાખવા વાળા (CARING) જેમને કોઈ ની પણ સંભાળ રાખવાનું સારી રીતે આવડતું હોય એવું નહીં કે બસ દેખાવા પૂરતા કે પછી વાતો CARING હોય તમને સાચે જ એ છોકરી ને દિલથી સંભાળ રાખતા આવડવું જોઈએ.

છોકરીઓ કહેતી નથી કે તેમને સંભાળ રાખવા વાળો( કેરિંગ બોય) અને તેમની સુરક્ષા કરી શકે એવા છોકરાઓ વધારે પસંદ કરતી હોય છે. જો તમારામાં આ ગુણ હોય અને હા તમે બીજા કરતાં પહેલા પોતાનું વિચારતા હોય તો પછી તમારે આમાં બદલાવ લાવવો પડશે નહીં તો તમે છોકરીને ઈમ્પ્રેસ તો કરી લેશો પણ તે તમારાથી ખુશ નહીં રહે અને તમને છોડી દેશે.

3. હસમુખ છોકરાઓ(jolly and Funny Boys)

અમે જોયું છે કે 100 માંથી 79 છોકરીઓ હસમુખ છોકરાઓ પસંદ કરે છે. કેમ કે આવા છોકરાઓ સાથે છોકરીઓ પોતાને વધારે કમ્ફર્ટેબલ લાગે છે. આવા છોકરાઓ હંમેશા મિત્રોમાં ખાસ હોય છે અને એમની સેન્સ ઓફ હ્યુમર ના કારણે બધાને આકર્ષિત કરતા હોય છે.

આવા છોકરાઓને ખાસિયત એ હોય છે કે તે ગંભીર માહોલને પણ ખુશી થી ભરી દે છે. હા આવા છોકરાઓ પ્રોબ્લેમ સોલ્વર પણ હોય છે. હસમુખ છોકરાઓ જોડે છોકરીઓ ખુશ રહેતી હોય છે. તમને એમની સાથે સારું લાગતું હોય છે એટલા માટે તમે પણ હસમુખા આજથી જ બનાવવાનું ચાલુ કરી દો.

4.સારો વ્યવહાર હોવો( ગુડ બિહેવિયર)

છોકરીઓ જ્યારે તમારી સાથે પહેલી વાર વાત કરતી હોય છે ત્યારે એ તમારી વાતો ની સાથે તમારા વ્યવહારને પણ જોતી હોય છે સારો વ્યવહાર એને કહેવાય જે છોકરીઓ ની રિસ્પેક્ટ કરતો હોય તેમની સાથે માન-સન્માન થી વાત કરતો હોય તેમની સાથે હંમેશા તેમની વાતોને ધ્યાનથી અને દિલથી સાંભળવી જોઈએ

એક સારો વ્યવહાર એને પણ કહેવાય જે બોલે ઓછું અને સાંભળે સારી રીતે હંમેશા વિનમ્રતા થી અને એક સારા મિત્ર ની જેમ વાત કરે અને એ વાતનું પણ ધ્યાન હોવું જોઈએ કે વધારે પડતાં સવાલોના કરવા તેમને કમ્ફટેબલ લાગે એ રીતે વાત કરો. અને સારો વ્યવહાર કરવો જોઈએ. પણ હા ખાલી દેખાવા પૂરતો નથી તેને દિલથી કરો

5. રોમેન્ટિક હોવું

દરેક છોકરી ની ઈચ્છા હોય છે કે તેને ખૂબ પ્રેમ કરવા વાળો છોકરો મળે જે પ્રેમની વાતો દિલ ખોલીને કરે જે પ્રેમનો પ્રસ્તાવ ખુલ્લા દિલથી કરે .કોઈ પણ છોકરી ઈચ્છતી હોય છે કે તેને એ વધારે મહત્વ આપે તેનીજ વાતો કરે અને તેને સ્પેશિયલ ફીલ કરાવે

છોકરીઓ ભલે તમને કંઈ કહે નહીં પરંતુ એ ધીરે ધીરે એ પણ તમારા વિશે જાણવા માગતી હોય છે તમારી જોડે વાત કરવા ઇચ્છતી હોય છે બસ તમારે આ તમારો રોમેન્ટિક અંદાજ એક સભ્યતા ની સાથે વર્તવું પડશે રોમાન્ટિક હોવા માં બે વસ્તુ મહત્વની છે એક શાયરી અને બીજું રોમાન્ટિક સોંગ તમે આ બન્ને વસ્તુ થી તેને સારી રીતે પ્રભાવિત કરી શકો છો

6. હોશિયાર હોવું (ઈન્ટેલિજન્ટ)

દરેક છોકરીઓ એક જેવી હોય એ જરૂરી નથી હોતું પણ જોવામાં આવ્યું છે કે છોકરીઓ એવા છોકરાઓ સાથે વધારે આકર્ષિત થઇ હોય છે જે વધારે હોશિયાર કે બુદ્ધિશાળી હોય ઘણીવાર તો એવું પણ જોવા મળ્યું છે કે છોકરીઓ પર્સનાલિટી અને લૂક પર ધ્યાન ન આપીને હોશિયાર છોકરાઓ પર વધારે એટ્રેક થતી હોય છે

કેમકે છોકરીઓને ખબર હોય છે કે ગુડ લુકિંગ(હેન્ડસમ) હોવા છતાં દિમાગથી ઝીરો હોય છે અને આવા છોકરાઓ સાથે છોકરીઓ પોતાના મિત્રો વચ્ચે હાસ્યનું પાત્ર નથી બનવા માગતી

જો તમે હોશિયાર છો તો એ તમારું સારું નસીબ છે કે તમે છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માં ખૂબ કાબિલિયત રાખો છો. આવા છોકરાઓને સારું સન્માન પણ મળે છે.

7. આત્મવિશ્વાસી હોવું (સેલ્ફ-કોન્ફિડન્સ)

કોઇ ભી છોકરામાં આત્મવિશ્વાસ હોવો એ ખુબ જરૂરી છે જે કોઇપણ વાત પૂરી આત્મવિશ્વાસ અને આંખો માં આંખો મેળવી ને વાત કરી શકે. જે પોતાની વાતને બધાની સામે રાખવામાં ડરતો ના હોય.

આત્મવિશ્વાસી છોકરાઓ જીવનમાં પણ ખૂબ કામયાબ હોય છે તેમનો રુવાબ બીજાઓ કરતાં બિલકુલ અલગ હોય છે એના કારણે છોકરીઓ આવા છોકરાઓથી જલ્દી આકર્ષિત થઇ જતી હોય છે.

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી છે અને સફળ બનવું હોય તો તમે અહીંયા ક્લિક કરી વાંચી શકો છો

8. પ્રામાણિક હોવું (ઓનેસ્ટ)

છોકરોઓ એવા છોકરાઓ ને ખૂબ મહત્વ આપતી હોય છે કે જે પ્રમાણિક, ઈમાનદાર હોય છે. અહીંયા પ્રામાણિક એટલે કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે પ્રામાણિક હોવું કેમકે છોકરીઓને એવા છોકરાઓ ને પસંદ નથી કરતી કે જે આજે તેની સાથે તો કાલે બીજી કોઈ છોકરીની સાથે હોય.

છોકરીઓ આવા છોકરાઓને ખૂબ પસંદ કરે છે જે તેને ક્યારેય દગો કે વિશ્વાસઘાત ના કરે હંમેશા પોતાની ગર્લફ્રેન્ડ સાથે રોયલ રહો અને તેની સાથે ખોટું ક્યારેય ના બોલો તેનો હંમેશા સાથ આપો

9. મદદરૂપ થવા વાળો (હેલ્પફુલ)

છોકરાઓનો કોઈને મદદ કરવાનો સ્વભાવ ખુબ ઇમોશનલી આકર્ષિત કરે છે કેમ કે છોકરાઓ કરતા છોકરીઓ માં વધારે ઈમોશન હોય છે આવામાં તેમને મદદરૂપ થવા વાળા છોકરાઓ વધારે પસંદ કરે છે

છોકરીઓને લાગે છે કે મદદ કરવા વાળો છોકરો સારો છે કેમકે આ મતલબી દુનિયા માં મદદ કરવા વાળા બહુ ઓછા હોય છે તમારે ભી કોઈ સ્વાર્થ વગર જેટલું થઈ શકે બીજા ની મદદ કરવી જોઈએ. અહીંયા મદદ કરવાનો મતલબ પૈસા આપવાનો નથી. મદદ કરવા માટે બહુ બધી અલગ અલગ વસ્તુઓ છે જો તમે આવું કરતા હશો એટલે કે મદદરૂપ થતાં હશો તો કોઈને કોઈ સારી છોકરી તમને જરૂર આકર્ષિત થશે.

10. પૈસા કમાવવા વાળો(મની અર્નેર)

કોઈ પણ છોકરી ક્યારેય એ નથી કહેતી કે તેને પૈસા વાળો બોયફ્રેન્ડ જોઈએ છે પરંતુ 85% છોકરીઓ માટે છોકરો પૈસાવાળો હોવો એ ખૂબ મેટર કરે છે. વધારે નહીં પણ એમની જરૂરીયાતો પૂરી કરી શકે તો છોકરીને ઇમ્પ્રેસ કરવાની સંભાવના ખૂબ જ વધારી દે છે.

પણ એનો અર્થ એ નથી થતો કે બધી છોકરીઓ આવી હોય છે પણ આ એક કડવું સત્ય છે કે છોકરીઓ પ્રેમ તો કોઈને પણ સાથે કરી લેશે પણ જ્યારે લગ્નની વાત આવે ત્યારે દસ વાર વિચાર કરતી હોય છે

છોકરાઓ ને આ થોડા સમય માટે સ્વાર્થી પણું લાગે પણ જ્યારે તમે તેના વિશે ડીપ માં વિચાર કરશો તો તમને કંઈ ખોટું નહિ લાગે કેમકે દરેક છોકરી એની લાઈફમાં ક્યારેય પૈસાની તંગી ના થાય તેના માટે તે આ વાત નું ખુબ ધ્યાન આપે છે તમે પણ આર્થિક રૂપથી સક્ષમ બનવાની કોશિશ કરો.

સારાંશ (છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે)

ઉપર બતાવેલી વાતો જો તમારામાં છે તો બહુ સારી વાત છે અને જો ના હોય તો તેના માટે આજ થી જ પ્રયત્ન કરવાનું ચાલુ કરી દો ખાલી દેખાડવા માટે કે કોઈને ઈમ્પ્રેસ કરવા માટે નહીં પણ આ સારી આદતો તમે પણ અપનાવી લો આનાથી તમે બીજા ને પ્રભાવિત કરવા નહિ પરંતુ પોતાનું વ્યક્તિત્વ ચમકાવવામાં મદદ થશે

અમે ટીમ લવ યુ ગુજરાત આશા કરીએ છીએ કે તમને આ લેખ છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે સારો લાગ્યો હશે. તમને આ લેખ છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ Love You Gujarat 👈 ના માધ્યમથી જરૂર બતાવજો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

Follow us on our social media.

Facebook | Instagram | Twitter

RELATED ARTICLES

1 COMMENT

- Advertisment -

Most Popular

Recent Comments