Sunday, February 5, 2023
Homeફિલ્મ જગતટ્રેન્ડિંગ ન્યૂઝ /જાણો સાંસદ-એક્ટ્રેસ નુસરત જહાં ને,પતિ કહે છે- મારું બાળક નથી

ટ્રેન્ડિંગ ન્યૂઝ /જાણો સાંસદ-એક્ટ્રેસ નુસરત જહાં ને,પતિ કહે છે- મારું બાળક નથી

નુસરત જહાં:બંગાળી ફિલ્મોની હિરોઈન અને તૂણમૂલ કોંગ્રેસ ના સાંસદ નુસરત જહાં અત્યારે ખુબ ચર્ચામાં છે. નુસરત પ્રેગ્નેન્ટ હોવાની વાત મીડિયામાં વહેતી થઈ અને તેના પતિ નિખિલે કહ્યું કે બાળક મારું નથી? આ સમાચાર રિપોર્ટ થી ભારે ખળભળાટ મચી ગયો છે

નુસરત જહાં કોણ છે?

નુસરત જહાં કોણ છે?
નુસરત જહાં કોણ છે?

તૂણમૂલ કોંગ્રેસ ની સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં હરરોજ ચર્ચામાં રહે છે. ચૂંટણીમાં વિજય,ફિલ્મજગત માં સફળ કરિયર અને નિખિલ જૈન સાથે અલગ ધર્મમાં લગ્નને કરીને ચર્ચામાં રહેતી નુસરત જહાં આજે ફરી એક વાર ચર્ચામાં છે. કેટલાંક મીડિયા રિપોટ્સના દાવા અનુસાર , નુસરત જહાં છેલ્લાં 6 મહિનાથી ગર્ભવતી છે અને તેમના પતિ નિખિલ જૈને આ પ્રેગ્નેન્સી અંગે અજાણ્યો હોવાનું કહ્યું છે. નુસરતના પતિ નિખિલે તો એમ પણ કહ્યું કે નુસરતનું બાળક મારુ નથી અને બંનેનું દામ્પત્ય જીવન માં ખળભળાટ મચી ગયો છે

આ સિવાય નુસરત જહાંની ચર્ચા આજકાલ બંગાળી એક્ટર અને ભાજપના નેતા યશ દાસગુપ્તા ની સાથે ખુબ થઈ રહી છે. નુસરત અને યશ બંને રિલેશનશિપમાં છે એવું ચર્ચાઈ રહ્યું છે . બંને જણા ઘણી વાર એક સાથે જોવા મળ્યા છે અને આ વર્ષે નવા વરસ ની ઉજવણી પણ બંનેએ ભેગા મળી રાજસ્થાનમાં કરી હતી .તે સમયે ” કોણ છે નુસરત જહાં” એક અભિનેત્રી-મોડલ કઈ રીતે રાજકારણમાં આવી ગઈ. નુસરત સાથેના વિવાદો અને નુસરત જહાં – નિખિલ જૈન અને નુસરત જહાં – યશ દાસગુપ્તાના સંબંધો અંગે જાણીએ.

નુસરત જહાં 2019 માં તૂણમૂલ કોંગ્રેસ ની સાંસદ બની અને શપથ ની સાથેજ ચર્ચામાં આવી
નુસરત ને રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ લોકસભાના સભ્ય બન્યા બાદજ મળી છે, પરંતુ સાંસદ બન્યા પહેલાં તે એક મોડલ અને ભારતીય એક્ટ્રેસ રહી છે. બાંગ્લા ફિલ્મજગત માં સક્રિય નુસરત , 2019 માં TMCની સાંસદ બની સંસદભવનમાં એન્ટ્રી કરી . લોકસભામાં સનાતન ધર્મના જય જયકારા વચ્ચે ભગવાન ના નામે શપથ અને વંદેમાતરમ બોલનારી નુસરત જહાં પ્રથમ મહિલા સાંસદ છે. નુસરત જહાં ને દેશને સર્વપ્રથમ સન્માન અને ધર્મ નિરપેક્ષતા આપવાને લઈને તેની ઘણી જ પ્રશંસા થઈ હતી .

નુસરત જહાં નો અભ્યાસ

1990 ની 8 જાન્યુઆરી નાં રોજ નુસરત જહાં નો જન્મ થયો હાતો.નુસરતનું શરુવાત નું સ્કૂલ શિક્ષણ “અવર લેડી ક્વીન ઓફ ધ મિશન સ્કૂલ” પાર્ક સર્કસ, કોલકાતા મા થયું હતું

પ્રાથમિક શિક્ષણ પછી નુસરતે કોલકાતા ની ભવાનીપુર કોમર્સ કોલેજ માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

નુસરત જહાં નું ફિલ્મી કરિયર

 • 2010માં મિસ કોલકાતા ફેર-વન બ્યુટી કોન્ટેસ્ટમાં વિજેતા બની હતી , તે પછી તેને પોતાનું મોડલિંગ કરિયર ની શુરુવાત કરી હતી
 • નુસરતે ફેર-વન બ્યુટી કોન્ટેસ્ટમાં વિજેતા મળી તે પછી ‘શોત્રૂ’ ફિલ્મથી પોતાના કરિયર આગળ વધાર્યું હતું , તે વખતે તેને ઓડિશન માં 50 વ્યક્તિઓ ની હાજરી માં પોતાની ઓળખ બનાવી હતી. એક વર્ષ પછી સુભોશ્રી અને દેવ ની સાથે “ખોકા-420” માં કામ શરૂ કર્યું હતું.
 • અંકુશ હઝારાની સાથે તે “ખિલાડી” ફિલ્મમાં પણ દેખાઈ હતી. એ પછી “ચિકન તંદૂરી” અને “યોદ્ધા” મા દેશી છોરીમાં પણ કામ કર્યું અને બંને ખુબજ સુપર હીટ થઇ હતી તેમજ રાહુલ બોઝ સાથે “સોંધે નમાર આગે” ફિલ્મ કરી હતી. 2015માં તેને હાસ્ય પ્રોગ્રામ “જમાઈ 420” માં પણ એકટિંગ કર્યું હતું. જેમાં તેમની સાથે પાયલ સરકાર,મિમી ચક્રવર્તી,અંકુશ હઝારા,હિરન અને સોહમ ચક્રવર્તી પણ હતા.
 • બંગાળ સેલિબ્રિટી લીગ સોન્ગ ના થીમ પણ રહી ચુકી છે, જેમાં એની સાથે સયાન્તિકા બેનર્જી અને દેવ હતા.
 • 2015, ડિસેમ્બર માં ‘હર હર વ્યોમકેશ’ નામની મુવી આવી હતી, જે બોક્સ ઓફિસ પર બહુજ સફળ બની હતી.
 • 2016 માં મુવી “પાવર” માં પણ હતી, તેમાં તેની સાથે સયાન્તિકા બેનર્જી ભી હતા.એ વર્ષે તેને હાસ્ય મુવી “કેલોર કીર્તિ” મા જીશુ સેનગુપ્તા, અંકુશ હઝારા, મિમી ચક્રવર્તી, કૌશાની મુખર્જી, દેવ અધિકારીઅને સયાંતિક મુખર્જીની સાથે કામ કરેલું.
 • એ પછી નુસરતે “લવ એક્સપ્રેશ” મા જોવા મળી જેમાં દીપક અધિકારી તેની સાથે હતો .
 • નુસરતે નિર્દેશન- સૃજિત મુખર્જીના “જુલ્ફિકાર” માં પણ એક્ટિંગ કરી અને તે 2016 સૌથી વધારે પ્રોફિટ કરવા વાળી મુવી હતી.
 • પથિકૃત બાસુના નિર્દેશનમાં 2016 મા “હરીપડા બંડવાલા” નામની હાસ્ય મુવી કરી હતી, અને તેમાં તેમની સાથે અંકુશ હઝરા હતા
 • નુસરત, પ્રોસેનજીત ચેટર્જી અને યશ દાસગુપ્તા પહેલી વાર 2017 મા “આમી જે તોમાર”અને “બોલો દુગ્ગા માઈકી”મા જોવા મળી હતી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે Tmcની સાંસદ નુસરત જહાં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે Tmcની સાંસદ નુસરત જહાં

