Homeસ્વાસ્થ્યકોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટમાં ચેપ ફેલાવાનું જોખમ સૌથી વધુ છે - સ્ટડી

કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટમાં ચેપ ફેલાવાનું જોખમ સૌથી વધુ છે – સ્ટડી

કોરોના વાયરસ ડેલ્ટા વેરિએન્ટ વિશ્વના ઘણા દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ વેરિએન્ટ આલ્ફા વેરિએન્ટ કરતા 60 ટકા વધુ ચેપી છે.

ડેલ્ટા વેરિઅન્ટમાં ચેપ ફેલાવાનું જોખમ છે સૌથી વધુ

કોરોના વાયરસ ડેલ્ટા વેરિએન્ટ વિશ્વના ઘણા દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે આના વિશે એક નવી સ્ટડી સામે આવી છે. આ સ્ટડી માં આલ્ફા વેરિએન્ટ કરતાં 60 ટકા વધુ ચેપી હોવાનું આ સ્ટડીમાં જાણવા મળ્યું છે. સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ વેરિએન્ટમાં ચેપ ફેલાવાનું જોખમ સૌથી વધુ છે.

સ્કોટિશ સંશોધનકારોએ ગયા મહિને તેનો વિગતવાર સ્ટડી કરી છે. સ્ટડીમાં, તેમણે શોધી કાઢ્યું કે વૃદ્ધોમાં ચેપ ફેલાવાનું જોખમ પણ આ વેરિએન્ટને કારણે ખૂબજ વધારે છે. તેમજ , પબ્લિક હેલ્થ ઇંગ્લેંડને તેમની સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આ વેરિએન્ટનો પ્રભાવ બાળકો અને યુવાનોમાં પણ મળી શકે છે.

શું તમે જાણો છો? ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી એ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ? અને કેવો ખોરાક લેવો જોઇએ? જાણવા માટે અહીંયા ક્લિક કરો

પબ્લિક હેલ્થ ઇંગ્લેંડને કર્યો મોટો દાવો

આ દરમિયાન, પીએચઇ(PHE) એ કહ્યું કે ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલ કોવિડ -19 રસી કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ સામે 90 ટકાથી વધુ સુરક્ષા પૂરી પાડે છે. પૂનાના સંશોધકોએ દાવો કર્યો છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી(ICMR-NIV) ને દાવો કર્યો છે કે ભારત બાયોટેકની Covaxin Sars-CoV-2 ના ડેલ્ટા અને બીટા વેરિએન્ટને બેઅસર કરવામાં પણ કારગર છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ફાઈઝર-બાયોએનટેક ની રસી બીજા ડોઝના બે અઠવાડિયા પછી B.1.617.2 વેરિએન્ટ સામે 88 ટકા અસરકારક હતી. એના કંપેર માં B.1.1.7 સ્ટ્રેઇન સામે 93 ટકા અસરકારકતા સાથે છે. જે યુકે નો પ્રમુખ COVID વેરિએન્ટ છે. પીએચઇ એ જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા રસીના બે ડોઝ B.1.617.2 વેરિએન્ટ સામે 60 ટકા અસરકારક હતા, જ્યારે કેન્ટ વેરિએન્ટ સામે 66 ટકા સુધી અસરકારક છે.

ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધનકારોએ આપી આ માહિતી

શું તમે જાણો છો ? મહાકાળી માઁ ની વિશેષતા તેમજ તેમના પ્રસિદ્ધ મંદિરો ક્યાં ક્યાં આવેલા છે ? જાણવા માટે ક્લીક કરો

ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધનકારોએ અહેવાલ આપ્યો છે કે કોરોના વેક્સીન માં યુકે વેરિએન્ટ બી.1.1.7 માં 86 ટકા, બ્રાઝિલના પી .1 સ્ટ્રેનમાં 61 ટકા અને દક્ષિણ આફ્રિકાની બી .1.351 સ્ટ્રેનમાં 56 ટકા અસરકારક હતી. સંશોધનકારોએ જણાવ્યું હતું કે ફાઇરોઝર રસી કોરોના ચેપ સામે 94 ટકા, મોડર્ના વેક્સિન 80 ટકા અસરકારક છે, જયારે જોનસન એન્ડ જોનસન 65.5 ટકા અને એસ્ટ્રાઝેન્કા 60 ટકા અસરકારક છે.

લેટેસ્ટ સમાચાર, અવનવી વાતો ,તમારા સ્વાસ્થ્ય ને લગતી વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments