શ્રાદ્ધ 2021
શ્રાદ્ધ હિન્દુ અને ભારતના વસતા અલગ અલગ ધર્મ માં થતું એક કાર્ય છે જે લોકો તેમના પ્રતિની શ્રાદ્ધ અને કૃતસતા માટે અને તેમને યાદ કરવા માટે આ દિવસ હોય છે. શ્રાદ્ધ એટલે આપણને પૂર્વજો માટે નો પ્રેમનો દિવસ. તે દિવસ લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજાઓ કરાવે છે . તેમનું પિંડદાન કરે છે અને આ દિવસે લોકો પોતાના મિત્રો અને મનગમતા પકવાન પણ ચઠાવે છે.માનવામાં આવે છે કે આ દિવસે પૂર્વજોને કાગડા નું રૂપ લઈ પૃથ્વી પર પોતાનું મનપસંદ ભોજન આરોગવા આવે છે .અને આ દિવસે બ્રાહ્મણનો, ગરીબો, ગાય ઈ અને કુતરાને દાન કરવાનું અનેરૂ મહત્વ છે. અને આ ફક્ત એક જ દિવસનું નથી હોતું કેટલીક જગ્યાઓએ તો આ પંદર દિવસનું હોય છે.
તેમાંથી કેટલાક લોકો પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ તિથિ પ્રમાણે કરે છે. અને કેટલાક લોકો તો તેને એક જ દિવસે બધા પૂર્વજ નુ સાથે શ્રાદ્ધ કરે છે. શ્રાદ્ધમાં શુદ્ધ વાસણોમાં ભોજન કાઢીને પિતૃઓની તૃપ્તિ માટે તેમને ધરાવવામાં આવે છે.
2021 ના તિથિ પ્રમાણે શ્રાદ્ધ(શ્રાદ્ધ 2021 તારીખ)

આ વર્ષ એટલે કે 2021 શ્રાદ્ધ ભાદરવા વદ પડવા થી શરૂથાય છે. અંગ્રેજી મહિના મુજબ શ્રાદ્ધ ની શરૂઆત 21/9/2021 થી થાય છે.
21-9-2021 પડવાનું શ્રાદ્ધ
22-9-2021 બીજુંનું શ્રાદ્ધ
23-9-2021 ત્રીજનું શ્રાદ્ધ
24-9-2021 ચોથનું શ્રાદ્ધ
25-9-2021 પાંચમનું શ્રાદ્ધ
26-9-2021 છઠનું શ્રાદ્ધ
27-9-2021 –
28-9-2021 સાતમનું શ્રાદ્ધ
29-9-2021 આઠમનું શ્રાદ્ધ
30-9-2021 નવમીનું શ્રાદ્ધ
1-10-2021 દસમ નું શ્રાદ્ધ
2-10-2021 અગિયારસ નું શ્રાદ્ધ
3-10-2021 બારસ નું શ્રાદ્ધ
4-10-2021 તેરસનું શ્રાદ્ધ
5-10-2021 ચૌદશનું શ્રાદ્ધ
6-10-2021 પૂનમ/ અમાસનું શ્રાદ્ધ
શ્રાદ્ધ એક હિંદુ ધર્મની પવિત્ર પૂજા છે જેમાં લોકો પોતાના પિતૃઓની શાંતિ ની પ્રાર્થના કરે છે અને તેમનો આત્મા મોક્ષ પામે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે.
આ દિવસોમાં દાન પુણ્યનું અનેરૂ મહત્વ છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર પૂર્વજોની પૂજા કરવાથી માણસ દાન એશ્વર્યા અને શાંતિની પ્રાપ્તિ કરે છે.
શ્રાદ્ધ ના દિવસોમાં કેટલાક લોકો તિથિ પ્રમાણે સાદ કરે છે. શ્રાદ્ધ માટે લોકો ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓ ના તત્પર જઇ પુજા-અર્ચના કરે છે. કેટલાક લોકો બનારસ જઈને તેની પૂજા કરે છે.
શાસ્ત્રોના અનુસાર માનસિક ધર્મ માં આવતી સ્ત્રીઓએ શ્રાદ્ધ માટે ની તૈયારી ન કરવી જોઈએ કે ભોજનના બનાવવું જોઈએ કારણકે એ ભોજન એટલું જ પવિત્ર હોય છે.. જેટલો પવિત્ર ભગવાન ને ચઢાવવામાં આવતો પ્રસાદ એટલા માટે ભૂલથી ફોન જ્યારે ભગવાનનો પ્રસાદ કે શ્રાદ્ધ નું ભોજન બનાવતી વખતે તેવી સ્ત્રીઓને તેનાથી દૂર રાખવી .
તર્પણ કરતી વખતે પિતા, દાદા વગેરે ના નામ સ્પષ્ટ ઉચ્ચારવા જોઈએ . નદીના કિનારે પહોંચ્યા પછી પૂર્વજોની પિંડદાન અને અર્પણ કરવું ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ તમારા પરિવારના પૂર્વજોને પાણીથી સંતુષ્ટ કર્યા પછી તમારે તમારા મિત્રો અને સંબંધીઓને જલનજલી અર્પણ કરાવી જોઈએ.
આ પણ વાંચો-
Satta Matka 2021: શું હોય છે સટ્ટા મટકા, કેવી રીતે રમાય છે આ ગેમ જાણો સંપૂર્ણ માહિતી!
પુરુષ ની વ્યથા: નારી ત્યાગ ની મુરત છે તોહ પુરુષ કોણ? જાણો અહીંયા
કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે, દગાબાજ પત્ની ના લક્ષણ
પ્રેમ શું છે ? What Is Love definition What Is True Love In Gujarati
Love Tips In Gujarati સંબંધોને મજબૂત કેવી રીતે બનાવવા ગુજરાતી માં
પેરેન્ટ્સ લવ મેરેજ માટે સહમતી કેમ નથી આપતા
PUBG શું છે, પબજી ડાઉનલોડ કરવું અને કેવી રીતે ચલાવવું
નિમીએ શ્રાદ્વ સારું કર્યું
શ્રાદ્ધ અંગે વિદ્વાનો ના જુદા જુદા મંતવ્યો છે. પરંતુ જે જાણીતું છે તે એ છે કે મહાભારતના શિસ્ત ઉત્સવ મા પણ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર ને શ્રાદ્ધ અંગે ઘણી વાતો જણાવી છે .મહાભારતના અનુસાર અત્રિ મુની દ્વારા મહશ્રી નીમી ને પ્રથમ વખત શ્રાદ્ધ નો ઉપદેશ આપવામાં આવ્યો હતો. આમ નીમી એ પહેલા શ્રાદ્ધ ની શરૂઆત કરી પછી અન્ય મહશ્રી ઓ એ પણ યાદ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ચારે જાતિના લોકોએ શ્રાદ્ધમાં પૂર્વજને ભોજન આપવાનું શરૂ કર્યું.
શ્રાદ્ધ માં અગ્નિ નો પહેલો ભાગ
એવું કહેવાય છે કે શ્રદ્ધા ભોજન ઉપવાસને કારણે પૂર્વજોને ભોજન પચતું ન હતું. પહેલા તે બધા બ્રહ્માજી પાસે ગયા તેમને કહ્યું શ્રાદ્ધનું ભોજન ખાઈને અમને અપચો થઈ ગયો છે. હે ભગવાન અમારી રક્ષા કરો તેમની વાત સાંભળી બહ્માજી બોલ્યા “ આ અગ્નિ દેવ છે” આ તમને સારું કરશે અગ્નિદેવે કહ્યું “ હવે આપને શ્રાદ્ધમાં સાથે ભોજન કરીશું મારી સાથે રહીને તમારો અપચો દુર થશે. આ સાંભળીને દેવતાઓ અને પૂર્વજો પ્રસન્ન થઈ ગયા એટલા માટે શ્રાધ માં અગ્નિને પહેલો ભાગ આપવામાં આવે છે.
આરાધના દિવસે ગાય, કુતરા ને ખવડાવવાનું પણ અનેરૂ મહત્વ છે. તેમને ખવડાવવાથી પૂર્વજો ખૂબ જ ખુશ થાય છે. ગામડામાં તો સ્ત્રીઓ ક્યારે નીય ઊઠીને રોટલા ને ગોળ ઘી સાથે કુતરા ને ખવડાવે છે. અને સવાર પડતાં પડતો ગાય કૂતરાને ધરાઈ જાય છે.
શ્રાધ્ધ ની વિધિ

શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઊઠી નિત્યકર્મ પતાવીને સ્નાન કરી શુદ્ધ કપડા પહેલી ભગવાન ના દીવા કરી પછી સ્ત્રીઓ રસોડામાં રસોઈ બનાવે છે. શ્રાદ્ધના દિવસે જે પૂર્વજો ને પસંદ હોય તેવી વાનગીઓ નું ભોજન પૂર્વજો માટે તૈયાર કરવામાં આવે છે. અને ભોજનને તૈયાર થઈ ગયા પછી તે ભોજનને પીરસવામાં આવે છે. અને એક થાળી ભગવાન ની બીજી થાળી ગાય અને ત્રીજી થાળી કૂતરાની કરવામાં આવે છે.
બધી થાળીઓ આપી પૂર્વજો ની થાળી ને પૂર્વજો માટે ઘરની અગાસી પર લઇ જાય છે. તે થાળીની પૂજા કરી પૂર્વજોને યાદ ઉચ્ચારણ કરી પછી તેમને ભોજન આપવામાં આવે છે. કોઈ એક પાન પર બધું જ ભોજન મૂકી દેવામાં આવે છે. અને તે ભોજનને કાગવાસ કાગવાસ કહી કાગડાને ખવડાવવામાં આવે છે અને પીપળાનું પૂજન કરવામાં આવે છે. અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. કે ભગવાન અમારા પૂર્વજો જ્યાં પણ હોય ખૂબ જ ખુશ રહે.
આ દિવસે બ્રાહ્મણોને પણ ભોજન કરાવવા નો રિવાજ છે. આ દિવસે રાવળ, કોઇ ગરીબ માણસ, ભિક્ષુક કે કોઈપણ સાદા માણસો ને ભોજન કરાવી એ તો તેનું પુણ્ય પણ આપના પિતૃઓને જમાડ્યા જેટલું જ મળે છે.
આ દિવસે સવાર-સવારમાં પીપળાનું પૂજન કાળા તલ ચોખા અબીલ ગુલાલ કંકુ થી કરવામાં આવે છે. અને તેને પાણી પણ ચઢાવવામાં આવે છે. તેને ૨૧ વખત પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે. કહેવાય છે કે પીપલ દેવતામાં પિતૃઓ નો વાસ હોય છે એટલે શ્રાદ્ધના દિવસે તેમની પૂજા ની અલગજ ધૂમ હોય છે અને અને પીપળામાં ભગવાન વિષ્ણુનું ઓપન વાસ હોય છે માટે તેમનું પૂજન શ્રાદ્ધના દિવસે ખૂબ જ શુભ છે અને સાથે સાથે ભગવાન શિવને પણ આ દિવસે ખૂબ જ પૂજા આરાધના કરવામાં આવે છે. કારણ કે ભગવાન શિવજીએ સ્મશાન ના વાસી છે. તેઓ બધી આત્માઓને પોતાના શરણમાં જગ્યા આપે છે.
ધર્મ શાસ્ત્ર કહે છે વંશજોની ફરજ છે. કે તેઓ તેમના પૂર્વજોનું સન્માન કરે તેમનો આદર કરે. તેમના નામે ધાન પુણ્ય કરે અને ગરીબોને દાન આપે તો પૂર્વજો અતિ પ્રસન્ન થશે.
ઋગ્વેદ મા ઉલ્લેખ છે કે રદ કરવું એ વંશજોની પૂર્વજો તરફ ની ફરજ છે. જ્યારે કોઈના પણ પરિવારની કોઈ સદસ્યની મૃત્યુ થાય છે તો તેના મૃત્યુ પછી થી જે તેને તરત નાખવાની પ્રથા શરૂ થાય છે. રાજ દીકરો પિતાને, દાદાને માતાને દાદી ને અને પોતાના બીજા પૂર્વજોને પણ નાખી શકે છે. અને અત્યારના સમયમાં પહેલા શ્રાદ્ધ વખતે ગામડાઓમાં આખા ગામને પણ જમાડે છે અને પોતાના મિત્રો સગા-સંબંધી અને પણ જમવાનું નિમંત્રણ આપે છે. અને આટલા દિવસોમાં લોકોના ઘરે તિથિ પ્રમાણે માતા-પિતા, દાદા, દાદી કાકા કાકી, નો શ્રાદ્ધ નાખે છે. અને શ્રાદ્ધ સંપૂર્ણ વિધિ પૂર્વક નાખવામાં આવે છે.
બધા કહે છે કે શ્રાદ્ધનું ભોજન હંમેશા 11 વાગ્યા પહેલા બની જવું જોઈએ.અને શ્રાદ્ધ નું ભોજન જલ્દી બનાવી વાસ નાખી દેવું જોઈએ. શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ સવારે નાહીધોઈ શુદ્ધ થઈ ચોખા ધોયેલા કપડા પહેરીને જ્યાં પૂજા કરવાની છે તે જગ્યા ને ધોઈ શુદ્ધ કરી ગંગાજળ છાતી શુદ્ધ કરવું. શ્રાદ્ધની પૂજા કરનાર વ્યક્તિએ પૂર્વજો ખુશ થઇ જાય તે માટે ઘણી બધી બાબતોની કાળજી રાખવી પડે છે.
2021 માં બધું બદલાઈ ગયું. આપણા જીવન જીવવાનો તરીકો પણ બદલાઈ ગયો બીપી અને બીજા બધા ઘણા રીતિ-રિવાજ પૂજાપાઠ ઓપન સમય જતા બદલાઈ ગયા છે. પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના તર્પણ માટે રદ કરવામાં આવે છે. આપના શ્રાદ્ધનો અર્થ પૂર્વજો પ્રત્યે નું સન્માન, પ્રેમ હોય તેમ કહેવાય છે. થરાદમાં આપણા પૂર્વજોને એક પંદર દિવસના સમયગાળામાં સન્માન અપાય છે. તેમને ભોજન કરાવે છે. હિન્દુ ધર્મમાં રાજ નું ઘણું મહત્વ હોય છે. વૈદિક જ્યોતિષ ના અનુસાર જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશે છે તો તે સમયે ને પિતૃ પક્ષ કહે છે. પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃપક્ષમાં તર્પણ અને પિંડદાન ને સર્વોત્તમ માનવામાં આવે છે.
તો આથી આજની પોસ્ટ શ્રાદ્ધ વિષયની સંપૂર્ણ માહિતી જો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જો આ પોસ્ટ સારી લાગી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો
આ પણ વાંચો-
ગર્લફ્રેન્ડનો ગુસ્સો કેવી રીતે ઓછો કરવો? 8 અસરકારક ટીપ્સ
15 ઉજ્જૈન મહાકાલના ભસ્મ આરતીના રહસ્યો, તમે જાણીને ચોંકી જશો
મોઢામાં ચાંદા થી તાત્કાલિક રાહત મેળવવા 5 ઘરેલુ ઉપચાર
પાકિસ્તાનમાં બાકી રહ્યાં છે આ 14 ઐતિહાસિક મંદિરો જાણો આ મંદિરો કેમ છે ખાસ
અમે ટીમ લવ યુ ગુજરાત આશા કરીએ છીએ કે તમને આ લેખ શ્રાદ્ધ ક્યારે છે, શ્રાદ્ધ 2021, શ્રાદ્ધ ક્યારે છે, શ્રાદ્ધ કેમ કરાય, શ્રાદ્ધ વિધિ કેવી રીતે કરવી, પિતૃ તર્પણ વિધિ, શ્રાદ્ધ પક્ષ ૨૦૨૧, shradh kyare che, shradh kevi rite karay, shradh 2021 કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ Love You Gujarat 👈 ના માધ્યમથી જરૂર બતાવજો
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Follow us on our social media.