નુસરત જહાં નું રાજકારણ મા કેરીઅર

 • નુસરતે ઓલ ઈન્ડિયા તૃણુમુલ કોંગ્રેસ (TMC) 2019 મા જોઈન કર્યું હતું.
 • 2019 ની લોકસભાની ચૂંટણી બંગાળ ના બરસિરહટ વિધાનસભા ક્ષેત્ર મા ભાજપ ના નેતા સાયંતન બાસુ સામે લડી હતી
 • લોકસભાની ચૂંટણી મા ભાજપ ના નેતા ને 3.5 લાખ મતો થી હરાવ્યા હતા અને પછી સંસદભવન માં પ્રવેશ મેળવ્યો હાતો
લોકસભામાં
લોકસભામાં ધર્મના જય જયકારા વચ્ચે ઈશ્વરના નામે શપથ અને વંદેમાતરમ કહેનારી નુસરત પ્રથમ મહિલા સાંસદ

નુસરત જહાં અને તેના વિવાદો

નુસરત જહાંને લઈને કેટલાંક મુસ્લિમ સંગઠનોએ તેના વિરૂદ્ધ અનેક ફતવાઓ બહાર પાડ્યા છે.
ટ્રેન્ડિંગ ન્યૂઝ /જાણો સાંસદ-એક્ટ્રેસ નુસરત જહાં ને,પતિ કહે છે- મારું બાળક નથી 9
 • જાન્યુઆરી,2017 મા નુસરત નો બોયફ્રેડ કાદિર ખાન ઉપર બળાત્કારનો પોલીસ ફરિયાદ થઇ હતી જેમાં નુસરત ને તેની મદદ કરવા નો આરોપ લાગ્યો હતો પરુંતુ આ વાત થી નુસરતે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો , પરંતુ વકીલો એ ગુનેગાર ને મદદ કરવા બદલ તેની ધરપકડ કરવા ની અપીલ કરી હતી.
 • પહેલી વાર સંસદ ગઈ એ પહેલા તેને મિમી ચક્રવર્તીની સાથે વેસ્ટર્ન કપડાં પહેરી ફોટો શેર કર્યો હતો જેની ખુબ નિંદા થઇ હતી
 • ઝારગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકલ પબ્લિક દ્રારા તેમની સાથે સેલ્ફી લેવા જતા સ્ટેજ તૂટી પડ્યો હતો જેનો વિડિઓ મીડિયા મા ખુબ વાયરલ થયો હતો
 • જયારે નુસરતે હિન્દૂ યુવક નિખિલ જૈન સાથે લગ્ન કર્યા ત્યારે દુનિયા ની સૌથી મોટી ઈસ્લામિક સ્કૂલ દારૂલ ઉલુમે ફતવો જાહેર કર્યો હતો
 • UP ના સહારનપુર – દેવબંધે પણ ફતવો જાહેર કરેલો ,તેઓનું કહેવું હતું કે તે માત્ર મુસ્લિમ યુવક જોડેજ નિગાહ કરી શકે .જયારે તે લોકસભા મા ગઈ ત્યારે પૂર્ણ હિંદુ વિવાહિત મહિલાની જેમ શ્રુંગાર કરીને ગઈ હતી, તેને ગળામાં મંગલસૂત્ર અને માથા મા સેથો પણ પુર્યો હતો
 • તેને લોકસભા મા જયારે શપથ લીધા ત્યારે નુસરત જહાં રુહી જૈન નામ લખ્યું હતું તેમજ શપથ લીધા પછી વંદે માતરમ પણ બોલી હતી.
 • જામિયા-શેખ-ઉલ-હિંદ એ નુસરત વિરુદ્ધ ઈસ્લામ સામે જવાને લઈને અને હિન્દૂ નારી ની જેમ માથામાં સેથો,ગળા મા મંગળસૂત્ર અને કપાળ મા બિંદી લગાવ્યા ઉપર ખુબ આપત્તિ વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું કે નુસરતે માત્ર મુસ્લિમ યુવક જોડેજ નિગાહ કરવા જોઈએ, પરંતુ તે એક અભિનેત્રી હોવાથી તે જાતિ ધર્મ મા માનતી નથી
નુસરત જ્યારે સાંસદ બનીને પહેલી વખત પાર્લામેન્ટમાં ગઈ ત્યારે તેને મિમી ચક્રવર્તીની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેને વેસ્ટર્ન સ્ટાઈલના કપડાં પહેર્યા હતા
નુસરત જ્યારે સાંસદ બનીને પહેલી વખત પાર્લામેન્ટમાં ગઈ ત્યારે તેને મિમી ચક્રવર્તીની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેને વેસ્ટર્ન સ્ટાઈલના કપડાં પહેર્યા હતા

નુસરત જહાં-નિખિલની લવ સ્ટોરી

નિખિલના પિતા મોહન કુમાર જૈન એક ટેક્સટાઈલ બેઝ્ડ કંપનીના માલિક છે જેનું બ્રાંડ નામ રંગોલી છે
ટ્રેન્ડિંગ ન્યૂઝ /જાણો સાંસદ-એક્ટ્રેસ નુસરત જહાં ને,પતિ કહે છે- મારું બાળક નથી 10

નુસરતઅને નિખિલ જૈનની લવ સ્ટોરી વિષે બધાજ જાણવા ઇચ્છે છે. નુસરત-નિખિલની પ્રેમકહાની એકદમ ફિલ્મી છે. તેમની પહેલી મુલાકાત પણ એક ફિલ્મી જ હતી. હાલમાં જ બંનેએ એક ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં બંનેએ તેમની લવ સ્ટોરી જણાવી હતી. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી

નિખિલે નુસરતને કેવી રીતે પ્રપોઝ કર્યું? : નિખિલનો બર્થ-ડે સેલિબ્રેશન હતો. નુસરતે બર્થડે પાર્ટી ની સંપૂર્ણ જવાબદારી લીધી હતી , પાર્ટી પૂર્ણ થયા બાદ નિખિલ, નુસરતને તેના ઘરે છોડવા ગયો હતો. રસ્તામાં કાર ખરાબ થઇ છે એવું બહાનું કાઢ્યું અને કારમાંથી બહાર નીકળી ગયો ત્યાર બાદ તે ઘૂંટણીએ બેસીને પોતાના પોકેટ મા થી એક રિંગ કાઢી અને નુસરતને પ્રપોઝ કર્યું . નુસરતે પણતેને તેજ સમયે હા પડી દીધી.

નિખિલે ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું :નુસરત ની પર્સનાલિટી મને ખુબ પસંદ આવી હતી તેના વિશે વધારે સમજવા ઇછતો હતો, પણ મને કોઈ ચાન્સ મળતો નહોતો . હું એવું કોઈ બિહેવ કરવા નહોતો માંગતોહ જેથી અનપ્રોફેશનલ લાગે. મને નુસરત ખુબ પસંદ પડી ગઈ કે પછી બીજું કોઈ પસંદ જ ન આવતું . આ માટે થઈને મેં એને ડિનર તેમજ કોફી માટે પણ પૂછ્યું હતું અને નુસરતે મને હા પણ પડી , પરંતુ તે આવી નહીં. એક કલાક પહેલાં નુસરતે મને કૉલ કરીને કહ્યું કે મમ્મી ની તબિયત ખરાબ છે, માટે તે નહીં આવી શકશે .ધીરે ધીરે નિખિલ અને નુસરત વચ્ચે ગાઢ સંબંધ મા બંધાઈ ગયા હતા પછી સંબંધ દોસ્તી મા અને પછી રિલેશનશિપ મા આવી ગયા.લોકસભા ચૂંટણી ની ઉમેદવારી ને કારણે વ્યસ્ત હોવાને કારણે નુસરત અને નિખિલ જૈન એ ચૂંટણી પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

હિન્દૂ રીતિ રિવાજ મુજબ નુસરતઅને નિખિલ જૈન નાં લગ્ન 19 જૂન 2019 ના તુર્કી – બોડરમ ટાઉનમાં થયાં હતાં,હિન્દૂ રીતિ રિવાજ મુજબ બંને ના લગ્ન થયા હતા,લગ્નના વીડિયો અને ફોટા ,સોશિયલ મીડિયામાં ખુબ શેર થયા હતા .વિવાહ પછી લોકસભા ની શપથ ગ્રહણ સમારંભ મા નુસરત માથામાં સેથો, ગાળા મા મંગલસૂત્ર, અને હાથ મા ચૂડા સાથે જોવા મળી હતી.

6 મહિના થી પ્રેગ્નન્ટ છે નુસરત જહાં

Nusrat Statement Love You Gujarat 1
ટ્રેન્ડિંગ ન્યૂઝ /જાણો સાંસદ-એક્ટ્રેસ નુસરત જહાં ને,પતિ કહે છે- મારું બાળક નથી 11

મીડિયા રિપોર્ટ અનુસાર, 6 મહિનાથી ગર્ભવતી હોવાનું જણાવાયું છે. જોકે આ મામલે નુસરત તરફ થી કોઈ જાણકારી સામે આવી નથી. તેમની સાસરી પક્ષ ના લોકોને પણ તેની કોઈ જાણકારી નથી.

પતિ નિખિલ જૈને આ પ્રેગ્નેન્સી અંગે બિલકુલ અજાણ હોવાનું કહ્યું છે. તેના પતિ એ ત્યાં સુધી કહ્યું કે આ બાળક મારુ નથી અને બંનેનું લગ્ન જીવન ખરાબ દેખાઈ રહ્યું છે.

રિપોર્ટ મુજબ , નિખિલ જૈને કહ્યું કે આ પ્રેગ્નન્સી નું નિવેદન ખોટું આપ્યું છે. નિખિલે કહ્યું હતું કે તે બંને નું લગ્નજીવન તૂટવાના પર છે. નુસરત પાછલા વર્ષે ડિસેમ્બર 2020 થી તેનું ઘર છોડીને તેનાં મમી-પપ્પા સાથે બાલીગંજવાળા ઘર મા રહે છે. ત્યાર બાદ તેઓ બંને ક્યારે પણ મળ્યાં નથી. એવામાં એ પ્રેગ્નેન્ટ કેવી રીતે હોઈ શકે ?

નુસરત ની અફેર ની ચર્ચા છે ભાજપા નેતા સાથે

Yash With Nusarat
ટ્રેન્ડિંગ ન્યૂઝ /જાણો સાંસદ-એક્ટ્રેસ નુસરત જહાં ને,પતિ કહે છે- મારું બાળક નથી 12

રિપોર્ટ મુજબ , નુસરત જહાં ને વેસ્ટ બંગાળની લોકસભા ની ચૂંટણીમાં ભાજપા ના ઉમેદવાર યશ દાસગુપ્તા સાથેના સંબંધો ના સમાચારો પણ આવી રહ્યા છે. તે બંને એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન મુલાકાત થઇ હતી બંને ઘણી વાર સાથે જોવા મળ્યાં હતા . બંને થોડા સમય પહેલાં જયપુર અને અજમેર શરીફ પણ ગયાં હતાં. એકબીજા ના ઘરે ધણી વાર આવ-જાવ કરતાં જોવા મળ્યા હતા . નુસરતનાં મમી-પપ્પા જોડે ભી યશ ના બહુ સારા સંબંધો છે. રિપોર્ટ મુજબ , નુસરત થોડાજ દિવસો મા નિખિલ થી ડિવોર્સ લે તેવી શક્યતા છે.

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

નોંધ :-દરેક ફોટો પ્રતિકારાત્મક છે (ફોટો સોર્સ-ગુગલ )

આવી જ ફિલ્મ જગત ની ગોશીપ તેમજ સમાચાર, અવનવી વાતો , રસોઈ ની રેસિપી , તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.

જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments