Sunday, February 5, 2023
Homeધાર્મિકશક્તિપીઠ પાવાગઢ/મહાકાળી માતા કેવી રીતે બિરાજમાન થયા? જાણો સંપૂર્ણ માહિતી

શક્તિપીઠ પાવાગઢ/મહાકાળી માતા કેવી રીતે બિરાજમાન થયા? જાણો સંપૂર્ણ માહિતી

52 શક્તિપીઠ આવેલા છે તેમાં ગુજરાત માં 3 શક્તિપીઠ આવેલાં છે અંબાજી ,બહુચરાજી અને પાવાગઢ. ભારત દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત આવેલું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ ની બાજુમાં એક પર્વત આવેલો છે તેનું નામ છે પાવાગઢ.

  • જાણો પાવાગઢ ના પર્વત વિષે
  • મહાકાળી માતા કેવી રીતે પાવાગઢ માં બિરાજમાન થયા?
  • મહાકાળી માતા ની પાવાગઢ ની કથા
  • પાવાગઢ ની બીજી એક કથા રાજા પતઈ ની છે
  • પાવાગઢ ની લોકકથા

પાવાગઢ ક્યાં આવેલું છે?

પાવાગઢ: 52 શક્તિપીઠ આવેલા છે તેમાં ગુજરાત માં 3 શક્તિપીઠ આવેલાં છે અંબાજી ,બહુચરાજી અને પાવાગઢ.ભારત દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત આવેલું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં  હાલોલ ની બાજુમાં એક પર્વત આવેલો છે તેનું નામ પાવાગઢ છે.

પાવાગઢ અમદાવાદથી 190 કિલોમીટર દૂર આવેલું છે. વડોદરાથી 46 કિલોમીટર દૂર છે પાવાગઢ જવા માટે વડોદરાથી બસ કે પોતાના વાહનથી પાવાગઢ જઈ શકાય છે. ત્યાં ખૂબ જ  પ્રસિદ્ધ મહાકાળી માનુ મંદિર છે. પાવાગઢમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. મહાકાળી માનુ મંદિર  1525 ફૂટ ઊંચી ટેકરી પર આવેલું છે.પાવાગઢ ની પહાડીઓ ની શરૂઆત ચાપાનેર થી થાય છે ત્યાંથી માંચી હવેલી સુધી જવાની સુવિધા ઉપલબ્ધ છે. માંચી હવેલી થી મહાકાળી માના મંદિર સુધી જવા માટે રોપવે ની સુવિધા ઉપલબ્ધ છે અને ચાલીને જવા માટે  પગથિયા પર ત્યાં છે. પાવાગઢ ની આજુબાજુ ગાઢ જંગલો આવેલા છે પાવાગઢ ચાલતા જવાની અને ચડવા ની કંઈક અલગ જ મજા છે.પાવાગઢ જવા માટે નીચે આપેલા ગૂગલે મેપ ની મદદ થી તમે ત્યાં જઈ શકો છો

જાણો પાવાગઢ ના પર્વત વિષે

પાવાગઢ નો પર્વતનો શંકુ આકાર નો છે .એમ કહેવાય છે કે પાવાગઢ નો ડુંગર જેટલો બહાર છે તેનાથી ત્રણ ગણો જમીનની અંદર છે. એટલે તેનું નામ પાવાગઢ પડ્યું. હજારો વર્ષો પહેલા આ સ્થળે ધરતીકંપ આવ્યો હતો. ત્યારે જ્વાળામુખી માંથી આ પાવાગઢના કાળા પથ્થરો ડુંગર બન્યા હતા. આ પર્વત ના સૌથી ટોચના શિખર ઉપર    જગત જનની માઁ કાલી બિરાજમાન છે.

પાવાગઢ મહાકાળી માતાના મંદિરની છત પર અદાન શાહ પીર ની દરગાહ છે ત્યાં ઘણા મુસ્લિમ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. પાવાગઢની આજુબાજુ નું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે અને  માચી માં દુધિયા અને છાસિયું તળાવ આવેલા છે. પાવાગઢ પર્વત આખું ખાઈ થી ભરેલું હતું અને અહીંયા હવાનો વેગ ખૂબ જ વધારે રહેતો હતો આ માટે “એવી જગ્યા જ્યાં પવન હંમેશા વાસ રહે છે” તેથી તેનું નામ પાવાગઢ પડ્યું,

About Pavagarh Shaktipith
પાવાગઢ ના પર્વત

પાવાગઢ પહાડીની તળેટીમાં ચાપાનેર નગરી આવેલી છે પાવાગઢ ખૂબ જ પ્રસિદ્ધ શક્તિપીઠ છે. પાવાગઢ માંથી વિશ્વામિત્રી નામનું ઝરણું નીકળે છે અને તે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે. પાવાગઢ માં કુલ 2500 પગથિયાં છે. પહેલા પગથિયાં ચડીને માતાજીના દર્શન માટે જવું પડતું હતું પણ હવે ત્યાં રોપ-વેની ખુબ જ સરસ સુવિધા છે. પાવાગઢમાં દિગંબર જૈન મંદિર આવેલું છે તે ભી ખૂબ પ્રાચીન મંદિર છે. પાવાગઢમાં માતા ભદ્રકાલી સામેના પર્વત પર બિરાજમાન છે

મહાકાળી માતા કેવી રીતે પાવાગઢ માં બિરાજમાન થયા?

વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રથી સતી માતા ના જમણા પગની આંગળીઓ અહીં પડી હતી ત્યાંથી જગદંબા મહાકાળી અહીંયા બિરાજમાન છે

પૌરાણિક દંતકથા અનુસાર જ્યારે પ્રજાપતિ દક્ષ તેમના ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું. યજ્ઞમાં બધા દેવો અને દેવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાની પુત્રી સતી અને મહાદેવને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. મહાદેવ સતીને ઘણા સમજાવ્યા કે જે આમંત્રણ ના હોય ત્યાંના જવું જોઈએ પણ સતી, મહાદેવ ની વાત ન માની. અને જ્યાં યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાં ગયા અને  ત્યાં ગયા પછી પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ સહન ના કરી શક્યા.

વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓ માં વિભાજીત કરી દીધા,સતી માતા ના જમણા પગની આંગળીઓ અહીં પડી હતી
સતી માતા ના જમણા પગની આંગળીઓ અહીં પડી હતી

યજ્ઞ ચાલતો હતો તે અગ્નિકુંડમાં સતી કૂદી પડ્યા. આ વાતની જાણ જ્યારે શંકર ભગવાનને ખબર પડી તો તે સતીના બળેલા  દેહ ને જોઈને ખૂબ જ ક્રોધિત થઈ ગયા. મહાદેવ સતીના દેહને  લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યા. મહાદેવના આ રૂપને જોઈને બધા દેવી-દેવતાઓ ભયભીત થઈ ગયા. તે સમયે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓ માં વિભાજીત કરી દીધા. એમ કહેવાય છે કે માતા સતીનાં દેહનાં ટુકડા જ્યાં પડ્યા હતા ત્યાં ત્યાં મોટા મોટા શક્તિપીઠો સ્થાપિત થઈ ગયા.

આખા ભારતમાં કુલ 52 શક્તિપીઠ છે પાવાગઢમાં માતા સતીના દેહની જમણા પગની આંગળી આ જગ્યા પર પડી હતી તેથી પાવાગઢ એક શક્તિપીઠ બની ગયું. ત્યાં સ્વયં મહાકાળી માતા બિરાજમાન છે. 

જાણો છો ? મહાકાળી માઁ ની વિશેષતા તેમજ તેમના પ્રસિદ્ધ મંદિરો ક્યાં ક્યાં આવેલા છે

પાવાગઢ માં માતા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે મંદિરના ગર્ભગૃહ માં માતાજી ની અડધી પ્રતિમા છે તેમાં તેમના નેત્ર  પ્રતિભા થયું હોય એવું માનવામાં આવે છે માતાજી ની મૂર્તિ બે ફૂટ જેટલી છે મહાકાળી માતાની મૂર્તિની બાજુમાં ડાબી બાજુએ બહુચર માતાજી અને જમણી બાજુ એ મા લક્ષ્મીની મૂર્તિ છે પાવાગઢમાં દક્ષિણામુખી કાળી માતાની મૂર્તિ છે જેનું તાંત્રિક પૂજામાં ખૂબ જ મહત્વ છે.મહાકાળી માતા ના મંદિર પહેલા ભૈરવ નું મંદિર આવેલું છે.

પાવાગઢમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળે છે. પાવાગઢ નું ધાર્મિક મહત્વ ખુબ જ છે ઘણા લોકો અહીં પગપાળા આવે છે અહીંયા શ્રદ્ધા થી આવેલા દરેક લોકોની ઇચ્છા અવશ્ય પૂર્ણ થાય છે શ્રદ્ધાળુ અને માતા મહાકાળી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે  અમાસ અને પૂનમના દિવસે ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે.આ સિવાય ચૈત્ર તેમજ  આસો નવરાત્રી ના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શન માટે આવે છે. ગુજરાતમાં મહાકાળી માતાજીના ગરબા ઘરે-ઘરે ગવાય છે.

મહાકાળી માતા ની પાવાગઢ ની કથા

પર્વત પર વર્ષો પહેલા મહર્ષિ વિશ્વામિત્રી આ પર્વત પર રહેતા હતા.આ પવિત્ર ભુમિ પર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને મહર્ષિ વિશ્વામિત્ર  બ્રહ્મર્ષિ નું શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યું હતું. મહાકાળી માતાજી એ આપેલા નિર્માણ મંત્ર નું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્ર જી આ બ્રહ્મર્ષિ નું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ પર્વત ના સૌથી ટોચ ના શિખર ઉપર તેમણે સ્વયં મહાકાળી માતાજીની સ્થાપના કરી હતી.

પાવાગઢ ની બીજી એક કથા રાજા પતઈ ની છે

રાજા પતઈ ની વાત :પાવાગઢ ના રાજા નું નામ પતઇ રાજા હતું,રાજા મહાકાળી માતાજી નો ખૂબ જ મોટો ભક્ત હતો. નવરાત્રિ ના સમય દરમિયાન પતઇ રાજા ના મહેલ માં બધી કન્યા ઓ ગરબા રમી રહી હતી તે સમયે મહાકાળી માઁ એ એક 16 વર્ષની કન્યા નું રૂપ લઈને ત્યાં ગરબા રમવા આવ્યા હતા ત્યારે રાજા પતઈ તે કન્યાનું રૂપ જોઈને અંજાઈ ગયા અને માતા નુ પાલવ પકડીને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તે કન્યા ને રાજા ને ખૂબ સમજાવ્યા કે મારો પાલવ મૂકી દે પણ રાજા પતઈ માન્યા જ નહીં ત્યારે મહાકાળી માતા ખૂબ જ  ક્રોધિત થયા અને પોતાનું સ્વરૂપ દેખાડ્યું તે જોઈને રાજા ડરી ગયા.

મહાકાળી માતા ની પાવાગઢ ના રાજા પતઈ ની કથા
મહાકાળી માતા ની પાવાગઢ ના રાજા પતઈ ની કથા

મહાકાળી માતા, રાજા પતઈ ને શ્રાપ આપ્યો કે તારા રાજ નો નાશ થશે. રાજા પતઈ મહાકાળી માઁ નો ખૂબ જ મોટો ભક્ત હતો તે ખૂબ જ મા ની ભક્તિ કરતો હતો પણ મહાકાળી માતાના શ્રાપ ને લીધે ધીમે ધીમે રાજા ના રાજપાટ નો વિનાશ થવા લાગ્યો.આજે પાવાગઢ માં રાજા પતઈ નો મહેલ  ક્યાં છે ! રાજા ના પાપ ના લીધે ધીમે ધીમે તેનું રાજ્ય જવા લાગ્યું અને પછી ત્યાં મહંમદ બેગડાનું રાજ આવ્યું.

પાવાગઢ ની લોકકથા

ખાપરો અને ઝવેરી: રાજા પતઈ ના પછી મહંમદ બેગડા નું પાવાગઢમાં રાજ આવ્યું હતું મોહમ્મદ બેગડો ખૂબ જ માથાભારે રાજા હતો. પાવાગઢમાં  બે ચોર રહેતા હતા, તેમનું નામ ઝવેરી અને ખાપરો  હતું ખાપરો અને ઝવેરી મહાકાળી માતાજીના ખૂબ મોટા ભક્ત હતા. તે મહાકાળી માને પૂછ્યા વિના કોઈ કામ કરતા નહીં. જે ભી કામ કરે તે મહાકાળી મા ની રજા લઈને પછી જ કરતા હતા. ખાપરો અને ઝવેરી પાવાગઢમાં ખૂબ જ ચોરી કરતા હતા જ્યારે ભી ખાપરો અને ઝવેરી ચોરી કરવા જાય ત્યારે મહાકાળી માતાની  રજા લઈને  પછી ચોરી કરવા નીકળ તા હતા.

ખાપરો અને ઝવેરી જે ભી ચોરી કરીને લાવતા તેમાંથી મહાકાળી માતા નો ત્રીજો ભાગ નીકળતા હતા. આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળી માતાના આશીર્વાદ ના લીધે ખૂબ જ  ચોરી કરતા હતા. એક દિવસ બંનેને વિચાર આવ્યો કે આપણે મહંમદ બેગડા ના રાજ માં ચોરી કરવા જવું છે. ખાપરો અને ઝવેરી મહાકાળી માતાના મંદિરે આવીને મા ને કીધું આજે તો મહમદ બેગડા ના રાજ માં ચોરી કરવા જાઉં છે. માં તું રજા આપતી હોય તો અમે જઈએ. મહાકાળી માતા એ તેમને બન્ને ને રજા આપી, જાઓ હું તમારી સાથે છું. પણ મહાકાળી માતાજી ખાપરો અને ઝવેરીમેં કહ્યું કે આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે.

ખાપરો અને ઝવેરી બંને તો રાતે મોહમ્મદ બેગડા ના રાજ માં ચોરી કરવા માટે ઘુસિયા. રાજમહેલમાં  જઈને બંને ચાર કિંમતી રત્ન જોયા. અને ચાર કિંમતી રત્ન ત્યાંથી ઉપાડ્યા પછી તેમને વિચાર આવ્યો કે આટલા કિંમતી રત્ન ને લઈ જસુ તો મોહમ્મદ બેગડા ને ખબર પડી જશે એટલે તેમને એક રતન પાછો મૂકી દીધું અને ત્રણ  રત્ન લઈને ખાપરો ને જવેરી ઘરે ગયા. 

સવાર પડતાં જ બૂમો પાડવા લાગી કે મોહમ્મદ બેગડા ના રાજ માં ચોરી થઈ છે. મહંમદ બેગડાએ મંત્રી ને બોલાવ્યો, હે મારા રાજમાં ચોરી કરે એવા પાવાગઢ માં કોણ  ચોર છે. મારી આટલી બધી બીક છે તો ભી તેમને કેવી રીતે હિંમત કરી. મંત્રીએ કહ્યું કે, આપણા રાજ્યમાં તો એવા ચોર છે ખાપરો અને ઝવેરી એમના સિવાય બીજું કોઈ ચોરી કરતું નથી આ બન્ને ચોરોએ હજી સુધી કોઈએ જોયા નથી. મોહમ્મદ બેગડાએ ફરીથી રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરો ને જવેરી ને માલુમ પડે કે હું જે ખાટલામાં શુવું છું તેના ચાર પાયા સોનાના છે. જો આ ખાપરો અને ઝવેરી ફરીથી મારા રાજ્યમાં ચોરી કરીને બતાવે તો હું માનું

ખાપરો અને ઝવેરી ને ખબર પડી કે રાજાએ પાવાગઢ માં ઢંઢેરો પીટાવ્યો છે. એટલે બંને  જણા મહાકાળી માતા પાસે  ગયા. બન્ને જણાએ મહાકાલી માતા ને જઈને કહ્યું. માં અમે આ ત્રણ રત્નો ચોરી ને લાવ્યા છીએ, અમારી સાત પેઢી  ખાસે તોય ક્યારે ખુલશે નહી. પણ માં આજે તો ચુનોતી ની વાત છે. મહાકાળી માં જો તું રજા આપતી હોય તો આજે મોહમ્મદ બેગડા ના રાજ માં જઈને તેના ખાટલાના  ૪ સોનાના  પાયા નીકાળીને લાવવા છે.

મહાકાળી માતા એ રજા આપી અને કહ્યું ચાલો હું તમારી સાથે આવું છું. જો આજે મોહમ્મદ બેગડા ને “હાથ ના ચડાવી દવું” તો આજે  મારી મહાકાળી નું  વેણ છે. મહાકાળી માતાની સાથે ખાપરો અને ઝવેરી, મોહમ્મદ બેગડાના મહેલમાં ગયા .ત્યાં રાજા ખાટલા ઉપર સુતા હતા. ખાપરો અને ઝવેરી એ રાજા ના ખાટલા ના પાયા નીકાળીને તેની જગ્યાએ લાકડાના ટેકા મૂકી દીધા. આ જોઈને મહાકાળી માતા બાજુમાં ઊભા ઊભા હસતા હતા. આમ રાજા ના ખાટલા ના ચાર પાયા ચોરીને ત્રણે જણા ઘરે પાછા આવ્યા

પાવાગઢ - ચાંપાનેર- રાજા નો મહેલ
ચાંપાનેર- રાજા નો મહેલ

સવાર પડીને રાજા ઉઠ્યા તો જોયું તો સોના ના પાયા ની જગ્યાએ લાકડાના ટેકા મુકેલા હતા. રાજાને થયું કે હું તો સુતો હતો તો ભી ચોરી કોણ કરી ગયું ,આ બે ચોર કોણ છે તે બંનેને મારે જોવા છે. ફરીથી મોહમ્મદ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મારા રાજ્યમાં સોના ચાંદીના દાગીના થી ભરેલું  ઊંટ ફરતો મુકું છું. જો તમે જબરા ચોર હોય તો  ઊંટ ને ચોરીને બતાવો ? ઢંઢેરો ની વાત, ખાપરો અને ઝવેરી ને ખબર પડી એટલે ફરી પાછા એ બંને મહાકાળી માતાના મંદિરે ગયા અને કહ્યું કે માં આજે મહંમદ બેગડો  જીદે ભરાયેલો છે. તું  દોઢ આપતી હોય તો આ ઉંટને પકડવા અમારે બંનેને જવું છે.

મહાકાળી માતા એ બંને ને રજા આપી અને ખાપરો ને જવેરી પકડવા માટે નીકળી પડ્યા, પકડવું ખૂબ જ અઘરું હતું કેમકે આ ઊંટની સુરક્ષા માટે 50 સૈનિકો તેની સાથે રહેતા હતા. ઉંટ જ્યાં જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ ફરતા હતા. ખાપરો અને ઝવેરી એ ઊંટ ને રોટલા નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલા ખવડાવ્યા બીજા દિવસે ખવડાવ્યા આમ કરતા કરતા  10 થી 12 દિવસ સુધી રોટલા ખવડાવી ને  ઊંટ ને  આદત પાડી દીધી. રોજ ઊંટ હરતું-ફરતું ખાપરો અને ઝવેરી ના ઘર પાસે આવીને ઊભો રહે થોડા દિવસ પછી સૈનિકો ભી કંટાળ્યા, કે આ ઉંટને ચોરવા માટે કોઈ આવતું નથી. આ ઊંટ આટલામાં ફર્યા કરે છે.

 એક દિવસ રાતે  આ  ઊંટ ખાપરો અને ઝવેરી ના ઘર પાસે આવ્યું. પણ ખાપરો અને ઝવેરી  તે દિવસે રોટલા ન ખવડાવ્યા એટલે  ઊંટ રોટલા ની લાલચ મા ત્યાં સુઈ ગયો. થોડીવાર પછી સૈનિકો પણ ઊંટ ને જોતા જોતા સુઈ ગયા. ખાપરો અને ઝવેરી આંખો  ઊંટ તેમના ઘરના ભોયરામાં છુપાવી  દીધો . બીજા દિવસે રાજાને ખબર પડી “હે, ઊંટ ની ચોરી” થઇ ગઇ છે.

 રાજા મહંમદ બેગડા ને થયું કે આ ચોર તો બહુ માથાભારે છે તે ક્યારે પકડાશે નહીં. એટલે રાજાએ ફરીથી એક ઢંઢેરો પિટાવ્યો કે, ખાપરો અને ઝવેરી ને ખબર પડે કે તેમને કરેલી બધી ચોરી માફ કરવામાં આવશે. અને રાજાએ કહ્યું કે મેં તમને ક્યારેય જોયા નથી તમે મારા મહેલમાં આવો મારે તમને જોવા છે અને ઈનામ આપવું છે. ખાપરો અને ઝવેરી  પાછા મહાકાળી માતા પાસે ગયા માતાને કહ્યું કે, મોહમ્મદ બેગડા એ અમને રાજમહેલમાં બોલાવ્યા છે.

માં તું રજા આવતી હોય તો અમે બંને જઈએ કેમ કે મોહમ્મદ બેગડો ખૂબ જ માથાભારે હતો ક્યાંક રાજમહેલમાં બોલાવીને ફાંસી ચડાવી દેતો? એટલે મહાકાળી મા એ તેમને બંનેને રજા આપી. તમે બંને રાજમહેલમાં જાવ. ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા ત્યારે રાજાએ બંનેને ખૂબ સારું સ્વાગત કર્યું, અને ઇનામ આપ્યું. આમ પાવાગઢમાં ખાપરો અને ઝવેરી ની વાત પૌરાણિક છે.

Image source: Google

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

આવી જ માતાજી વિષે જાણકારી અને કથા માટે તેમજ સમાચાર, અવનવી વાતો , રસોઈ ની રેસિપી , તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.

જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments